Home> Gujarat
Advertisement
Prev
Next

Cyclone Biparjoy: સોમનાથમાં વોક-વે, લાઈટ એન્ડ સાઉન્ડ શો બંધ કરાયા, વાવાઝોડાને જોતા મંદિર ટ્રસ્ટનો નિર્ણય

Cyclone Biparjoy: ગુજરાતમાં આવી રહેલાં વાવાઝોડાને જોતા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરિયાકાંઠાના વિસ્તારમાં સરકાર અને તંત્ર એલર્ટ મોડ પર છે. બસ અને ટ્રેન સેવાઓ અનેક જિલ્લામાં બંધ કરી દેવામાં આવી છે. આ વચ્ચે સોમનાથ ટ્રસ્ટે લોકોને આ સમયમાં મંદિરે દર્શન માટે ન આવવાની સલાહ આપી છે. 

Cyclone Biparjoy: સોમનાથમાં વોક-વે, લાઈટ એન્ડ સાઉન્ડ શો બંધ કરાયા, વાવાઝોડાને જોતા મંદિર ટ્રસ્ટનો નિર્ણય

ગીર સોમનાથઃ ગુજરાતમાં આવતીકાલે વાવાઝોડું બિપરજોય ટકરાવાવનું છે. તંત્ર એલર્ટ મોડ છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના આઠ જિલ્લાઓમાં આ વાવાઝોડાની વધુ અસર થઈ શકે છે. વાવાઝોડાની અસર સોમનાથમાં પણ થવાની છે. આ વચ્ચે સોમનાથ મંદિર ટ્રસ્ટે ભક્તોને સોમનાથ ન આવવા માટે ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે. યાત્રીકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટ દ્વારા લોકોને આ અપીલ કરવામાં આવી છે. 

fallbacks

સોમનાથમાં તંત્ર સક્રિય
પ્રધાનમંત્રી અને ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ યાત્રીઓની સુરક્ષા અને સલામતી અંગે સતત કાળજી લઈ રહ્યું છે. સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈના સતત માર્ગદર્શનમાં ટ્રસ્ટ દ્વારા તમામ મોરચે પૂર્વ તૈયારીઓ પરિપૂર્ણ કરવામાં આવી છે.  વાવાઝોડાને ધ્યાનમાં રાખી સમુદ્રપથ પ્રોમોનેડ (વોક-વે) બંધ કરવામાં આવ્યો છે. તેમજ શ્રી સોમનાથના ઈતિહાસને ઉજાગર કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ બંધ કરવામાં આવ્યો છે. સોમનાથ ટ્રસ્ટના તમામ ભવનોમાં અત્યારે રોકાયેલ યાત્રીઓને પરિસ્થિતિથી અવગત કરી અનુસાર માર્ગદર્શન આપવામાં આવ્યું છે. 

સોમનાથ મંદિર પરિસરની બહારના કલોક રૂમ, શું હાઉસ, ના બોર્ડ અને હોર્ડિંગ, સાઈનેજિસ ઉતારી લેવામાં આવ્યા છે, મંદિર પરિસરમાં બહારથી આંદર સુધી યાત્રીઓની સુવિધા માટે લગાવવામાં આવેલ પગોડા (ટેન્ટ), ભારે પવનની શકયતાઓને કારણે અગાઉ જ ઉતારી લેવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં વરસાદના પાણીથી દર્શનાર્થી લપસે નહિ તેના માટે આર્ટિફિશ્યલ ગ્રાસ લગાવવામાં આવ્યા છે. ટ્રસ્ટની આપત્તિ વ્યવસ્થાપન કમિટી સતત કાર્યવાહીના અપડેટ લઈ રહી છે.

બિપોરજોય વાવાઝોડાને કારણે તેમજ તેની આડ અસરો ને કારણે ભારે હવાઓ અને વરસાદ ની સ્થિતિમાં રેલવે વિભાગ દ્વારા સોમનાથ આવતી જતી ટ્રેન મોકૂફ રાખવામાં આવી છે. વરસાદને કારણે માર્ગો પર વિઝિબ્લીટીની સમસ્યાને કારણે અનેક બસ સર્વિસ પણ બંધ કરવામાં આવી છે. વાવાઝોડાને લીધે બહારથી સોમનાથ આવનાર શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં ન મુકાય તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ શ્રદ્ધાળુઓને આ સમયમાં સોમનાથ દર્શન માટે ન આવવા અપીલ કરે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં રેડ એલર્ટ! 50 હજારનું રેસ્ક્યું, મંદિરો-પ્રવાસન સ્થળો બંધ, બસો-ટ્રેનો બંધ

સોમનાથમાં આવેલા યાત્રિકો માટે ટ્રસ્ટ દ્વારા રહેઠાણ અને ભોજન વ્યવસ્થા વિગેરેમાં શ્રદ્ધાળુઓને મુશ્કેલી ન પડે તેમજ શ્રી સોમનાથ મંદિરમાં દર્શન પણ થાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે. પરંતુ વાવાઝોડાને લઈને બહારથી આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ સમય દરમ્યાન તેઓને સોમનાથ દર્શન માટે ન આવવા માટે ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More