Home> Gujarat
Advertisement
Prev
Next

ત્રણ વર્ષની બાળકીને શારીરિક અડપલા કરનાર રિક્ષા ચાલકને પોલીસે ઝડપ્યો

ઘર પાસે રમી રહેલી બાળકીને ફ્રુટની લાલચ આપીને શારીરિક અડપલા કરનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે. 
 

ત્રણ વર્ષની બાળકીને શારીરિક અડપલા કરનાર રિક્ષા ચાલકને પોલીસે ઝડપ્યો

ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદના નરોડા વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરનાર આરોપીની નરોડા પોલીસે ધરપકડ કરી છે. ગુજરાતમાં મહિલાઓ સલામત હોય તેવા દાવા કરવામાં આવે છે પરંતુ સ્થિતિ કંઈક અલગ સર્જાઈ રહી છે. રોજબરોજ છેડતી અને બળાત્કારની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં અમદાવાદના નરોડા વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા થયા હોવાની ઘટના સામે આવી છે.

fallbacks

ઘર પાસે રમી રહી હતી બાળકી
બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી અને તે સમયે નજીકમાં રિક્ષા લઈને બેસેલા એક યુવકે બાળકીને ફ્રુટ આપવાની લાલચ આપી હતી અને રિક્ષામાં બોલાવીને શારીરિક અડપલા કર્યા હતા. જે બાદ બાળકીએ પોતાની માતા પાસે જઈને આ અંગેની જાણ કરતા માતાએ આ ઘટના અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. બાળકી સાથે અડપલા કરનાર યુવકના કપડાં અને હિલચાલ અંગે પોલીસને માહિતી આપતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી રિક્ષા ચાલકની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદના પોશ વિસ્તારમાં મહિલાની આત્મહત્યા, સ્યૂસાઈટ નોટમાં લખ્યું-મારા મૃત્યુથી ઘણા ખુશ થશે

પ્રાથમિક તપાસમાં રિક્ષાચાલકનું નામ કલ્પેશ ચાવડા હોવાનું સામે આવ્યું છે અને આ સમગ્ર મામલે નરોડા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી તેની સામે પોકસોનો ગુનો દાખલ કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More