Home> Gujarat
Advertisement
Prev
Next

કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપવા ગુજરાતના આ સ્થળે એકત્ર થયા હજારો લોકોનાં ટોળા !

કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપવા ગુજરાતના આ સ્થળે એકત્ર થયા હજારો લોકોનાં ટોળા !

* પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા ટ્રાફિક જામ ની સ્થિતિ સર્જાઈ
* રવિવારે સાપુતારા સહિત ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક સ્થળોએ પ્રવાસીઓ ઉમટયા
* એડવેન્ચર એક્ટિવિટી અને નૌકાવિહાર નો પણ પ્રવાસીઓએ માણ્યો આનંદ
* કોરોના ગાઈડ લાઈન નું ઉલ્લંઘન સાથે  સોસીયલ ડિસ્ટનસિંગ અને માસ્ક વગર પ્રવાસીઓની ભીડ
* સ્વાગત સર્કલ,લેક ગાર્ડન,સ્વામિનારાયણ મંદિર, સહિત ગવર્નર હિલ ,સનરાઈઝ હિલ પર વાહનોની લાંબી કતાર લાગી

fallbacks

ડાંગ : કોરોનાના સેકન્ડ વેવમાં ઘરમાં પુરાઇને કંટાળેલા લોકો સેકન્ડ વેવ નબળો પડતાની સાથે જ બહાર નિકલી પડ્યાં છે. ગુજરાતનાં ફરવા લાયક સ્થળો પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ સ્થિતિ માત્ર ગુજરાત જ નહી પરંતુ સમગ્ર દેશની છે. દેશનાં તમામ ફરવા લાયક સ્થળો પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેના કારણ કેન્દ્ર સરકાર પણ પોતાની ચિંતા ભીડ અંગે વ્યક્ત કરી ચુકી છે. કોરોનાનો સેકન્ડ વેવ સમાપ્ત નહી થયો હોવાનું તથા લોકોને હાલ ઘરમાં જ રહેવાની અપીલ પણ સરકાર કરી ચુકી છે. જો કે બે વેવ દરમિયાન ઘરમાં પુરાઇને થાકેલા લોકો હવે ફરી લેવાના મુડમાં જોવા મળી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. 

જામનગરમાં કોંગ્રેસે ગેસના બાટલા, તેલના ડબ્બા અને બાઇકની નનામીઓ સાથે અંતિમયાત્રા કાઢી!

ગુજરાતના હરિયાળા જિલ્લા તરીકે જાણીતા અને મહારાષ્ટ્ર બોર્ડર પર રહેલા સાપુતારામાં રવિવારના દિવસે ભારે ભીડ જોવા મળી હતી. પ્રાકૃતિક સ્થળોથી ભરપુર સાપુરાતા ચોમાસા દરમિયાન સોળેકળાએ ખીલી ઉઠે છે. આ દરમિયાન લોકો પણ મોટા પ્રમાણમાં અહીં ફરવા માટે ઉમટી પડે છે. જો કે કોરોના કાળ હોવાનાં કારણે આ પ્રવાસન સ્થળ ગત્ત સિઝનમાં ઉજ્જડ જ રહ્યું હતું. પરંતુ હવે કોરોનાનો સેકન્ડ વેવ ધીરે ધીરે નબળો પડી રહ્યો છે ત્યારે લોકો હવે સાપુતાના અને ડોન હિલ જેવા ડાંગના હિલ સ્ટેશન અને પ્રાકૃતિક સ્થળે ઉમટી પડ્યાં છે. 

જૂનાગઢમાં આ વર્ષે નહિ નીકળે, પણ જગન્નાથ મંદિરમાં તમામ વિધિ પરંપરાગત રીતે કરાશે

પ્રવાસીઓ મોટા પ્રમાણમાં ઉમટી પડતા આ સ્થળો પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. સ્વાગત સર્કલ, લેક ગાર્ડન, સ્વામિનારાયણ મંદિર, ગવર્નર હિલ, સનરાઇઝ હિલ પર વાહનોની લાંબી લાંબી લાઇનો લાગી હતી. લોકોએ કુદરતી સૌંદર્યનો નજારો માણ્યો હતો. એડવેન્ચર એક્ટિવિટી અને નૌકાવિહારનો પણ પ્રવાસીઓએ આનંદ માણ્યો હતો. કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા હતા. કોરોના ગાઇડલાઇનના ઉલ્લંઘન સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક વગર પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી. કોરોનાની ત્રીજી લહેરને બોલાવવા માટે લોકો જાણે એકત્ર થયા હોય તેવો નજારો જોવા મળ્યો હતો. તંત્ર પણ લોકોને કાયદાનું પાલન કરાવવામાં નિષ્ફળ રહ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More