Gujarat Rains: ગુજરાતમાં લાંબા સમયથી મેઘરાજા આરામ પર હતા. જોકે, બુધવારે બપોર બાદ અચાનક જ મોટા ભાગના શહેરોમાં વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અમદાવાદ, સુરત, છોટાઉદેપુર સહિતના શહેરોમાં વરસાદે સટાસટી બોલાવી દીધી હતી. માત્ર બેથી અઢી કલાકના વરસાદના કારણે રાજ્યના અનેક શહેરોમાં પાણી ભરાવાની તસવીરો પણ સામે આવી.
ગુજરાતમાં ક્યા ફૂંકાશે ઝડપી પવન? કયા જિલ્લાઓમા છે ભારે વરસાદની આગાહી? ક્યારે થશે બંધ
ગમે તે ક્ષણે ભરાઈ શકે છે ગુજરાતનો સૌથી મોટો ડેમ, આ વિસ્તારોને કરાયા સચેત! ધડાધડ પાણી
ગુજરાતમાં અત્યંત બફારા વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે તો બીજી તરફ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ફરી એક વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ હતી. સુરત, અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. જેના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી.
પહેલા દિવસે જ ગુજરાતમાં ભુક્કા! આ વિસ્તારમાં મેઘાની રમઝટ, આ રાજ્યોમાં અપાયું એલર્ટ
સુરત શહેરમાં ફરીથી ધોધમાર વરસાદ પડતાં મહાનગરપાલિકાની પોલ ખૂલી થઈ ગઈ હતી. કૈલાસનગર ખાતે વરસાદી પાણી ભરાયાં જેના કારણે અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયાં હતા. આ વિસ્તારમાં ઘૂંટણ સમાં પાણી ભરાયાં અને સંપૂર્ણ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. અનેક વાહનો પાણીના કારણે બંધ પડ્યાં હતા. કૈલાસનગર, મજૂરાગેટ, અઠવાગેટ ખાતે પાણી ભરાયાં છે. કાદરશાહના નાળ વિસ્તારમાં પણ ગોઠણ સમાં પાણી ભરાયાં હતા. સુરત શહેરમાં મેઘરાજાના આગમન સાથે નવી સિવિલમાં પાણી-પાણી થઈ ગયું હતું. નવી સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડિંગમાં પાણી ભરાયાં હતા. જૂના બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાઈ ગયાં હતાં. ઓપીડી તેમજ પેસેજમાં પાણી ભરાતાં દર્દીઓને મુશ્કેલી પડી હતી. બે કલાકના વરસાદમાં નવી સિવિલમાં પાણી ભરાતા સવાલો ઊભા થયા છે. પાણીના નિકાલ માટે સફાઈકર્મીઓ પાણી ઉલેચી રહ્યા હતા.
હવે ડોક્ટરોનો વારો! સુરત સિવિલમાં રોગચાળાથી સ્થિતિ કથળી! એક સાથે આટલા તબીબો બિમાર
અમદાવાદ શહેરમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર કરી ગયો હતો. જ્યારે વહેલી સવારથી જ અમદાવાદ શહેરના વાતાવરણમાં ગરમી અને બફારો થયા બાદ બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો. શહેર નજીક આવેલા પીરાણા અને પીપળજ પાસે બપોરે ભારે પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી.
ગુજરાતમાં હવે કોઈપણ ડેવલપર સ્થાપી શકશે રિન્યુએબલ એનર્જી પાર્ક: સરકારનો મોટો નિર્ણય
ઉલ્લેખનીય છે કે બંગાળની ખાડીમાં જે સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હતું એ ધીમું પડી ગયું છે, પરંતુ હાલમાં ગુજરાત રાજ્ય પર 16 ડીગ્રી ઉત્તરમાં સિયર ઝોન સક્રિય થયું છે, જેને કારણે આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. ગુજરાત રાજ્યમાં અત્યારસુધીમાં સામાન્ય કરતાં 42 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે હજુ પણ આ ગ્રાઉન્ડમાં વરસાદની ટકાવારી વધી શકે છે. સુરત, અમદાવાદ સિવાય રાજ્યના અન્ય શહેરોમાં પણ બુધવારે વરસાદે સટાસટી બોલાવી હતી. જેમાં છોટાઉદેપુર, મહીસાગર, ખેડા, નવસારી, સહિતના શહેરોમાં વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે