Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: ગેંગરેપ કેસમાં 2 આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરન્ટ આધારે કરી ધરપકડ

અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં 5 નરાધમો સામે ગેંગરેપની ફરિયાદ નોંધાઈ હતી. સૌરાષ્ટ્રની યુવતીને કોર્પોરેટર હાઉસમાં નોકરી આપવાની લાલચ આપી ભવિષ્ય બનવાનું કહી આરોપીઓએ એમડી ડ્રગ્સનો નશો કરી ગેંગરેપ કાર્યાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો

અમદાવાદ: ગેંગરેપ કેસમાં 2 આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરન્ટ આધારે કરી ધરપકડ

મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં 5 નરાધમો સામે ગેંગરેપની ફરિયાદ નોંધાઈ હતી. સૌરાષ્ટ્રની યુવતીને કોર્પોરેટર હાઉસમાં નોકરી આપવાની લાલચ આપી ભવિષ્ય બનવાનું કહી આરોપીઓએ એમડી ડ્રગ્સનો નશો કરી ગેંગરેપ કાર્યાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો. આ ઘટનાની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી. પોલીસે 2 આરોપીઓની ટ્રાન્સફર વોરન્ટ આધારે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

fallbacks

આ પણ વાંચો:- AMCનો મહત્વનો નિર્ણય: ખાણીપીણીની દુકાનો હવે રાતના 12 વાગ્યા સુધી રહેશે ખુલ્લી

પોલીસ ધરપકડમાં આવેલા આ બંને આરોપીઓ પ્રજ્ઞેશ પટેલ અને જીતેન્દ્ર ગોસ્વામીએ એક યુવતીની જિંદગી બનાવવાનું કહી જિંદગી બરબાદ કરી નાખી છે. આ લોકો પોતાના અન્ય સાગરીતો સાથે મળી યુવતી સાથે અવાર નવાર ગેંગ રેપ કર્યો અને એ પણ નશીલી વસ્તુઓનું સેવન કરીને. યુવતીને રાજસ્થાન લઈ જઈ ત્યાં પણ ગેંગ રેપ કર્યાનું સામે આવ્યું છે. એટલુ જ નહીં પણ યુવતીનો પાસપોર્ટ અને 30 હજાર રૂપિયા પણ આરોપીઓએ લઈ લીધાનું સામે આવ્યુ છે. બાદમાં આરોપીઓ યુવતી સાથે ગુજરાત, રાજસ્થાનની સાથો સાથ ચાલતી ગાડીમાં પણ બળાત્કાર કરતા રહ્યા હોવાનો આરોપ લાગ્યો છે.

આ પણ વાંચો:- Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાનો નવા 1125 દર્દીઓ નોંધાયા, 6 દર્દીના મોત

પ્રાપ્ત માહિતી મુજબ યુવતી ગત ઓગસ્ટ મહિનામાં આરોપી માલદેવના સંપર્કમાં આવી હતી અને ત્યાર બાદ આરોપી માલદેવે પોતાના મિત્ર જીતેન્દ્ર ગોસ્વામી અને પ્રજ્ઞનેશ પટેલ સાથે મિત્રતા કરાવી હતી. આરોપીઓ યુવતીને કહ્યુ હતું કે તે લોકો ખુબજ મોટા લોકોને ઓળખે છે અને ફરિયાદીનું ભવિષ્ય બનાવી દેશે તેમ કહી ફરિયાદીને અલગ અલગ હોટેલ અને આરોપીના ફ્લેટમાં રેપ કરતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓનો ઇતિહાસ પણ ગુનાહિત છે અને મુખ્ય આરોપી પજ્ઞેશ પટેલ અને જીતેન્દ્ર ગોસ્વામી હાલમાં જ સોલા પોલીસ સ્ટેશનના એક છેતરપિંડીના ગુનામાં જેલમાં ભેગા થયા હતા.

આ પણ વાંચો:- આવતી કાલથી શામળાજી મંદિરમાં પાંચ દિવસનું ખાસ આયોજન, દર્શનાર્થીઓ માટે કરાઈ આ વ્યવસ્થા

જો કે, બાદમાં આ ફરિયાદમાં નામ ખુલતા આરોપીનો કબ્જો મેળવી ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. માલદેવ ભરવાડ પણ સરખેજના એક ગુનામાં હાલમાં જામીન ઉપર બહાર આવ્યો છે. નોંધનીય છે કે હાલ ક્રાઈમ બ્રાન્ચ પુરાવા એકત્રિત કરી રહી છે અને ટૂંક સમયમાં આ ગેંગના અન્ય ફરાર આરોપીઓને પકડવાની કાર્યવાહી કરશે. સાથો સાથ આ ગુનામાં અન્ય 2 આરોપી જૈમીન પટેલ અને નીલમ પટેલનો શું રોલ છે તેની પણ તપાસ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More