Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતની દ્રૌપદીનું ચીરહરણ : સભ્ય સમાજના દુશાસનોએ મળીને એક મહિલાને જાહેરમાં નિર્વસ્ત્ર કરી

Inhuman Atrocities On Women In Dahod VIDEO : દાહદોના સંજેલીમાં સમાજને શર્મસાર કરતી ઘટના.... ગામલોકોએ અર્ધનગ્ન હાલતમાં મહિલાનો વરઘોડો કાઢ્યો... બાઈક પાછળ સાંકળથી બાંધીને ગામમાં ફેરવી.. પ્રેમીને મળવા આવી હોવાના આરોપ સાથે અમાનવીય હરકત..

ગુજરાતની દ્રૌપદીનું ચીરહરણ : સભ્ય સમાજના દુશાસનોએ મળીને એક મહિલાને જાહેરમાં નિર્વસ્ત્ર કરી

Dahod News : આજના શિક્ષિત સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. દાહોદના સંજેલી તાલુકામાં પરિણીતા પર અમાનુષી અત્યાચાર કરાયો. ગામ લોકોએ મહિલાને અર્ધનગ્ન હાલતમાં ફેરવી હતી. એટલું જ નહિ, તેને બાઈક પાછળ સાંકળથી બાંધી વરઘોડો કાઢ્યો હતો. અન્ય મહિલાઓ અને બાળકો પણ વરઘોડામાં જોવા મળ્યા હતા. સંજેલીના ઢાલસૂમળ ગામનો વીડિયો હોવાનું અનુમાન છે. મહિલા પ્રેમીને મળવા ગઈ હોવાનો લોકોનો આરોપ તેના પર મૂકાયો છે. 

fallbacks

મહિલા પ્રેમી સાથે પકડાતા તાલિબાની સજા અપાઈ
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનાના ઢાલસૂમળ ગામે 35 વર્ષીય પરિણીતા મહીલા ઉપર અત્યાચારનો કિસ્સો સામે આવ્યો છે. પરિણીતા તેના પ્રેમીને મળવા ગઈ ત્યારે 15 વ્યક્તિઓ ટોળાએ તેને ઘરમાંથી બહાર કાઢી અર્ધનગ્ન હાલતમાં બાઈક ઉપર બેસાડી આખા ગામમાં વરઘોડો કાઢ્યો હતો. 15 લોકોના ટોળાએ મહિલાને અર્ધનગ્ન કરી માર મારી બાઈકના કેરીયર ઉપર બેસાડી ગામમાં ફેરવી હતી. એટલું જ નહિ, આ ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

ઘટનાના સળગતા સવાલ

  • શક્તિ સ્વરૂપા મહિલા સાથે આ વ્યવહાર કેટલો યોગ્ય? 
  • મહિલાને અર્ધનગ્ન હાલતમાં ફેરવવી કેટલું ઉચિત? 
  • મહિલાએ ભૂલ કરી તો આવી રીતે સજા આપવાની? 
  • શું આવી રીતે સમાજ કોઈ સ્ત્રીનું સન્માન કરે છે? 
  • ટોળાને મહિલાનું સરાજાહેર ચિરહરણ કરતાં શરમ ન આવી? 
  • ટોળામાં અન્ય મહિલાઓ પણ હતી તેમને પણ દયા ન આવી? 
  • આધુનિક યુગમાં આ પ્રકારના જઘન્ય કૃત્ય ચલાવી શકાય? 
  • સમાજને કોણે આપી દીધો છે કોઈને સજા આપવાનો હક? 

વીડિયો વાયરલ થયા બાદ ફરિયાદ 
વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક પોલીસ હરકતમાં આવી છે. પોલીસે આ મામલે મહિલાની ફરિયાદ નોંધી 15 જણા વિરુદ્ધ નામજોગ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

રાજભા ગઢવી પર દુખોનો પહાડ તૂટી પડ્યો! જેણે કલાનો વારસો આપ્યો એ પિતાનું નિધન થયું

કોની કોની સામે ફરિયાદ દાખલ
બાહદુર કાંતી ડામોર- સસરા, સંજય બાહદુર ડામોર, કીર્તન કાંતી ડામોર, રાજુ ધર્મેન્દ્ર રાજુ ડામોર, હંસા રાજુ ડામોર, હીમંત ડાભોર, રમીલા સિસોદીયા, સીતા વિનોદ, ચંપા બાહદુર ડામોર, ગોવિંદ ભરત ડામોર, કલ્યાણ ડામોર, હીમત ગેદાલ ડામોર, વર્ષા પપ્પુ ડામોર, વિક્રમ બહાદુર પગી

સખત કાર્યવાહી કરીશું - ઋષિકેશ પટેલ
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ વિશે નિવેદન આપતા જણાવ્યું કે, દાહોદની ઘટના સમાજ માટે દુઃખદાયક અને શરમજનક બાબત છે. ગૃહ વિભાગે સુઓમોટો કરીને ફરિયાદ કરી છે. 15 જેટલા ઘટનાના આરોપીને પકડી લેવામાં આવ્યા છે. આવી ઘટનામાં સખત કાર્યવાહી થશે.

કોણ છે ઈસ્લામને પડકારનાર સલવાન મોમિકા, જેણે કુરાન સળગાવ્યું હતું, હવે માર્યા ગયા

ઘટના બાદ મહિલાનું રેસ્ક્યૂ કરાયું
આ વિશે દાહોદના એસપી રાજદીપસિંહ ઝાલાએ કહ્યું કે, દાહોદ જિલ્લામાં મહિલાને માર મારવાની ઘટનાની જાણ પોલીસને થતા dysp સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી મહિલાનું રેસ્ક્યું કરાયું હતું. પોલીસે મહિલા ના નિવેદન ના આધારે 15 લોકો પર ગુનો નોંધ્યો છે. અત્યાચાર કરનાર 12 ઈસમોની કરાઈ ધરપકડ અન્ય ફરાર આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે. હાલ ઘટનાસ્થળે પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. 

ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનું રાજીનામું માંગ્યું
દાહોદની શરમજનક ઘટના પર આપ નેતા ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનું રાજીનામું માંગ્યું. તેમણે કહ્યું કે, દાહોદમાં એક મહિલાને અર્ધનગ્ન કરી તેનું સરઘસ કાઢવામાં આવ્યું. મહિલા સન્માનની વાતો કરતા મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શું કરી રહ્યા છે? ગુજરાતની મહિલાઓની સુરક્ષા ન કરી શકનાર મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ. હત્યા અને બળાત્કાર જેવી ઘટનાઓ તો ગુજરાતમાં કોમન થઈ ગઈ છે અને હવે મહિલાની અર્ધનગ્ન હાલતમાં પરેડ થઈ રહી છે. આ ઘટના પર મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પોતાની જવાબદારી સ્વીકારે અને કડક કાર્યવાહી કરે અથવા રાજીનામું આપે.

ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ! સિનિયર ક્લાર્ક ભરતીમાં ઉમેદવારના 210 માંથી 210 માર્ક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More