Home> Gujarat
Advertisement
Prev
Next

સાઉથની ફિલ્મ જોઈને પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા, દાહોદના જંગલમાં સળગાવીને ફેંકી દીધી લાશ

ક્રાઈમ કરવા માટે લોકો ક્રાઈમ પેટ્રોલ (crime petrol) સીરિઝનો સહારો લેતા હતા. પરંતુ ફિલ્મો જોઈને ક્રાઈમ કરનારા પણ ઓછા નથી. દાહોદના જંગલમાં થયેલી હત્યાનો ભેદ ખૂલ્યો છે. જેમાં સાઉથની ફિલ્મ (south movie) જોઈને આરોપીએ મર્ડરને અંજામ આપ્યો હોવાનું તપાસમાં ખૂલ્યુ છે. 

સાઉથની ફિલ્મ જોઈને પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા, દાહોદના જંગલમાં સળગાવીને ફેંકી દીધી લાશ

ઝી મીડિયા/બ્યૂરો :ક્રાઈમ કરવા માટે લોકો ક્રાઈમ પેટ્રોલ (crime petrol) સીરિઝનો સહારો લેતા હતા. પરંતુ ફિલ્મો જોઈને ક્રાઈમ કરનારા પણ ઓછા નથી. દાહોદના જંગલમાં થયેલી હત્યાનો ભેદ ખૂલ્યો છે. જેમાં સાઉથની ફિલ્મ (south movie) જોઈને આરોપીએ મર્ડરને અંજામ આપ્યો હોવાનું તપાસમાં ખૂલ્યુ છે. 

fallbacks

સંજેલી તાલુકાના ભાણપુર વડલાવાળા જંગલમાં અજાણી યુવતીની બળેલી હોવાથી લાશ પડી હોવાની જાણ થતાં જ સંજેલી સહિત જિલ્લામાં હાહાકાર મચ્યો હતો. જેના બાદ સંજેલી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જેના બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસનું પગેરુ તેના પ્રેમી સુધી પહોંચ્યુ હતું. મૃતદેહ પાસે હત્યામાં વપરાયેલું ચપ્પુ, બાઈક અને જેકેટ તથા ચપ્પલ મળી આવ્યા હતા. જેના પરથી આરોપી યુવતીનો પ્રેમી જ હોવાનું ખૂલ્યુ હતું. 

આ પણ વાંચો : વડોદરા દુષ્કર્મ કેસમાં હજી સુધી ન્યાય ન મળતા દીકરીની માતાની ધીરજ ખૂટી, ભીની આંખે વેદના વ્યક્ત કરી

તપાસમાં સામે આવ્યું કે, પ્રેમિકા કૃતિકા બરંડાએ પ્રેમી મેહુલ પરમાર સાથે બ્રેકઅપ કરવા માંગતી હતી. પરંતુ પ્રેમી મેહુલને તે નામંજૂર હતું. જેથી તેણે કૃતિકાની હત્યાનો કારસો ઘડ્યો હતો. તેણે સાઉથની RX100 ફિલ્મ જોઈ હતી, અને તે જોઈને કૃતિકાની હત્યા કરી હતી. તેણે પહેલા તો દાહોદ સાત બંગલા પાસે કૃતિકાને મોતને ઘાટ ઉતારી હતી. તેના બાદ પ્રેમિકાને જેકેટ પહેરાવી તેને એક્ટિવા પર સંજેલીના જંગલમાં લઈ ગયો હતો. જ્યાં તેણે મૃતદેહને સળગાવી દીધો હતો. 

સંજેલી પીએસઆઈ જી બી રાઠવા અને DySP સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહનો કબ્જો મેળવી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસ કૃતિકાના પરિવાર સુધી પહોંચી હતી. મેહુલે કૃતિકાનો મોબાઈલ તળાઈ ડેમમાં ફેંકી દીધો હતો, જે પોલીસને મળી આવ્યો હતો. જેથી પોલીસે મેહુલની ધરપકડ કરી હતી. 30 મીના રોજ આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશ્યલ કસ્ટડીમાં ધકેલી દેવાયો હતો. 

ઉલ્લેખનીય છે કે, RX100 સાઉથની ફેમસ ફિલ્મ છે. જેમાં પ્રેમમાં પાગલ થયેલા આશિકની વાત છે. પ્રેમિકાથી અલગ થયા બાદ પ્રેમી કેવી રીતે ગુસ્સે થાય છે તે ફિલ્મમાં બતાવાયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More