Home> Gujarat
Advertisement
Prev
Next

આખરે ક્રાઈમ બ્રાન્ચે આ કેસ ઉકેલ્યો, આરોપીઓની પૂછપરછમાં અ'વાદ-મહેસાણાના અનેક ગુનાનો ભેદ ખૂલ્યો

પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી ઉપેશ અભંગેની ક્રાઇમ બ્રાન્ચે લૂંટના ગુનામાં ધરપકડ કરી. આરોપીએ વાડજ વિસ્તારમાં ફેબ્રુઆરી મહિનામાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી લાખ્ખો રૂપિયાના સોના ચાંદીના દાગીના તથા ડાયમંડની લૂંટ કરી હતી.

આખરે ક્રાઈમ બ્રાન્ચે આ કેસ ઉકેલ્યો, આરોપીઓની પૂછપરછમાં અ'વાદ-મહેસાણાના અનેક ગુનાનો ભેદ ખૂલ્યો

મૌલિક ધામેચા/અમદાવાદ: આશરે દોઢ મહિના પહેલા વાડજમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસે થયેલો લૂંટનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે. લુંટ માટે આરોપીને મહારાષ્ટ્રથી બોલાવી સ્થાનિક આરોપીએ લુંટને અંજામ આપ્યો હતો. લૂંટારુની પૂછપરછમાં અમદાવાદ અને મહેસાણાના ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે. 

fallbacks

વધુ એક આગાહીથી ગુજરાતમાં ફફડાટ: 2 દિવસ ગરમીના પ્રકોપ બાદ આ વિસ્તારોમાં મેઘો મંડાશે!

પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી ઉપેશ અભંગેની ક્રાઇમ બ્રાન્ચે લૂંટના ગુનામાં ધરપકડ કરી. આરોપીએ વાડજ વિસ્તારમાં ફેબ્રુઆરી મહિનામાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી લાખ્ખો રૂપિયાના સોના ચાંદીના દાગીના તથા ડાયમંડની લૂંટ કરી હતી. જે લૂંટ કેસમાં ઉપેશ સહિત ચાર લૂંટારાઓ ભેગા મળીને લૂંટના ગુનાને અજામ આપ્યો હતો. આરોપી ઉપેશ લૂંટના મુદામાલ સાથે પોતાના વતન મહારાષ્ટ્રના નંદૂરબાર જતો રહ્યો હતો. અને ત્યાર બાદ મુદ્દામાલનો ભાગ પાડવા અમદાવાદ આવ્યો ત્યારે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે કુબેરનગરથી આરોપીને ઝડપી લીધો અને 4.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

અંબાજીમાં મોહનથાળ નહીં ચિક્કી! ગુજરાત સરકારે લીધો નિર્ણય, મંત્રીએ આપ્યા આ કારણો

પકડાયેલ આરોપી ઉપેશ અભંગેની પૂછપરછ કરતા સામે આવ્યું કે કુબેરનગરના આરોપી વિશાલ તનવાણી અને પ્રતીક પનવેકરે લૂંટ ના ગુનાને અજામ આપવા ષડયંત્ર રચ્યું હતું. જેમાં બે આંગડિયા પેઢીને ટાર્ગેટ કરીને 4 દિવસ સુધી રેકી કરી હતી. જેમાં અમૃત કાંતિ આંગડિયા પેઢીના કર્મચારીઓને ટાર્ગેટ કર્યા હતા. આ કર્મચારીઓ વાડજ અખબારનગર નજીક સોનલ પાન પાર્લર પાસે ઉભા હતા. 

BIG BREAKING: PM નરેન્દ્ર મોદી બાદ શંકરસિંહ વાઘેલા સાથે અખિલેશ યાદવે કરી ગુપ્ત બેઠક

ત્યારે કિંમતી દાગીના ભરેલી બેગ ઝૂંટવીને લૂંટારા ફરાર થઈ ગયા હતા. તપાસમાં સામે આવ્યું કે લૂંટ કરવા માટે ઉપેશને મહારાષ્ટ્રથી અમદાવાદ બોલાવ્યો હતો, અને ઓઢવમાં એક મકાન ભાડે રાખીને લૂંટનો સમગ્ર પ્લાન બનાવ્યો હતો. એટલું જ નહીં સ્થાનિક આરોપીનું નામ નહિ ખુલે માટે ઉપેશને લૂંટ માટે બોલાવીને કાવતરું ઘડ્યું હતું. પરંતુ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં લૂંટારાઓનો ભાંડો ફૂટ્યો અને મુખ્ય આરોપી ઝડપાઇ જતા અન્ય આરોપીના પણ નામ ખુલ્યા હતા.

ગુજરાતનું આરોગ્ય વિભાગ એક્શનમાં, H3N2 વાયરસ અંગે ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

આરોપી ઉપેશ લૂંટ અને ચોરી જેવા ગુના આચરવા મહારાષ્ટ્રથી અમદાવાદ આવતો હતો. જેના વિરુદ્ધ માં અમદાવાદમાં 7 જેટલા ગુના નોંધાઇ ચુક્યા છે. જેમાં નવરંગપુરા અને મહેસાણાની ચોરીના ગુનાનો પણ ભેદ ઉકેલાયો છે. જો કે ઉપેશ સહિતના આ ચારેય લૂંટારાઓ ભેગા મળીને અનેક ગુના આચર્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચ આરોપીની ધરપકડ કરીને વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More