હાર્દિક દીક્ષિત/વડોદરા: વડોદરાની ગોત્રી GMERS હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓ સાથે ક્રૂર મજાક કરવામાં આવી રહ્યું છે. તંત્રના પાપે અહી છેલ્લા 24કલાકથી ઓપરેશનની પ્રક્રિયા ઠપ્પ થઈ ગઈ છે, જેના કારણે કેટલાક ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ ઓપરેશન વિના તડપી રહ્યા છે.
પોલીસે રૂમ ખોલ્યો તો આરોપી બળાત્કાર કરી રહ્યો હતો.! સગીરા પોલીસને બાથ ભીડીને રડી પડી
સરકારી હોસ્પિટલ ને મંદિર અને તેમાં કામ કરતા તબીબ તેમજ કર્મચારીઓને ભગવાન માનનારા ગરીબ દર્દીઓ ના જીવની જાણે કોઈ કિંમત ના હોય તેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ ગોત્રી સ્થિત GMERS હોસ્પિટલમાં થયું છે. ગોત્રી GMERS હોસ્પિટલ માં ગઈકાલ થી જ ગરીબ દર્દીઓ ઓપરેશન થી વંચિત છે.જી હા અહી ના જુદાજુદા વોર્ડ માં દાખલ તેમજ ગંભીર બીમારી થી પીડાતા દર્દીઓ ઓપરેશન ની પ્રક્રિયા ઠપ્પ થઈ જતા ખાટલા પર રિબાઈ રહ્યા છે.
કોંગ્રેસને મોટો ઝટકો: સંખેડાના પૂર્વ MLA ભાજપમાં જોડાશે! 6 વખત લડી ચૂક્યા છે ચૂંટણી
છેલ્લા 24 કલાકથી AC બંધ તો ઓપરેશન પણ બંધ
ગોત્રી GMERS હોસ્પિટલ માં આવેલા ઓપરેશન થીએટર માં ગઈ કાલે સેન્ટ્રલ એસી માં ખામી સર્જાતા અહી એસી બંધ હાલત માં છે જેના કારણે ગંભીર બીમારી થી પીડાતા દર્દીઓ ના ઓપરેશન થઇ શકતા નથી છેલ્લા 24 કલાક થી એસી બંધ રહેતા હોસ્પિટલ ના જવાબદાર તંત્ર એ ઓપરેશન નહિ કરવા નિર્ણય કર્યો છે. અહી ફરજ બજાવતા એક કર્મચારી એ જણાવ્યું હતું કે ગોત્રી હોસ્પિટલમાં ટેકનિકલ કોન્ટ્રાકટર બદલાયા છે અને હાલ નવા કોન્ટ્રાકટર આવ્યા છે એને ધ્યાન નહિ આપ્યું હોય એના કારણે એસી નો ફોલ્ટ રિપેર કરવામાં વિલંબ થઈ રહ્યો છે.
આખા સિદ્ધપુરને પાણી પહોંચતી પાઈપલાઈનમાંથી પાણી બંધ થયું, જોયુ તો યુવતીની લાશ હતી
એસી બંધ રહેતા પંખા ચલાવી ઓપરેશન કર્યા
આજે અંદાજે 12 જેટલા દર્દીઓ ના ઓપરેશન કરવાના હતા જેમાંથી કેટલાક નાના નાના ઓપરેશન એસી ન હોવાથી પંખાના સહારે કરવામાં આવ્યા હતા.એસી ના બદલે પંખા ચલાવી દર્દીઓના ઓપરેશન કરાતા આ દર્દીઓ ના સ્વાસ્થ્ય સાથે અખતરા કરાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલ ઓર્થોપેડીક,સર્જરી,સહિત અન્ય બે વિભાગ માં ઓપરેશન કરવાની પ્રક્રિયા સદંતર બંધ કરી દેવામાં આવી છે.જેના કારણે ગરીબ દર્દીઓ ની મુશ્કેલી માં વધારો થયો છે.
1 કિલો સોનાનો હાર 1 લાખમાં વેચવાનો છે, કહી ગઠિયાઓ દુકાનદારને અજીબોગરીબ રીતે છેતર્યો!
ઓપરેશન થિયેટરમાં જવા માટેની લિફ્ટ પણ બંધ
ઓપરેશન થીએટર ગોત્રી હોસ્પિટલ ના સાતમા માળ પર આવેલું છે.અહીની એક લિફ્ટ પણ બંધ હાલત માં છે જો દર્દી એ ઓપરેશન થીએટર માં ઓપરેશન માટે દાખલ થવાનું હોય તો તેના સ્વજનો એ લિફ્ટ ઉપર થી પરત નીચે આવે તેની રાહ જોવી પડતી હોય છે.ઘણા કિસ્સાઓ માં તો સાતમા માળે જુદાજુદા વિભાગ માં જો એક કરતા વધારે દર્દીઓ ના ઓપરેશન હોય તો અન્ય દર્દી એ સ્ટ્રેચર માં પડ્યા પડ્યા લાંબા સમય સુધી લિફ્ટ ની રાહ જોવી પડતી હોય છે.
ગુજરાતમાં BJPએ જિલ્લા- મહાનગરોના પ્રભારીઓની કરી નિમણૂંક, જાણો કોને ક્યા મળ્યું સ્થાન
હાલ તો ગોત્રી GMERS હોસ્પિટલ માં ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓના ઓપરેશન બંધ થઈ જવાના કારણે અનેક દર્દીઓ અટવાઈ પડયા છે ત્યારે અહીંના વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે આ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી ખાટલા પર રિબાતા ગરીબ દર્દીઓ ગુહાર લગાવી રહ્યા છે.
તમામ હદ પાર: કૌટુંબિક મામાએ ભાણેજ સાથે દુષ્કર્મ આચરી ગુપ્તાંગમાં નાંખી મરચાની ભૂકી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે