મુસ્તાક દલ/ જામનગર: ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની મોડી સાંજે કેન્દ્રીય મંત્રી આર.સી ફળદુ અને પુનમ માડમની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. થોડા દિવસ અગાઉ તેએ કરણી સેનામાં જોડાયા હતા અને હવે લોકસભાની ચૂંટણી નજીક આવતા તેમણે રવિન્દ્ર જાડેજાના પત્નીએ કેસરિયો ધારણ કરી લીધો છે.
લોકસભાની ચૂંટણીની સમગ્ર દેશમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ભારતીય ટીમના ઓલરાઉન્ટર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ હવે રાજકીય ઇનિંગ શરૂ કરી દીધી છે. વિધીવત રીતે તેમણે કેન્દ્રીય મંત્રી આર.સી ફળદુ અને પુનમ માડમની હાજરીમાં ભાજપનો ખેસ પહેર્યો છે.
આગમી ચૂંટણીના ભાગ રૂપે ભાજપ દ્વારા સૌરાષ્ટ્રના જાણીતા ક્રિકેટર જાડેજાના પત્નીને ભાજપમાં જોડી લેતા લોકસભાની સૌરાષ્ટ્રની બેઠકો પર ટ્રંપ કાર્ટ સાબિત થઇ શકે છે. મહત્વનું છે, કે થોડા દિવસ પહેલા જ રિવાબાએ કરણી સેના સાથે જોડાણ કરવામાં આવ્યું હતું. જેમાં તેમને ગુજરાતના અધ્યક્ષની જવાબદારી સોપવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે