Home> Gujarat
Advertisement
Prev
Next

દમણમાં મહાષ્ટ્રથી આવેલા પ્રવાસીઓને બીચ પર લૂંટી લેવાયા, લૂંટ બાદ દોરડાથી બાંધી દીધા

સંઘપ્રદેશ દમણ (Daman) હવે પ્રવાસીઓ માટે સલામત નથી રહ્યું. દમણ ફરવા આવતા પ્રવાસી પર અવરનાવાર લૂંટની ઘટના બની રહેવાથી પર્યટકો અસલામતી અનુભવી રહ્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં રામ સેતુ બરિયાવર્ડ બીચ પાસે બે પ્રવાસીઓને છરીના ઘા ઝીંકી લૂંટી (crime news) લેવાયા છે.

દમણમાં મહાષ્ટ્રથી આવેલા પ્રવાસીઓને બીચ પર લૂંટી લેવાયા, લૂંટ બાદ દોરડાથી બાંધી દીધા

નિલેશ જોશી/દમણ :સંઘપ્રદેશ દમણ (Daman) હવે પ્રવાસીઓ માટે સલામત નથી રહ્યું. દમણ ફરવા આવતા પ્રવાસી પર અવરનાવાર લૂંટની ઘટના બની રહેવાથી પર્યટકો અસલામતી અનુભવી રહ્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં રામ સેતુ બરિયાવર્ડ બીચ પાસે બે પ્રવાસીઓને છરીના ઘા ઝીંકી લૂંટી (crime news) લેવાયા છે.

fallbacks

મોટી દમણ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ વિશાલ પટેલે આ ઘટના વિશે જણાવ્યું કે, નટવરલાલ વાધેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી તે અને તેના મિત્રો મનોજ અને નિર્મલ સાથે મહારાષ્ટ્રના મલ્હારથી દમણ ફરવા માટે આવ્યા હતા. શુક્રવારે સવારે 7 થી 8 વાગ્યાની આસપાસ તેઓ બીચ પર ફરતા હતા, ત્યારે બે અજાણ્યા શખ્સો તેમની પાસે આવ્યા હતા અને તેમને રોક્યા હતા. જેમાંથી એકે છરી કાઢીને પ્રવાસીના ગળા પાસે મૂકી દીધી હતી અને ગળામાં પહેરેલી સોનાની ચેન સહિત અન્ય પ્રવાસીઓ પાસેથી સોનું પડાવી લીધું હતું. તેમની પાસેથી 6000 રૂપિયાનો મોબાઈલ પણ લઈ લેવામાં આવ્યો હતો. 

આ પણ વાંચો : ગુજરાતનુ એ ગામડુ, જેની અડધી વસ્તી વિદેશ જઈ વસી છે, ગામના અડધા ઘરોને તાળા લાગેલા છે

લૂંટ કરાયા બાદ ત્રણેય પ્રવાસીઓને પાછળથી દોરડા વડે બાંધવામાં આવ્યા હતા. તેઓને ત્યાં રોકાવાનું કહેતાં લૂંટારુઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. બંને આરોપીઓ ગુજરાતીમાં વાત કરી રહ્યા હતા. સવારની ઘટના બની હોવાથી બીચ પર કોઈ પ્રકારની અવરજવર ન હતી. ત્યાર બાદ લોકો બીચ પર મોર્નિંગ વોક માટે આવવા લાગ્યા હતા. પ્રવાસીઓએ બીચ પરથી રોડ પર આવીને પોતાની નિરર્થકતા જણાવી. તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી.

મોટી દમણ કોસ્ટલ પોલીસના આવ્યા બાદ પ્રવાસીઓએ તેમની સંપૂર્ણ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે, બંને આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમની ધરપકડ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More