Home> Gujarat
Advertisement
Prev
Next

ઓનલાઇન નોકરી શોધવામાં યુવક લૂંટાયો, સાઇબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ

નોકરી મેળવવા માટે ઓનલાઈન ઉપર નોકરી શોધતા લોકોની સાથે છેતરપિંડી કરતા આરોપીઓને સાઈબર ક્રાઈમએ ઝડપી પાડ્યા છે. હાલના સમયમાં સારી તેમ જ ઉચ્ચ પગારની નોકરી મળવીએ ખુબ જ અઘરુ કાર્ય છે.

ઓનલાઇન નોકરી શોધવામાં યુવક લૂંટાયો, સાઇબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ

ઉદય રંજન, અમદાવાદ: નોકરી મેળવવા માટે ઓનલાઈન ઉપર નોકરી શોધતા લોકોની સાથે છેતરપિંડી કરતા આરોપીઓને સાઈબર ક્રાઈમએ ઝડપી પાડ્યા છે. હાલના સમયમાં સારી તેમ જ ઉચ્ચ પગારની નોકરી મળવીએ ખુબ જ અઘરુ કાર્ય છે. તેના કારણે લોકો અલગ અલગ જગ્યાઓ ઉપર નોકરીની તપાસ કરતા હોય છે. જેનો ફાયદો કેટલાક ઠગ લોકો કરતા હોય છે.

fallbacks

વધુમાં વાંચો: સીએમ રૂપાણી આજે સરહદી વિસ્તાર કચ્છના પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ

વાડજમાં રહેતા કૃણાલ દંતાણીએ નોકરી મેળવવા માટે priyainfo@quikr.com અને indigoairlines11@gmail.com પર તેમનો બાયોડેટા મોકલી આપ્યો હતો. જેમાંથી ડેટાના આધારે તેમના પર ફોન આવતો હતો કે તમારી નોકરી નક્કી થઈ ગઈ છે તેમ કહી રજિસ્ટેરશન ફી, યુનિફોર્મ ફી, સિક્યુરીટી ડીપોઝીટ વગેરેના નામે નાણા મંગાવ્યા હતા અને ત્યારબાદ કોઈ જ નોકરી આપી ન હતી. જેની ફરીયાદ સાયબર ક્રાઈમમાં નોંધાઈ હતી.

વધુમાં વાંચો: મિત્તલ જાદવ હત્યા કેસ: ફરાર આરોપી કેતન વાઘેલાને પોલીસે દબોચ્યો

આ ગુનાની ગંભીરતાને ધ્યાનમા લઈને સાયબર ક્રાઈમએ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓ દિલ્હી તેમ જ ઉત્તર પ્રદેશના હોવાનું જાણવા મળ્યું હતુ અને તેઓ ક્વિકર અને નોકરી ડોટ કોમ પરથી નોકરી વાંચ્છુક યુવકોનો ડેટા મેળવી તેમની સાથે છેતરપિંડી કરતા હોવાનું બહાર આવ્યું હતું. આ ગેંગે ગુજરાત, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં અનેક લોકોને કોલ કરી છેતરવાનો પ્રયાસ કર્યો છે.

જુઓ Live TV:-

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More