Home> Gujarat
Advertisement
Prev
Next

બિપરજોય વિશે મોટા ખબર, ગુજરાત તરફ આવતા વાવાઝોડાની સ્પીડ તો ઘટી પરંતુ....

બિપરજોય વાવાઝોડું ઝડપથી આગળ વધી રહ્યું છે. આજે તે ગુજરાતના જખૌ નજીક ત્રાટકે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. વાવાઝોડું ગુજરાતના કાંઠેથી હવે 170 કિમી દૂર છે. ભારે વરસાદ થવાની આશંકાના પગલે 90 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાત સુધીમાં બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા સાથે ટકરાઈ શકે છે. 

બિપરજોય વિશે મોટા ખબર, ગુજરાત તરફ આવતા વાવાઝોડાની સ્પીડ તો ઘટી પરંતુ....

બિપરજોય વાવાઝોડું ઝડપથી આગળ વધી રહ્યું છે. આજે તે ગુજરાતના જખૌ નજીક ત્રાટકે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. વાવાઝોડું ગુજરાતના કાંઠેથી હવે 170 કિમી દૂર છે. ભારે વરસાદ થવાની આશંકાના પગલે 90 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાત સુધીમાં બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા સાથે ટકરાઈ શકે છે. અને આ સમય હોય શકે છે સાંજના 5 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધીનો. તેથી જ એટલે જ ગુજરાત માટે આજે સાંજના 6 વાગ્યાથી રાત્રિના 9.30 વાગ્યા સુધીનો સમય ભારે છે. આજે કચ્છના જખૌ પોર્ટ નજીક બિપરજોય વાવાઝોડું ટકરાવાનું છે.

fallbacks

વાવાઝોડાની સ્પીડ ઘટી પણ...
ગુજરાત તરફ આગળ વધી રહેલા આ બિપરજોય વાવાજોડા અંગે રાહત કમિશનર આલોક પાંડેએ આજે એક મહત્વની માહિતી આપી છે. તેમણે કહ્યું કે વાવાઝોડા બિપરજોયે પોતાની ઝડપ ઘટાડી છે પરંતુ પવનની ઝડપ 110-125 કિમીની આસપાસ રહેશે જે ખુબ ખતરનાક છે. 

આ અગાઉ આજે IMD ના ડાઈરેક્ટર જનરલ ડો. મૃત્યુંજય મોહાપાત્રે જણાવ્યું કે વાવાઝોડાની વીન્ડ સ્પીડ હાલ 125 થી 135 કિમી પર જોવા મળી રહી છે. આજ સાંજ સુધીમાં તે જખૌ આજુબાજુ સૌરાષ્ટ્ર-કચ્છ પાકિસ્તાનના દરિયા કાંઠાને હીટ કરશે. ત્યારે તેની વીન્ડ સ્પીડ 115-125 થી 140 કિમી પ્રતિ કલાકની આગાહી કરાઈ છે જે એક વેરી સિવિયર સાઈક્લોન છે. તેમણે એમ કહ્યું કે આજે વાવાઝોડું થોડું નબળું પડે તેવી શક્યતા હતી અને એવું થયું છે. પણ આમ છતાં આ વેરી સિવિયર સાઈક્લોનિક સ્ટ્રોમ છે. 

વાવાઝોડાની લેટેસ્ટ સ્થિતિ
હવામાન ખાતાએ જણાવ્યા મુજબ વાવાઝોડાની લેટેસ્ટ સ્થિતિ જોઈએ તો હાલ આ બિપરજોય નામનું વાવાઝોડું જખૌ બંદરથી 170 કિમી દૂર છે. જ્યારે દેવભૂમિ દ્વારકાની પશ્ચિમે 210 કિમી દૂર છે. વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં રેડ અલર્ટ જાહેર છે. બિપરજોય વાવાઝોડાને ટ્રેક કરવા માટે Live Tracker. 

આઉટરલાઈનને ટચ થઈ ચૂક્યું છે
વાવાઝોડું ત્રાટકશે ત્યારે તેની સૌથી વધુ અસર કચ્છ અને તેની આસપાસના જિલ્લા એટલે કે મોરબી, જામનગર, દ્વારકામાં સૌથી વધારે જોવા મળશે. કચ્છ અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થઈ શકે છે. હાલ બિપરજોય વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મના સ્વરૂપમાં છે. વાવાઝોડું ટકરાય ત્યારે પવનની ગતિ 120થી 130 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે. જે બાદમાં વધીને 150 કિલોમીટર પ્રતિ કલાક પણ થઈ શકે છે. રાહત કમિશનર આલોક પાંડેએ વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ આપતા એમ પણ કહ્યું કે, વાવાઝોડુ આઉટર લાઈનને ટચ થઈ ચૂક્યું છે.

આજે અહી પડશે વરસાદ
આગામી 3 કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. ગાંધીનગર, જામનગર, દ્વારકામાં વરસાદની આગાહી કરાઈ છે. પોરબંદર અને કચ્છમાં પણ વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર, હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીરસોમનાથ, બોટાદ, દીવમાં છુટોછવાયો વરસાદ થઈ શકે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More