Home> Gujarat
Advertisement
Prev
Next

ડભોઈનો જોષી પરિવાર 6 દિવસથી ગુમ, ચાર સભ્યોમાંથી કોઈનો અત્તોપત્તો નથી, છેલ્લા બેગ લઈને જતા દેખાયો હતો

Missing Family : છેલ્લા ઘણા સમયથી રાહુલ જોશીનો પરિવાર આર્થિક સંકડામણ સામે ઝઝૂમી રહ્યો હતો. જેના કારણે પરિવારે ક્યાંક ખોટું પગલું ભર્યું હોવાની ચર્ચા પણ થઈ રહી છે

ડભોઈનો જોષી પરિવાર 6 દિવસથી ગુમ, ચાર સભ્યોમાંથી કોઈનો અત્તોપત્તો નથી, છેલ્લા બેગ લઈને જતા દેખાયો હતો

ચિરાગ જોષી/વડોદરા :ડભોઇનો જોષી પરિવાર છેલ્લા 6 દિવસથી ભેદી સંજોગોમાં ગુમ થતા પરિવારના મોભીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને પરિવારના મોભી દ્વારા પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.

fallbacks

ડભોઇના વતની અને વર્ષો પૂર્વે વડોદરી ભાગોળ વિસ્તારમાં રહેતા અને હાલ વડોદરાના કપૂરઈ ચોકડી ખાતે આવેલ કાન્હા આઇકોનમાં રહેતા રાહુલ જોશી શિક્ષકની નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, તારીખ 20 ઓક્ટોબર, 2022 ના રોજ ભેદી સંજોગોમાં પોતાની પત્ની નીતા પુત્ર પાર્થ અને પુત્રી પરી પોતાના ઘરથી બહાર ગયા હતા. તેના બાદ તેઓનો કોઈ પત્તો ન મળતા આખરે પરિવારિક ભાઈ પ્રણવ જોશી દ્વારા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જલ્દીમાં જલ્દી ભાઈના પરિવારનો પત્તો લાગે તે માટે પોલીસને ભલામણ કરી છે. સાથે સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી આ પરિવારની જાણ થાય તો પોતાના નંબરો ડિસપ્લે કરવામાં આવ્યા છે. ગુમ થયેલ રાહુલ જોશી ૨૦ વર્ષ પૂર્વે ડભોઇની દયારામ હાઇસ્કુલ ખાતે શિક્ષકની ફરજ બજાવતા હતા. ત્યારબાદ ડભોઇથી કપૂરઈ ચોકડી વિસ્તારમાં રહેતા હતા અને ત્યાં પણ ખાનગી સ્કૂલોની અંદર અલગ અલગ રીતે પોતાની ફરજ બજાવતા હતા.

મિત્ર સાથે મળીને લીધી હતી લોન
કપૂરઇ ચોકડી ખાતે આવેલ કાન્હા આઇકોન ખાતે ગુમ થયેલ રાહુલ જોશી દ્વારા કપુરાઈ ચોકડી ખાતે નજીકમાં તેઓના મિત્ર નિરવભાઈના નામે ફ્લેટની લોન લેવામાં આવી હતી. આ ફ્લેટ 29 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો અને તેઓના મિત્ર નીરવભાઈના નામે લોન લેવામાં આવી હતી અને તેનો માસિક હપ્તો રાહુલ જોશી અને તેઓના મિત્ર નીરવભાઈ 50% ભરતા હતા. જેથી હાલ પોલીસ નાણાં લેણદેણ લઈને હાલ કોઈ ઇસ્યુ થયો હોવાની શંકા સાથે નીરવ નામના શખ્સને પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો : રાજસ્થાનના રાજકીય ભૂકંપના આંચકા ગુજરાત કોંગ્રેસને અસર કરશે, જાણો કેવી રીતે

સમગ્ર ઘટનાની જાણ કેવી રીતે થઈ
ડભોઇ ખાતે રહેતા તેઓના ભાઈ પ્રણવ જોશી દ્વારા કામ અર્થે તેઓના ભાઈ રાહુલ જોશીને ફોન કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓનો સંપર્ક ન થતા અલગ અલગ જગ્યા ઉપર તેઓની શોધ ખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ પાંચ દિવસ સુધી તેઓનો કોઈ સંપર્ક ન થતા આખરે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી છે. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. એટલું જ નહીં પોલીસ પાસે ગુમ થયેલ રાહુલ જોશી છેલ્લા તેઓના પરિવાર સાથે પોતાના ફ્લેટની લિફ્ટમાંથી બહાર નીકળે છે તે દ્રશ્યમાન થાય છે. જેના કારણે હાલ મોબાઈલ વાયરલેન્સ લોકેશન સહિતની ટેકનોલોજી સાથે સાથે સ્થાનિક પોલીસ ક્રાઈમ બ્રાન્ચ એસઓજી સહિતની ટીમો આ પરિવાર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. 

આ પણ વાંચો : 12 માળનું ભવ્ય જહાજ ભંગાણ માટે અલંગ પહોચ્યું, હાઈફાઈ મોલ કરતા પણ છે જોરદાર સુવિધા

fallbacks

મુખ્ય કારણ શું હોય શકે

છેલ્લા ઘણા સમયથી રાહુલ જોશીનો પરિવાર આર્થિક સંકડામણ સામે ઝઝૂમી રહ્યો હતો. જેના કારણે પરિવારે ક્યાંક ખોટું પગલું ભર્યું હોવાની ચર્ચા પણ થઈ રહી છે. પરંતુ પોલીસ દ્વારા રાહુલ જોશીના ફ્લેટ પાર્ટનર નીરવની પૂછપરછ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More