Home> Gujarat
Advertisement
Prev
Next

પોસ્ટ વિભાગનું ક્રાઈસિસ મેનેજમેન્ટ: અરજી કર્યાના 3 કલાકમાં ટપાલ વિભાગે રૂ.૧૭ લાખ જમા કરાવ્યા

અરજી કર્યાના માત્ર ત્રણ કલાકના સમયગાળામાં ટપાલ વિભાગે નિવૃત્ત કર્મીને તેમની પત્નીની સારવાર માટેના રૂપિયા ૧૭ લાખ બચત ખાતામાં જમા કરી આપ્યા.  સરકારની ડોરસ્ટેપ સર્વિસ કહો કે પોસ્ટ વિભાગનું ક્રાઈસિસ મેનેજમેન્ટ ખરા સમયના આ પ્રકારના સહકારથી મ્યુકરમાઇકોસિસના દર્દીની સારવાર હવે આર્થિક કારણોસર અટકશે નહીં.

પોસ્ટ વિભાગનું ક્રાઈસિસ મેનેજમેન્ટ: અરજી કર્યાના 3 કલાકમાં ટપાલ વિભાગે રૂ.૧૭ લાખ જમા કરાવ્યા

અમદાવાદ: કોરોના (Coronavirus) થી સાજા થયેલા દર્દીઓમાં મ્યુકરમાઇકોસિસ (Mucormycosis) નો રોગ હાલ જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકારે (Gujarat Government) ગઈકાલે જ આ રોગને મહામારી જાહેર કરી છે. કોરોના કરતા આ રોગ વધુ ઘાતક અને તેની સારવાર પ્રમાણમાં મોંઘી હોવાથી દર્દીઓને ઘણીવાર આર્થિક રીતે ક્રાઇસિસ-સંકડામણની પરિસ્થિતિ અનુભવવી પડે છે. 

fallbacks

અમદાવાદ (Ahmedabad) ના આવા જ એક કિસ્સામાં કેન્દ્ર સરકારના એક નિવૃત અધિકારીના પત્નીને મ્યુકરમાઇકોસિસ (Mucormycosis)  થતા ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર માટે મોટી રકમની જરૂર પડી હતી. નિવૃત્ત કર્મીના  પી.પી.એફ. (PPF) ખાતાની રકમથી આ સારવારનો ખર્ચ ઉઠાવી શકાય તેમ હતું. 

રાજકોટમાં બ્લેક ફંગસનો હાહાકાર, 500 દર્દી દાખલ, રોજ 15 ઓપરેશન

નિવૃત્ત કર્મીએ આ માટે નવરંગપુરા (Navrangpura) ના પોસ્ટમાસ્તર એ. આર. શાહનો સંપર્ક કરી પોતાની કપરી પરિસ્થિતિ વર્ણવી. ટપાલ વિભાગે ત્વરાએ પગલા લીધા. નવરંગપુરા પોસ્ટ ઓફિસ (Post Office) ના કર્મી ખાતાધારક પાસે ઉપાડ પાવતી સાથે પહોંચી ગયા અને ખાતાધારકને તાત્કાલિક રૂપિયાની જરૂર હોવાનું પ્રમાણ પણ મેળવી આવ્યા.

રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ઉચ્ચશિક્ષણનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન આપવાની કરી જાહેરાત

અરજી કર્યાના માત્ર ત્રણ કલાકના સમયગાળામાં ટપાલ વિભાગે નિવૃત્ત કર્મીને તેમની પત્નીની સારવાર માટેના રૂપિયા ૧૭ લાખ બચત ખાતામાં જમા કરી આપ્યા.  સરકારની ડોરસ્ટેપ સર્વિસ કહો કે પોસ્ટ વિભાગનું ક્રાઈસિસ મેનેજમેન્ટ ખરા સમયના આ પ્રકારના સહકારથી મ્યુકરમાઇકોસિસના દર્દીની સારવાર હવે આર્થિક કારણોસર અટકશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More