Home> Gujarat
Advertisement
Prev
Next

અંબાલાલ પટેલે તારીખ સાથે કરી વાવાઝોડાની આગાહી, ગુજરાત પર સીધું ત્રાટકશે

Ambalal Patel Prediction : અંબાલાલ પટેલે ચોમાસા પહેલા અને મે મહિનાની આકરી ગરમી વચ્ચે વાવાઝોડાની એન્ટ્રીની આગાહી કરી છે, તેમણે કહ્યું કે મે મહિનાના અંત અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાતની શક્યતા છે

અંબાલાલ પટેલે તારીખ સાથે કરી વાવાઝોડાની આગાહી, ગુજરાત પર સીધું ત્રાટકશે

Gujarat Weather Update : ગુજરાત સહિત સમગ્ર દેશભરના વાતાવરણમાં મોટા પલટા આવી રહ્યાં છે. તેમાં પણ પહેલીવાર એવું બન્યું છે કે મે મહિનામાં ગરમી અને વરસાદના રેકોર્ડ તૂટ્યા છે. એક તરફ જ્યાં ગરમી છે, ત્યાં કમોસમી વરસાદે દસ્તક આપી છે. ત્યારે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી તમારુ ટેન્શન વધારી દેશે. અંબાલાલ પટેલે ચોમાસાની વહેલા આગમના સંકેત આપી દીધા છે. સાથે જ વાવાઝોડાની પણ આગાહી કરી છે. ત્યારે શું છે અંબાલાલ પટેલની આ આગાહી તેના પર એક નજર કરીએ.

fallbacks

ફરી એકવાર મે મહિનામાં આવશે વરસાદ 
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગરમીની આગાહી કરતા જણાવ્યું કે, ૧૭ મે થી રાજ્યમાં આકરી ગરમી પડશે. આગામી દિવસોમાં મહત્તમ ઉષ્ણતામાન 45 ડિગ્રી પાર કરી જશે. રાજ્યમાં આકરી લુ સાથે પવન તથા આંધી વંટોળ રહેશે. આમ, વાતાવરણ ડામાડોળ થવાની સ્થિતિ ઉદભવશે. પરંતું આ વચ્ચે 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે. આંધી વંટોળ સાથે વરસાદ થતા ગરમીમાં રાહત થશે. ૩૦ જૂન સુધી હવામાનમાં પલટો આવતા ગરમીમાં વધઘટ થશે. જેના બાદ 26 મે થી રોહિણી વરસાદ થતા વચ્ચે ગરમી પડશે.

જાણીતી સિંગરનો દાવો, શાહરૂખ ખાન અને કરણ જોહર લંડન જઈ ચૂપચાપ કરતા હતા આ કામ

ચોમાસાની આગાહી
અંબાલાલ પટેલે ચોમાસાની આગાહી કરીને લોકોને ખુશ કરી દીધા છે. ચોમાસુ રાજ્યમાં વહેલું આવવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 7 થી 14 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું વરસાદની શક્યતા છે. આજથી આદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે. 24 મે સુધી માં આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જાય છે. 

ગુજરાતીઓ જ્યાં રાત રંગીન કરવા જાય છે એ શહેર ડૂબી જશે પાણીમાં

વાવાઝોડું આવશે 
જોકે, હવામાન નિષ્ણાતે વધુ એક વાવાઝોડાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે. દક્ષિણ પૂર્વીય તટો પર ભારે પવન ફૂંકાશે. 28 મેથી ભારતના દક્ષિણ છેડે વરસાદ આવી શકે છે. હવામાન ખાતુ ચોમાસાને લઈ જાણકારી જાહેર કરશે. હિન્દ મહાસાગર ગરમ રહેતા અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાત ઉભું થશે. મે મહિનાના અંત અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાતની શક્યતા છે. અરબી સમુદ્રમાં ચક્રવાત ગુજરાતને અસર કરશે. 8 જૂનથી દરિયામાં પવન બદલાશે, જેના બાદ 14 જૂન સુધી રાજ્યમાં વરસાદ લાવશે. 17 થી 24 જૂનમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ થઈ શકે. 

સારા સમાચાર એ છે કે, રાજ્યમાં 2024 ના ચોમાસામાં 106 ટકા વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 

પરેશ ગોસ્વામીની નવી આગાહીથી ચોંકી ઉઠશો, મે મહિનામાં આ દિવસો બરાબરના તપશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More