મુસ્તાક દલ/જામનગર : ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત સી.આર.પાટીલ આજે પ્રથમ વખત લાલપુર ખાતે આવ્યા હતા. ત્યારે તેને આવકારવા માટે જામનગર જીલ્લા યુવા ભાજપના પ્રમુખ અને રેલી ઇન્ચાર્જ સુરેશભાઈ વસરાની આગેવાનીમાં વિશાળ બાઈક રેલી યોજાઈ હતી. જ્યારે જિલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણી પ્રચાર માટે ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા ભવ્ય જાહેર સભાને સંબોધન કરવામાં આવ્યું હતું.
વ્યાજખોરોએ વ્યાજે આપેલા નાણા લઈ લીધા છતાં ચાલુ રાખી પઠાણી ઉઘરાણી
જામનગર જિલ્લામાં 28 મી તારીખે યોજાનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે હાલ અંતિમ તબક્કાનો પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે આજે જામનગર જિલ્લાના લાલપુર તાલુકમાં ચૂંટણી સભા સંબોધી હતી. લાલપુર તાલુકામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિશાળ બાઈક રેલી યોજવામાં આવી.
PM મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 5-6 માર્ચે કેવડિયાના મહેમાન બનશે, DG કોન્ફરન્સનું આયોજન
બાઈક રેલીમાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા, સાંસદ પૂનમબેન માડમ, રાજયમંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા અને પૂર્વમંત્રી ચીમન સાપરિયા, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા જોડાયા હતા. આગામી 28 મીએ યોજાનારા પંચાયતની ચૂંટણી માટે 26 તારીખે સાંજે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. અગાઉ ભાજપ અને કૉંગ્રેસ દ્વારા પુરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અત્રે નોંધનીય છે કે, મહાનગરોમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે