Weather Update બનાસકાંઠા : બિપરજોય વાવાઝોડાથી બનાસકાંઠામાં ધોધમાર વરસાદથી ભારે તબાહી જોવા મળી છે. ધાનેરાના જડિયા ગામે વરસાદના પાણી ઓસરતા તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. જડિયા ગામે 200થી વધુ મકાનોમાં નુકસાન થયું છે. તો પૂર આવતા ઘરવખખરી અને પાક તણાઈ જતા લાખોનું નુકસાન થયું છે. શનિવારે રાત્રે ભારે વરસાદથી ગામમાં 5 ફૂટ જેટલું પાણી ભરાયું હતું. જેમાં દૂધ મંડળીમાં ભારે નુકસાન સાથે ગૌશાળાની 25 ગાયોના મોત થયા હતા. તો તબાહી બાદ ગામમાં પહોંચેલા કલેક્ટરે હાલ તો લોકોને સહાયની ખાત્રી આપી છે. પરંતુ હાલ કાદવ-કીચડના સામ્રાજ્યમાં રહેવામાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
બિપોરજોય વાવાઝોડા પગલે બનાસકાઠા અને દક્ષિણ રાજસ્થાનમાં ભારે વરસાદ પડ્યો છે. ત્યારે રાજસ્થાનના પાણીએ ધાનેરા તાલુકાના જડીયા ગામે વિનાશ વેર્યો. ગામના ૨૦૦ થી વધારે મકાનોને ભારે નુકસાન થયું છે. ઘરવખરી અને ખેતીનો લીધેલો પાક તણાયો છે. તો બનાસકાંઠાના અમીરગામ પાસે કોઝ વે ધોવાયો છે. વિરમપુરનો કોઝ વે ધોવાતા 3 ગામનો સંપર્ક કપાયો છે. ભટાવા, ચડવા અને હડવા ગામનો સંપર્ક કપાયો છે. પાણીનું વહેણ ઓછું થતાં તૂટેલા રસ્તામાંથી લોકો પસાર થવા મજબૂર બન્યા છે. વાહન વ્યવહાર બંધ હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
અંબાલાલ પટેલની આગાહી, ગુજરાત પર વધુ એક સંકટ માટે તૈયાર રહો, રણ તરફથી આવશે આ આફત
બનાસકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. ઉપરવાસમાં વરસાદથી જિલ્લાના ડેમ પાણીની આવક વધી છે. દાંતીવાડા ડેમમાં 54 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. સીપુ ડેમમાં 25 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ત્રણ વર્ષથી ખાલીખમ સીપુ ડેમમાં આખરે પાણી ભરાયા છે.
બનાસકાંઠામાં પૂરથી દરેક પરિવારને પાંચથી સાત લાખનું સરેરાશ નુકસાન થયું છે. શનિવારે રાત્રે બાર કલાકે આપેલું પાણી આખા ગામમાં ફરી વળ્યું હતું. જેથી મોટાભાગના ગામોમાં સરેરાશ પાંચ ફુટ પાણી હતું. ગામની દુધ મંડળીને વ્યાપક નુકસાન થયું છે.
બીજા રાજ્યના બુટલેગરોએ દાહોદ પોલીસ પર કર્યો હુમલો, પોલીસ જીપ પણ બાળી નાંખી
બનાસકાંઠામાં ઉપરવાસમા ભારે વરસાદના કારણે રેલ નદીના પાણીનુ સ્તર ધીમેધીમે વધતા નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. બિપોર જોય વાવાઝોડાના કારણે ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ધાનેરા અને થરાદ તાલુકાના ગામોમાં પાણી પહોંચ્યું છે. થરાદના પાવડાસણ ગામના 12 થી વઘુ પરિવારના લોકોને સ્થાળાંતર કરાયા છે. પાવડાસણ અને ડુવા ગામને જોડતા રોડ પર રેલ નદીનું પાણી ફરી વળતા બંન્ને ગામનો સંપર્ક તૂટ્યો છે. વધુ પરિસ્થિતિ વણસે એ પેલા તંત્ર સજાગ થયું છે. એસ.ડી.આર.એફ ના 25 જવાનો પાવડાસણ ગામે પહોચ્યા હતા. જો ઉપરવાસમા વધુ વરસાદ પડે તો રેલ નદી વિનાશ સર્જી શકે છે.
રૂપ રૂપનો અંબાર લાગી ગીતા રબારી, લંડન પહોંચીને બદલાઈ ગયો લુક, PHOTOs
બનાસકાંઠાના અમીરગઢમાં ધોધમાર વરસાદ પડતાં ગઈકાલે વિરમપુર પુરથી ભટાવાસ જવાના માર્ગ ઉપર આવેલો કોઝવે તૂટી પાણીમાં ગરકાવ થઈ જતા ભટાવાસ,ચનવાયા,હડમાના નામના ત્રણ ગામો સંપર્ક વિહોણા થયા હતા જેને લઈને ત્રણ ગામોના અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા.નદી પર બનાવેલ કોઝવે પાણીના વહેણમાં ધોવાઈ જતા તેમજ ત્રણ ગામો તરફ જવાનો આ એકજ માર્ગ હોવાથી લોકોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ હતી.જોકે હવે પાણીનું વહેણ ઓછું થતા લોકો વેહણ માંથી મહામુસીબતે પાણી માંથી પસાર વિરમપુર તરફ આવી રહ્યા છે જોકે કોઝવે તુટીએ જતા ત્રણ ગામમાં વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે ,જેથી સ્થાનિકોનું કહેવું છે કે કોઈ બીમાર હોય તો હવે ગામમાં વાહન આવવુ મુશ્કેલ છે માટે લોકો જલ્દીથી કોઝવે બને તેવી કરી રહ્યા છે માંગ.
રથયાત્રા પહેલા મામાના ઘરેથી આવેલા ભગવાન માટે તૈયાર કરાયો આ ખાસ મેનુ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે