Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે દરેક પાર્ટીમાં ટિકિટને લઈને માથાકૂટ ચાલી રહી છે. ત્યારે દહેગામના પૂર્વ MLA કામીનીબા રાઠોડની કથિત ઓડિયો ક્લીપ વાયરલ થતા ખળભળાટ મચી જવા પામી છે. ઓડિયોમાં તેમણે કોંગ્રેસમાં પૈસાથી ટિકિટ વેંચાતી હોવાનો આરોપ લગાવ્યો છે . બીજી બાજુ કામીનીબાને ટિકિટ ન મળે એટલે આવા આરોપ લગાવતા હોવાનો ગુજરાત કોંગ્રેસે આરોપ લગાવ્યો છે.
કામીનીબા રાઠોડનો ઓડિયો વાયરલ
દહેગામના પૂર્વ MLA કામીનીબા રાઠોડનો ઓડિયો વાયરલ થઈ છે. આ કથિત ઓડિયો ક્લીપમાં કોંગ્રેસ પર તેમણે આકરા પ્રહારો કર્યા છે. ઓડિયો ક્લીપમાં તેઓ સ્પષ્ટ જણાવી રહ્યા છે કે કોંગ્રેસની ટિકિટ પૈસાથી વેચાય છે. આ ક્લીપમાં ભાવિન નામનો શખ્સ ટિકિટ માટે વાતચીત કરી રહ્યો છે. જેમાં તેઓ 70, 50 લાખ જેટલી રકમનો વાતચીતમાં ઉલ્લેખ થઈ રહ્યો છે. પરંતુ ZEE 24 કલાક આ કથિત ઓડિયો ક્લીપની પુષ્ટી કરતું નથી.
ઓડિયો ક્લીપ પર કોંગ્રેસ નેતાની પ્રતિક્રિયા
દહેગામના પૂર્વ MLA કામીનીબાની ઓડિયો ક્લીપ પર ગુજરાત કોંગ્રેસ નેતાની પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસ નેતા હિમાશું પટેલે કામીનીબાના આરોપ ખોટા ગણાવ્યા છે. તેમણે જણાવ્યું છે કે, ટિકિટ ન મળે એટલે આવા આરોપ કરવા યોગ્ય નથી. ટિકિટ ન આપવાના ઘણા કારણો હોય છે. મને પણ ટિકિટ મળી ન હતી.'
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની પ્રતિક્રિયા
કામિનીબાના આક્ષેપો પર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું છે કે, કામિનીબાએ જે આક્ષેપો લગાવ્યા છે તેની જાણ મને મીડિયાથી થઈ છે. હજુ સુધી મારી કામિનીબા સાથે કોઈ વાતચીત થઈ નથી. જગદીશ ઠાકોરે કામિનીબાના આક્ષેપો સામે સવાલ ઉઠાવ્યા છે. વાતચીત કોની સાથે અને ક્યારે થઈ? તેના વિશે જવાબ માંગ્યો છે. જગદીશ ઠાકોરે જણાવ્યું કે, આટલી ગંભીર બાબતની જાણ તેમણે પહેલા કેમ ના કરી. યાદી જાહેર થયા બાદ આ ઓડિયો ક્લિપ કેમ વાયરલ થઈ?
કોણ છે કામિનીબા રાઠોડ?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે