Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ થઈ, 24 કલાકમાં 29 તાલુકામાં વરસાદ પડ્યો

 વાવાઝોડું (cyclone) 3 જૂનના રોજ સાંજે અથવા રાત્રે ઉત્તર મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયામાં હરિહરેશ્વર દમણ વચ્ચે ત્રાટકવાનું છે. ત્યારે રાજ્યમાં સંભવિત વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 29 તાલુકામાં વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં તાપીના વાલોડમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. તો ભાવનગરમાં 1 ઈંચ વરસાદ પડ્યો છે. અમરેલીના ધારીમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતના દરિયા કિનારાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. 

ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ થઈ, 24 કલાકમાં 29 તાલુકામાં વરસાદ પડ્યો

ઝી મીડિયા/બ્યૂરો : વાવાઝોડું (cyclone) 3 જૂનના રોજ સાંજે અથવા રાત્રે ઉત્તર મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયામાં હરિહરેશ્વર દમણ વચ્ચે ત્રાટકવાનું છે. ત્યારે રાજ્યમાં સંભવિત વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 29 તાલુકામાં વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં તાપીના વાલોડમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. તો ભાવનગરમાં 1 ઈંચ વરસાદ પડ્યો છે. અમરેલીના ધારીમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતના દરિયા કિનારાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. 

fallbacks

દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ત્રાટકશે વાવાઝોડું, 90-100 કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાય તેવી શક્યતા

અરબી સમુદ્રમાંથી ઉદભવેલું ડિપ્રેશન હવે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. આગામી 12 કલાકમાં આ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઈ જશે. ડીપ ડિપ્રેશન 6 કલાકમાં 11 કિલોમીટરનું અંતર કાપે છે. હાલ આ ડીપ ડિપ્રેશન સુરતથી 710 કિલોમીટર છે. જે આવતીકાલ સુધી ગુજરાતના દરિયાકાંઠે પહોંચી જશે. 

કેન્દ્ર પાસેથી એનડીઆરએફની 5 ટીમની માંગણી કરાઈ 
સંભવિત વાવાઝોડાને પગલે એનડીઆરએફની વધુ 5 ટીમ માટે કેન્દ્ર પાસે માંગ કરાઈ છે. દિલ્હીથી ટીમોને ગુજરાત લાવવાના પ્રયાસો શરૂ કરાયા છે. ગુજરાતની એનડીઆરએફની 12 ટીમો અને કેન્દ્રની વધુ 5 ટીમો સહિત 17 ટિમો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં તૈનાત રહેશે.

ઉઘાડી લૂંટ કરતી અમદાવાદની ખાનગી હોસ્પિટલોએ કોરોનાની સારવાર માટે આખરે ભાવ ઘટાડ્યો 

અમદાવાદમા 12 વૃક્ષો પડ્યા
અમદાવાદમાં ગઈકાલે રાત્રે ભારે પવન સાથે વરસાદ ખાબકી પડ્યો હતો. જેને કારણે શહેરમાં અલગ અલગ 12 જગ્યાએ વૃક્ષો પડવાના બનાવ બન્યા છે. Amc ગાર્ડન વિભાગ અને ફાયર બ્રિગેડે તમામ સ્થળે કામગીરી કરી માર્ગ ખુલ્લા કર્યા છે. ગઈકાલે અમદાવાદમાં વીજ કડાકાઓ સાથે વરસાદ પડ્યો હતો. જેમાં ખોખરા, હાટકેશ્વર, અમરાઈવાડી, મણિનગર, નારોલ, ઈશનપુર, ઘોડાસર, વટવા, જશોદાનગર, વસ્ત્રાલ, ઓઢવ, રખિયાલ, સરસપુર, નરોડા, બાપુનગર સહિત અનેક વિસ્તારોમા પણ વરસાદ નોંધાયો હતો. 

મંત્રીની વહુ અને ફેમસ ટીવી એક્ટ્રેસ કોરોનાનો શિકાર થઈ, આખો પરિવારને કોરોના નીકળ્યો

વડોદરામાં કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો 
વાવાઝોડાના પગલે વડોદરા કલેક્ટરે કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો છે. 2 થી 5 મી જૂન વાવાઝોડાની અસર વડોદરા શહેર અને જિલ્લામાં વધતા ઓછા પ્રમાણમાં અનુભવાશે. ત્યારે વડોદરામાં પણ વરસાદ અને પવનની શક્યતા હોવાની હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે તમામને તકેદારીના પગલાં લેવા સૂચના આપી છે. જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા તંત્રને સાવધ કરવાની સાથે તકેદારીના તમામ પગલાં લેવાની સૂચના આપી છે. 4 જૂનના રોજ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More