Home> Gujarat
Advertisement
Prev
Next

દેશની ટોચની ફાર્મા કંપની પર સાઇબર એટેક, તમામ પ્લાન્ટ પર કામ ઠપ્પ થયું

Cyber Attack : સનફાર્મા કંપની પર સાઈબર એટેક થતા ઑનલાઇન ડેટા એનાલિસિસ, કમ્પ્યુટરનો ઉપયોગ થતા મશીન બંધ થયા... કંપનીએ દાવો કર્યો કે, ઉત્પાદન કામગીરીને અસર થઈ નથી
 

દેશની ટોચની ફાર્મા કંપની પર સાઇબર એટેક, તમામ પ્લાન્ટ પર કામ ઠપ્પ થયું

Cyber Attack : દેશની અગ્રણી ફાર્મા કંપની સનફાર્મા પર સાઈબર એટેકના સમાચાર સામે આવ્યા છે. સનફાર્મા કંપનીના દેશભરના પ્લાન્ટ પર કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. જોકે, કંપનીનું કહેવુ છે કે, સાઈબર એટેકને પગલે કંપનીની કોર સિસ્ટમની કામગીરી પર કોઈ અસર પડી નથી. મંગળવારે કંપનીના કર્મચારીઓ ઓફિસ આવે તે પહેલા જ તેમના એકાઉન્ટમાં લોગ ઈન થઈ શક્યુ ન હતું. 

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, સનફાર્મા કંપનીના વડોદરા, મુંબઈ, હાલોલ સહિત દેશભરના પ્લાન્ટ પર કામગીરી થઈ ગઈ હતી. કંપની પર સાઈબર એટેક થયો હોવાનું જાણ થતા જ કંપનીનો આઈટી વિભાગ એક્ટિવ થઈ ગયો હતો. મંગળવારે સવારે કંપનીના કર્મચારીઓ ઓફિસ પર આવ્યા ત્યારે તેમને કમ્પ્યૂટર પર લોગ-ઈન કરવાની પરમિશન મળી ન હતી, તેથી કર્મચારીઓએ આઈટી વિભાગને જાણ કરી હતી. જેના બાદથી કંપની પર સાઈબર એટેક થયાની વાત સામે આવી હતી.

આ પણ વાંચો : 

ગુજરાતમાં આવી અણધારી આફત, કમોસમી વરસાદ અને ગરમીનું એકસાથે આગમન

કમ્પ્યૂટર ઠપ્પ થયા
સાઈબર એટેક બાદ કંપનીના કમ્પ્યૂટર ઠપ્પ થઈ ગયા હતા. એટલુ જ નહિ, કંપની દ્વારા આદેશ કરાયો હતો કે, ઓનલાઈન ડેટા એનાલિસિસ અને કમ્પ્યૂટરનો ઉપયોગ થતો હોય તેવા તમામ મશીન બંધ રાખવામાં આવે. આ કારણે કંપનીની કામગીરી પર અસર પડી હતી. કંપની સન ફાર્મા કંપનીના સત્તાવાર અધિકારીએ પણ સાઇબર એટેક થયાની વાત કબૂલી હતી. તેઓએ જણાવ્યું કે કંપનીના કોર સિસ્ટમ અને ઓપરેશન્સને કોઇ અસર થઇ નથી. જોકે આઇટીનાં સાધનોને અમે આઇસોલેટ કરી દીધાં છે અને કંપનીએ તપાસ શરૂ કરી દીધી છે.

સાઈબર એટેકને પગલે કંપનીના અનેક મશીનરી બંધ થઈ ગયા હતા. તેમજ રિસર્ચ ડેટા એનાલિસિસને પણ મોટી અસર પડી હતી. કંપનીના સંશોધનના ડેટા બહુ જ જરૂરી હોય છે. આવામાં સાઈબર એટેકથી તે ચોરી થવાની શક્યતા વધુ હોય છે. 

આ પણ વાંચો : 

ગુજરાતીઓને મોટો ઝટકો, ઘીના ભાવમાં 28 રૂપિયાનો વધારો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More