ચેતન પટેલ/ સુરત: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અસામાજિક તત્વો પર કાબુ મેળવવા માટે GCTOCનો કાયદો અમલમાં મૂક્યો છે. ત્યારે સુરત પોલીસે આસિફ ટામેટા બાદ લાલુ ઝાલીમ ગેંગ વિરુદ્ધ GCTOCનો ગુનો નોંધ્યો છે. આ ગેંગ દ્વારા સ્થાનિક વિસ્તારોમાં લારીવાળાઓને હેરાન પરેશાન કરવામાં આવતા હતા જે તે લારીવાળા ઉપર નાસ્તો કર્યા બાદ પૈસા માંગતા તેઓને ઢોરમાર મારવામાં આવતો હતો. આ ગેંગ દ્વારા ઈંડા અને પાણીપુરીની લારી વાળાને ઢોર માર મરાયો હતો.
આ પણ વાંચો:- નવસારી અકસ્માત: ટાયર ફાટતાં ફંગોળાઈને કાર અન્ય કાર સાથે ટકરાઈ, એકનું મોત; ત્રણને ઈજા
આ ઉપરાંત આ ગેંગ વિરુદ્ધ અગાઉ કલમ 307, 324, 325, 143, 147, 148, 149 વિરુદ્ધ નોંધાઇ ચુકી છે. ત્યારે આવા અસામાજિક તત્વોને પાઠ ભણાવવા માટે સુરત પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ક્રાઇમબ્રાન્ચ દ્વારા અમિત ઉર્ફે લાલુ ઝાલીમ, દિપક જ્યસ્વાલ, શૈલેન્દ શર્મા, શિવમ રાજપૂત, નિલેશ અવચિત્તે, જગદીશ કટારીયા, આશિષ પાંડે, નિકુંજ ચૌહાણ, રવિ સીંદે નયન બારોટ અને અવનેશ રાજપૂત વિરુદ્ધ GCTOC મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:- સુરતીઓને ભારે પડી શકે છે 31stની ઉજવણી, પોલીસ કમિશનર દ્વારા કરાઈ આ તૈયારીઓ
ક્રાઇમબ્રાન્ચે ફરિયાદના આધારે શિવમ, નિલેશ, જગદીશ ની ધરપકડ કરી હતી. જ્યારે અનય લોકો ને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ ગેંગ વિરુદ્ધ અમરોલી, કતારગામ, ડીસીબી, ઓલપાડ, સચિન, મહિધરપુરા,ચોક બજાર પોલીસ મથકમાં માં કુલલે 94 ગુનાઓ નોધાઈ ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે