Home> Gujarat
Advertisement
Prev
Next

"તું દારૂ અને ગાંજાના કેસમાં ફરાર ફરે છે...", અમદાવાદમાં નકલી પોલીસનો અસલી પોલીસે ખેલ પાડ્યો

અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ગિરફ્ત માં ઉભેલા બને શખ્સોના નામ ઇમરાન ખાન પઠાણ અને ભરત કોષ્ટિ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે આ બંનેની નકલી પોલીસ બની પૈસા પાડવાના કેસમાં ધરપકડ કરી છે.

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદમાં નકલી પોલીસ બની તરખાટ મચાવનારા બે નકલી પોલીસને અસલી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વધુ તપાસ શરુ કરી છે. ઉલ્લેખનીય છે કે આ આરોપીઓ પૈકી એક આરોપનો એક આરોપીનો ગુનાહિત ઈતિહાસ મળી આવ્યો છે.

fallbacks

હવે મર્યા સમજો! હાઇકોર્ટની ટકોર;‘હેલ્મેટ ન પહેરનારને રોકી રાખો, ભલે ઓફિસે મોડું થાય'

અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ગિરફ્ત માં ઉભેલા બને શખ્સોના નામ ઇમરાન ખાન પઠાણ અને ભરત કોષ્ટિ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે આ બંનેની નકલી પોલીસ બની પૈસા પાડવાના કેસમાં ધરપકડ કરી છે. આ બંને આરોપીઓએ થોડા દિવસ પહેલા અમદાવાદના સોલામાં ઉભા રાખી અને પોતે પોલીસ છે એવી ઓળખ આપીને કહ્યું હતું કે તું દારૂ અને ગાંજાના કેસમાં ફરાર ફરે છે તારી પર કેસ કરવાનો છે કહી ધમકાવ્યો હતો. 

સાગઠિયાનું વધુ એક કારસ્તાન! ગેરકાયદે જમીન પર ખડકી દેવાઈ સ્કૂલ, શું તંત્ર અગ્નિકાંડની

બાદમાં જો બચવું હોય તો પૈસા દેવા પડશે એમ કહી પૈસા લેવા માટેથી પહેલા પેટ્રોલ પંપ પર ગુગલ પેના બદલામાં રોકડ લેવાનું કહયું હતું, પણ પેટ્રોલ પંપના કર્મીએ ના પડી હતી. ત્યારબાદ આરોપીઓ ફરિયાદીને એટીએમમાંથી પૈસા કાઢવા માટે લઇને ગયા હતા. જ્યાં ફરિયાદીએ ખોટો એટીએમ પીન નાખતા પૈસા ન નીકળતા અંતે આરોપીઓ ફરિયાદી પાસે પડેલ રોકડા રૂપિયા લઇને ફરાર થઈ જતા ફરિયાદીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરતા ઇમરાન ખાન પઠાણ અને ભરત કોષ્ટિનું નામ સામે આવતા બંનેની ધરપકડ કરવામાં આવી છે. 

ગુજરાતમાં હજું નવરાત્રીમાં ક્યાં પડશે વરસાદ; કયા વિસ્તારોમાં થશે બંધ? જાણો આગાહી

બંને આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે આરોપી ઇમરાન ખાન પઠાણ પર અગાઉ નકલી પોલીસના 13 ગુના નોંધાઈ ચુક્યા છે અને 2 વખત પાસામાં પણ જઈ ચુક્યો છે અને શોર્ટ કટમાં પૈસા કમાવવા માટેથી નકલી પોલીસ બની લોકો પાસેથી આ રીતે પૈસા પડાવે છે ત્યારે આરોપીએ અવાવરું જગ્યા પર જતા એક દોકલ વ્યક્તિઓને જ ઉભા રાખી પોલીસ તરીકે દમ મારી પૈસા પડાવતા હોવાનું સામે આવ્યું છે. આ સિવાય અન્ય કોઈ જગ્યાએ ગુના આચર્યા છે કે કેમ એ અંગે વધુ તપાસ પોલીસે શરુ કરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More