Home> Gujarat
Advertisement
Prev
Next

Video : ડાકોર મંદિરના દરવાજા ખૂલતા જ ભક્તોએ પહેલા દર્શન માટે દોડ લગાવી

ગુજરાતભરમાં જન્માષ્ટમીના સેલિબ્રેશનનો માહોલ બરાબર જામ્યો છે. ગુજરાતમાં જન્માષ્ટમી પર ડાકોરના મંદિરનું અનેરુ મહત્વ હોય છે. આ દિવસની ભક્તો આખુ વર્ષ રાહ જોઈને બેસ્યા હોય છે. ત્યારે આજે જન્માષ્ટમીના અવસર પર ડાકોરના દ્વાર ખોલ્યાની રાહ જોઈ રહેલા લોકોએ દરવાજો ખૂલતા જ મંદિરમાં દર્શન માટે દોડ લગાવી હતી. 

Video : ડાકોર મંદિરના દરવાજા ખૂલતા જ ભક્તોએ પહેલા દર્શન માટે દોડ લગાવી

આશ્કા જાની/ડાકોર :ગુજરાતભરમાં જન્માષ્ટમીના સેલિબ્રેશનનો માહોલ બરાબર જામ્યો છે. ગુજરાતમાં જન્માષ્ટમી પર ડાકોરના મંદિરનું અનેરુ મહત્વ હોય છે. આ દિવસની ભક્તો આખુ વર્ષ રાહ જોઈને બેસ્યા હોય છે. ત્યારે આજે જન્માષ્ટમીના અવસર પર ડાકોરના દ્વાર ખોલ્યાની રાહ જોઈ રહેલા લોકોએ દરવાજો ખૂલતા જ મંદિરમાં દર્શન માટે દોડ લગાવી હતી. 

fallbacks

વડોદરા : પીઝા હટના પીઝામાંથી વંદો નીકળ્યો, અધિકારીઓને ચેકિંગ માટે 40 મિનીટ બહાર ઉભા રાખ્યા

આજે ભક્તોની ભીડ વચ્ચે ડાકોરના મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા, ત્યારે ભક્તોએ દર્શન માટે તરત જ દોડ લગાવી હતી. મંદિરની બહાર સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું, તેઓ કાગડોળે મંદિર ખૂલવાની રાહ જોઈ રહ્યા હતા, પણ જેમ રણછોડ રાયના દ્વાર ખુલ્યા તેમ ભક્તોએ દોડ લગાવી હતી. મંદિર ખૂલતા જ ‘નંદ ઘર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ’ ગુંજી ઉઠ્યો હતો. ભગવાનની આરતી અને ભગવાનના દર્શનનો લ્હાવો લેવા ભક્તોની ભારે ભીડ જામી હતી. 

ગુજરાતના મંદિરોમાં થઈ રહેલી જન્માષ્ટમીની ઉજવણી, જુઓ Live : 

જન્માષ્ટમીના તહેવારને લાઇ રાજા રણછોડના મંદિરમાં રોશનીનો ઝળહળાટ કરાયો છે. યાત્રાધામ ડાકોરમાં રાજા રણછોડના મંદિરને ભવ્ય ડેકોરેશન કરવામાં આવ્યું છે. આજે આઠમના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો રાજા રણછોડના દર્શન કરશે. યાત્રાધામ ડાકોરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે. વહેલી સવારે મંગળા આરતીથી જ યાત્રાધામ ડાકોરમાં ભકતોનું મહેરામણ ઉમટી રહ્યું છે. ડાકોર ખાતે ધજા ચડાવવાનો પણ વિશેષ મહત્વ છે. મોટી સંખ્યામાં ધજા સાથે ભક્તો ડાકોર પહોંચ્યા છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More