Home> Gujarat
Advertisement
Prev
Next

ઠંડી છોડો, અંબાલાલ પટેલે તો નવા વર્ષે વાવાઝોડાની કરી દીધી આગાહી : ફરી બધું તહેસનહેસ કરશે

Cyclone Alert : ગુજરાતનાં 10 શહેરોનું તાપમાન 15 ડિગ્રીથી નીચે સરક્યું,,, કચ્છના નલિયામાં ઠંડીનો પારો પહોંચ્યો 8.2 ડિગ્રી પર,,, પોરબંદર, રાજકોટ, ગાંધીનગર અને ડીસામાં નોંધાયું 11થી 13 ડિગ્રી વચ્ચે તાપમાન... આવામાં અંબાલાલ પટેલે નવા વર્ષમાં ચક્રવાતની કરી છે આગાહી

ઠંડી છોડો, અંબાલાલ પટેલે તો નવા વર્ષે વાવાઝોડાની કરી દીધી આગાહી : ફરી બધું તહેસનહેસ કરશે

Gujarat Weather Forecast : ગુજરાતમાં કાતિલ ઠંડીના રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ કચ્છમાં ઠંડીની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા ચક્રવાતની શક્યતા દેખાઈ રહી છે. હાલ ઉત્તરના તેજીલા અને બરફીલા પવનોને કારણે ગુજરાતીઓ ઠુઠવાઈ રહ્યાં છે. 

fallbacks

હવામાનને લઇ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી મુજબ, નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર આવશે. તેમણે ચેતવણી આપી કે, ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા ગુજરાતના હવામાન ઉપર મોટી અસર થશે. આજથી રાજ્યમાં કાતિલ ઠંડીનો દોર શરુ થશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને, કચ્છમાં કાતિલ ઠંડીની આગાહી છે. જોકે, આ વર્ષે કોલ્ડવેવની શક્યતા નહિવત છે. 

ફરી એક વાવાઝોડું આવશે 
અંબાલાલ પટેલે આગાહી કરી કે, અલ નીનો અને ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણની વિપરીત પરિસ્થિતી સર્જાઈ છે. આવી સ્થિતિમાં અરબી સમુદ્રની અંદર લો પ્રેશર સક્રિય થતા ચક્રવાતની પણ શક્યતા છે. કર્ણાટક અને તામિલનાડુ વચ્ચે તેની વધુ અસરની શક્યતા છે. અરબ સાગરના ભેજના કારણે 7 જાન્યુઆરીમાં રાજ્યના વાતાવરણમાં પલટાની શક્યતા છે. 

કેડિલાના રાજીવ મોદીએ યુવતીઓને રાખવા ખાસ પિંક હાઉસ બનાવ્યુ હતું, આવો છે આલિશાન ફાર્મ હાઉસનો અંદરનો નજારો

ગુજરાતના શહેરો બન્યા હિલ સ્ટેશન 
તો બીજી તરફ, ગુજરાતના અનેક શહેરોમાં ઠંડીનું જોર વધ્યું છે. મોટાભાગના શહેરો અને ગામોમાં ગાઢ ધૂમમ્સની ચાદર ફેલાયેલી જોવા મળી છે. આ કારણે વિઝીબલિટી ઘટી છે. વાહન ચાલકો હેડ લાઈટ શરૂ રાખી આગળ ધીરે ધીરે વધી રહ્યા છે. તો વહેલી સવારે વાહન ચલાવવામાં તકલીફ પડી રહી છે. ગુજરાતના અનેક શહેરોમાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો છે. જોકે, આગાહી મુજબ હજી ઠંડીનું જોર વધશે. 

હાલ સ્થિતિ એવી છે કે ગુજરાતનું કોઈ શહેર બાકી નહિ હોય, જ્યાં રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા ન મળ્યો હોય. હવામાન વિભાગના ગુરુવારે સવાર સુધીના લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો, રાજ્યના સાત વિસ્તારોમાં તાપમાન 12 ડિગ્રીથી નીચે નોંધાયું છે. સૌથી નીચું તાપમાન નલિયામાં 8.2 ડિગ્રી નોંધાયું છે. ભુજમાં 11.8 ડિગ્રી, ડીસામાં 11.3 ડિગ્રી તાપમાન નોંધાયું. સૌરાષ્ટ્રના ચાર સ્થળોએ તાપમાન 12 ડિગ્રીથી નીચે નોંધાયું છે. જેમાં અમરેલીમાં 10.4 ડિગ્રી, પોરબંદરમાં 11.2 ડિગ્રી, રાજકોટમાં 11.5 ડિગ્રી અને કેશોદમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદવાદમાં લઘુત્તમ તાપમાન 14.5 ડિગ્રી જયારે ગાંધીનગરમાં 13 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી બે દિવસ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહિવત છે. બે દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થતા ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે. હાલ રાજ્યમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તરપૂર્વી તરફ છે. 

અંગદાન કરીને 20 મહિનાના ફુલ જેવા રિયાંશે દુનિયા છોડી, પરિવારે ભારે હૃદયે વ્હાલસોયાને વિદાય આપી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More