Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં લોકડાઉન! : 2 દિવસ આ ગામોમાં બધું જ રહેશે બંધ, પોલીસ આપશે પરમિશન

Gujarat Weather Forecast : આવતી કાલે સાંજે 4થી રાત્રે 8 વાગ્યે કચ્છના જખૌ બંદરે ટકરાશે વાવાઝોડું,,, 125થી 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી....

ગુજરાતમાં લોકડાઉન! : 2 દિવસ આ ગામોમાં બધું જ રહેશે બંધ, પોલીસ આપશે પરમિશન

Cyclone Biparjoy Live Tracking : આઈએમડી અનુસાર, ચક્રવાત કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે જખાઉ બંદર નજીક 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે 15 જૂનની સાંજે 150 કિમી પ્રતિ કલાકની ઝડપે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશના દરિયાકાંઠાના ભાગો, ખાસ કરીને કચ્છ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે પવન સાથે અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ગુજરાતમાંથી 50 હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે તો મંદિરો, બંદરો અને પ્રવાસન સ્થળો બંધ કરી દેવાયા છે. સરકારે એસટી બસો અને ટ્રેનો કેન્સલ કરવાની સાથે કેટલીક જગ્યાએ ટૂંકાવી દીધી છે. 

fallbacks

હાલમાં અરબ સાગરમાં ચક્રવાતી " Biparjoy" વાવાઝોડું સર્જાયું છે, જે આગામી સમય દરમિયાન ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. જેના લીધે કચ્છ જિલ્લાના દરિયા કાંઠા વિસ્તાર સાથે કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ખૂબ ઝડપી અને ભારે વરસાદ સાથે પવન ચુકાવાની તથા ઉંચા દરિયાઈ મોજાઓ ઉછળવાની પ્રબળ શક્યતા હોઈ આ સમગ્ર કચ્છ જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે વરસાદ અને ચક્રવાતથી જાનમાલને નુકશાન થતું અટકાવવા માટે અગમચેતીના પગલા રૂપે કચ્છ જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારના સંભવિત અસર પામનાર ગામોમાં બજારની તમામ દુકાનો/ ગલ્લાઓ લારીઓ બંધ કરવા માટે સરકારે કોરોના બાદ પ્રથમવાર જાહેરનામું બહાર પાડ્યું છે. 

અમદાવાદમાં થશે વાવાઝોડાની અસર, તંત્રની આ સૂચનાઓનો ખાસ અમલ કરજો

જેથી હું અમિત અરોરા, આઇ.એ.એસ. જિલ્લા મેજીસ્ટ્રેટ કચ્છ- ભુજ ફોજદારી કાર્યરીતી અધિનિયમ (સીઆર.પી.સી.) ૧૯૭૩ (૧૯૭૪ ના ન ૨)ની કલમ ૧૪૪ અન્વયે મને મળેલ અધિકારની રૂએ કચ્છ જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારના સૈભવિત અસર પામનાર દયાપર, દોલતપર, પાન્ધો-વર્માનગર, માતાનામઢ, કોટડા જડોદર, નારાયણ સરોવર, નલીયા, કોઠારા, નખત્રાણા ગામોમાં બજારની તમામ દુકાનો/ ગલ્લાઓ લારીઓ બંધ કરવા હુકમ ફરમાવું છું.

અમલવારીનો સમય તથા વિસ્તાર
કચ્છ જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારના સંભવિત અસર પામનાર દયાપર, દોલતપર, પાન્ધો-વર્માનગર, માતાનામઢ, કોટડા જડોદર, નારાયણ સરોવર, નીથા, કોઠારા, નખત્રાણામાં તા.૧૪/૦૬/૨૦૨૩ ના ક. ૨૦-૦૦ થી તા. ૧૬/૦૬/૨૦૨૩ ના ક. ૦૬–૦૦ સુધી હુકમનો અમલ કરવાનો રહેશે.

કચ્છમાં વાવાઝોડાનું કાઉન્ટડાઉન શરૂ : જખૌ ફટાફટ ખાલી થવા લાગ્યું

આ ચાલુ રહેશે 
1. મેડીકલ સ્ટોર, દુધ વેચાણ કેન્દ્રો તથા પેટ્રોલપંપ ચાલુ રાખવાના રહેશે.
2. આ જાહેરનામામાંથી કોઇ વ્યક્તિને અનિવાર્ય સંજોગોવસાત મુકિત આપવાની થાય તો તે અંગેના અધિકાર જેતે પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જને આપવામાં આવે છે.

નિયમનું પાલન ન કરવા પર થશે દંડ
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આગાહીકાર અંબાલાલ પટેલે તો કહી દીધું, વાવાઝોડું વિનાશ વેરશે, કાળો કેર વર્તાવશે

કોજદારી કાર્યરીતી અધિનીયમની કલમ - ૧૯૫ ની આદેશાત્મક જોગવાઇઓ ધ્યાને લઇ આ જાહેરનામાનો ભંગ બદલ ભારતીય ફોજદારી ધારાની કલમ – ૧૮૮ અન્વયે ગુના કામે આ જાહેરનામા હેઠળ તપાસ કરવાનાં, જાહેરનામાનાં પાલન કરાવવાના અને તપાસના અંતે ફરીયાદ રજુ કરવાના અધિકાર જિલ્લાના પોલીસ અધિકારીઓ તેમજ ઠંડ કોન્સ્ટેબલ કે તે ઉપરનાં કર્મચારીઓને રહેશે.

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : હવેના બે દિવસ ગુજરાત માટે ભારે, આવતીકાલે સાંજે ટકરાશે

25 કલાક બાદ ગુજરાતમાં ત્રાટકશે વાવાઝોડું. જી હા, વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને આવતીકાલે સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં ગુજરાતના દરિયાકિનારે ટકરાશે. કચ્છના જખૌ પોર્ટ નજીક આવતીકાલે સાંજે વાવાઝોડું ટકરાવાનું છે..અને આ વાવાઝોડું ટકરાયા બાદ કચ્છ અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થવાની આગાહી કરવામાં આવી છે. હાલ બિપરજોય વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ છે પરંતુ આગળ વધતા તેની ગતિમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે..હાલ વાવાઝોડું ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી આગળ વધી રહ્યું છે. જ્યારે આ ચક્રવાત ટકરાશે ત્યારે 125 થી 135 કિમીની ઝડપે પવન ફુંકાશે અને સાથે જ કચ્છ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે. કચ્છ, જામનગર, દ્વારકા, મોરબીમાં ભારે વરસાદ પડી શકે તો પોરબંદર અને રાજકોટમાં વરસાદ પડવાની સંભાવના છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More