Home> Gujarat
Advertisement
Prev
Next

Biparjoy Cyclone: કયામતનો સમય તો હજુ બાકી? વાવાઝોડાની આંખ મધરાતે ટકરાશે, જાણો કેમ ગણાય છે ખતરનાક

ચક્રવાત બિપરજોયનું ગુજરાતના કાંઠે લેન્ડફોલ શરૂ થઈ ગયું છે. આ દરમિયાન 115-125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન ખાતાના મહાનિદેશક ડો. મૃત્યુંજય મહાપાત્રના જણાવ્યાં મુજબ મધરાત સુધી લેન્ડફોલ ચાલુ રહેશે.

Biparjoy Cyclone: કયામતનો સમય તો હજુ બાકી? વાવાઝોડાની આંખ મધરાતે ટકરાશે, જાણો કેમ ગણાય છે ખતરનાક

ચક્રવાત બિપરજોયનું ગુજરાતના કાંઠે લેન્ડફોલ શરૂ થઈ ગયું છે. આ દરમિયાન 115-125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન ખાતાના મહાનિદેશક ડો. મૃત્યુંજય મહાપાત્રના જણાવ્યાં મુજબ મધરાત સુધી લેન્ડફોલ ચાલુ રહેશે. જો કે આઈ ઓફ સાયક્લોન ('Eye Of Cyclone) હજુ કાંઠે ટકરાઈ નથી. હવામાન ખાતા  તરફથી જણાવવામાં આવ્યું છે કે આઈ ઓફ સાઈક્લોન કોઈ પણ ચક્રવાતનો સૌથી ખતરનાક ભાગ હોય છે. 

fallbacks

વાવાઝોડા લેટેસ્ટ અપડેટ
ગુજરાતના કાંઠે વાવાઝોડાની લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હાલ વાવાઝોડું જખૌ બંદરથી 40 કિમી દૂર છે. દેવભૂમિ દ્વારકાથી 110 કિમી દૂર છે. 

શું હોય છે આઈ ઓફ સાઈક્લોન?
વાવાઝોડું બિપરજોય લગભઘ 300 કિમીનું એક ઝોન બનાવીને સમુદ્રમાં આગળ વધી રહ્યું છે. તેના વચ્ચેના ભાગમાં આઈ ઓફ સાઈક્લોન છે. આઈ ઓફ સાઈક્લોનના ગુજરાતના તટ સુધી પહોંચતા 3 કલાક જેટલો સમય લાગશે કારણ કે તે તોફાનનો વચ્ચેનો ભાગ છે. જાણકારોનું કહેવું છે કે આઈ ઓફ સાઈક્લોનની જગ્યા પર પવનની ઝડપ સૌથી વધુ હોય છે. તે જ્યારે તટે ટકરાય છે ત્યારે સૌથી વધુ નુકસાન થાય છે. કોઈ પણ ચક્રવાતના કેન્દ્રવાળા ભાગમાં 'આઈ ઓફ સાઈક્લોન' હોય છે. 

વાવાઝોડાની આંખ કેમ હોય છે ખતરનાક
કોઈ પણ પ્રચંડ ચક્રવાતી તોફાન લગભગ 250થી 300 કિમીટર લાંબુ વેધર ફિનોમિના હોય છે. તેના અલગ અલગ ઝોનમાં હવાની ઝડપ અલગ અલગ હોય છે. બહારના ક્ષેત્રોમાં પવનની ઝડપ ઓછી હોય છે. જ્યારે વચ્ચેના ભાગમાં ઝડપ વધુ હોય છે. આ કારણે વચ્ચેના ભાગને જ આઈ ઓફ સાઈક્લોન કહે છે. જ્યાં પવનની ઝડપ સૌથી વધુ હોય છે. તે ખુબ જ ખતરનાક હોય છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ તોફાનના આઈ ઓફ સાઈક્લોન પર હવાની ઝડપ 130થી 140 કિમી પ્રતિ કલાકની છે. 

બિપરજોય વાવાઝોડાની આંખ ક્યાં ટકરાશે
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ગુજરાતના જખૌ પોર્ટ અને પાકિસ્તાનના કરાંચી પાસેથી આ વાવાઝોડાની આંખ પસાર થશે.  આ કારણે આ વિસ્તારોમાં ભારે નુકસાનની સંભાવના છે. તે સમયે પવનની ઝડપ લગભગ 140 કિમી સુધી હોઈ શકે છે. આઈ ઓફ સાઈક્લોન ગુજરાતના તટ સાથે લેન્ડફોલની શરૂઆત થયાના લગભગ 4 કલાક બાદ પસાર થશે. અત્રે જણાવવાનું કે બિપરજોય વાવાઝોડાની આંખનો ઘેરાવો 50 કિમી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More