Home> Gujarat
Advertisement
Prev
Next

સૌરાષ્ટ્રમાં તોફાન બાદ તારાજી, વાવાઝોડાએ ઉનાળુ પાકની મહેનત પર ફેરવી દીધું પાણી 

ગુજરાતમાં ત્રાટકેલાં વિનાશક વાવાઝોડાને કારણે ભારે નુકસાની થઈ છે. એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં વાવાઝોડાએ ઉનાળું પાકનો દાટ વાળી દીધો.

સૌરાષ્ટ્રમાં તોફાન બાદ તારાજી, વાવાઝોડાએ ઉનાળુ પાકની મહેનત પર ફેરવી દીધું પાણી 

જયેશ ભોજાણી, ગોંડલઃ ગુજરાતમાં ત્રાટકેલાં વિનાશક વાવાઝોડાને કારણે ભારે નુકસાની થઈ છે. એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં વાવાઝોડાએ ઉનાળું પાકનો દાટ વાળી દીધો. જેને કારણે હાલ જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. એક તરફ કોરોનાને કારણે ધંધા-રોજગારને માઠી અસર પહોંચી છે. બીજી તરફ આકાશથી આવેલી આ આફતે ખેડૂતોને દયનીય સ્થિતિમાં મુકી દીધાં છે.

fallbacks

fallbacks

આ સ્થિતિને પગલે ઉલ્લેખનીય છેકે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને આકલન કર્યું. અને ત્યાર બાદ અમદાવાદ પહોંચીને સમગ્ર સ્થિતિની સર્વ ગ્રાહી સમીક્ષા અને પરિસ્થતિની વિગતો એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી. જેમાં મુખ્યમંત્રી રૂપાણી સહિત સરકાર વિવિધ વિભાગોના ઉચ્ચઅધિકારીઓ હાજર રહ્યાં. અસરગ્રસ્તો માટે રાહત પણ જાહેર કરાઈ.

સમગ્ર સૌરાષ્ટ્રમાં અને ગુજરાત માં તૌકત વવાજોડા ની ભારે અસર જોવા મળી છે. વવાજોડું ગુજરાતને ઘમરોળી ને આગળ તો નીકળી ગયું છે. પરંતુ વાવાજોડા ના ગયા પછી વેરેલા વિનાશ ના દ્રશ્યો સામે આવી રહ્યા છે. એક તરફ કોરોના અને બીજી તરફ વવાજોડા થી ખેડૂતો ની સ્થિતિ અતિ દયનિય બની છે. વવાજોડાથી સૌરાષ્ટ્રમાં ખેતી અને બાગાયતી ખેતી માં મોટું નુકસાન જવા પામ્યું છે. રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં પણ વાવાજોડા ને લઈ ને જે ખેડૂતો ને નુકસાન થયું છે ખેડૂતો દવારા તૈયાર કરેલ ઉનાળુ પાક ની મહેનત પર વાવાજોડા એ પાણી ફેરવી દીધું છે.

ગોંડલ તાલુકા માં  ખેડુતો દ્વારા  તૈયાર ઉનાળુ પાક નું મોટા ભાગે ધોવાણ થયેલ છે. ખેડૂતો એ ઉનાળા ના તલ, મગ, બાજરી, મગફળી અળદ, ડુંગરી સહિતના પાક લણીને ખેતર માં પડેલા હતા ત્યારે જ ભારે પવન સાથે વરસાદી વાવાઝોડું ત્રાટકી ને ખેડૂતો ને તબાહ કર્યા છે.

ગત વર્ષે અતિવૃષ્ટિ, લોકડાઉં જેવી સ્થિતિ ને લઈ ને ખેડુતો ને મોટું નુકસાન ગયું હતું, હાલ ખેડૂતો સરકાર પાસ તૌકતે ને હિસાબે થેયેલ નુકસાન નું સર્વે તાત્કાલિક કરાવે એને ખેડૂતો ને નુકસાન ની સામે રક્ષણ આપે અને તત્કાલિત સર્વે કરે તેવી માગ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More