Home> Gujarat
Advertisement
Prev
Next

ભારતીય કોસ્ટગાર્ડે રક્ષાસૂત્રને સાર્થક કર્યું; ચીની યુવકને મધદરિયે હાર્ટ એટેક આવ્યો, અંધારામાં એરલિફ્ટ કરી બચાવ્યો

અડધી રાત્રે દમણ અને પોરબંદરના કોસ્ટ ગાર્ડના જવાનોએ દરિયામાં 200 કિલોમીટર દૂર રાતના અંધકારમાં જઈ અને દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું.

ભારતીય કોસ્ટગાર્ડે રક્ષાસૂત્રને સાર્થક કર્યું; ચીની યુવકને મધદરિયે હાર્ટ એટેક આવ્યો, અંધારામાં એરલિફ્ટ કરી બચાવ્યો

ઝી બ્યુરો/દમણ: ભારતીય સીમા થી 200 કિલોમીટર દૂર મધદરિયે એક ચાઈનીઝ જહાજની મદદ એ ભારતીય કોસ્ટકાર્ડના જવાનો પહોંચ્યા હતા. ચાઈનીઝ જહાજના એક કૃ મેબ્બરને અડધી રાત્રે હાર્ટ અટેક આવતા મેડિકલ ઈમરજન્સીની જરૂર જણાઇ હતી. આથી ચાઈનીઝ જહાજે ભારતીય કોસ્ટ ગાર્ડની મદદ માગી હતી.

fallbacks

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ એક્શનમાં! આ દિગ્ગજ નેતાને બનાવ્યા નવા પ્રભારી

અડધી રાત્રે દમણ અને પોરબંદરના કોસ્ટ ગાર્ડના જવાનોએ દરિયામાં 200 કિલોમીટર દૂર રાતના અંધકારમાં જઈ અને દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું.આ સમગ્ર ઓપરેશનમાં મેડિકલ ટીમને એક મહિલા અધિકારીએ લીડ કરી હતી. આમ ઇમરજન્સીના સમયે ચાઈનીઝ જહાજની મદદએ ભારતીય કોસગાર્ડના જવાનોએ પહોંચી અને એક ચાઈનીઝ ક્રુ મેમ્બરનો જીવ બચાવ્યો હતો. 

જામનગરમાં મહિલા નેતાઓ વચ્ચે તું તું મેં મે...નો બીજો કિસ્સો! 'ઔકાત હોય તો જ...'

બનાવની વિગત મુજબ ભારતીય સીમાથી 200 કિલોમીટર દૂર મધદરિયે ચીનથી યુએઈ જઈ રહેલા એક ચાઈનીઝ રિસર્ચ જહાજમાં સવાર એક કૃ મેમ્બરને હાર્ટ એટેક આવ્યો હતો. જો કે હાર્ટ એટેકની સારવારની જરૂરી સુવિધા ચાઈનીઝ જાહાજમાં નહીં હોવાથી તાત્કાલિક ચાઇનીઝ જહાજે ભારતીય કોસ્ટ ગાર્ડની મુલાકાત માગી હતી. પ્રથમ મુંબઈ કોસ્ટગાર્ડને તેનો સંદેશો મળતા જ તાત્કાલિક પોરબંદર અને દમણના કોસ્ટગાર્ડને એલર્ટ કરવામાં આવ્યા હતા. આથી  અડધી રાત્રે દમણ અને પોરબંદરના જવાનોએ ભારતીય બનાવટના ધ્રુવ હેલિકોપ્ટર દ્વારા 200 કિલોમીટર દૂર દરિયામાં પહોંચ્યા હતા. 

હવે આખો દેશ ભીંજાશે! હવામાન વિભાગે કરી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો અપડેટ

જો કે અડધી રાત્રે રાતના અંધકારમાં ચાઇના ના જહાજ પર હેલિકોપ્ટર લેન્ડ થઈ શકે તેવી પરિસ્થિતિ ન હોવાથી ભારતીય  જવાનોએ ચાઈનીઝ મેમ્બરને એરલિફ્ટ કર્યા હતા.ત્યારબાદ તેમને હેલિકોપ્ટરમાં જ પ્રાથમિક સારવાર આપી હતી. ને ત્યાંથી દમણ કોસ્ટગાર્ડ એર સ્ટેશન લાવી અને તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. 

VIDEO: ધારાસભ્ય રિવાબાએ કહ્યું; 'સાંસદ પૂનમ માડમે મને ભાન વગરની કીધી, પછી હું કંઈ.'

આમ ચાઈનીઝ જહાજને ઇમરજન્સીના સમયે મદદ કરતા ચાઈનીઝ ક્રુ મેમ્બરનો જીવ બચ્યો હતો. ભારતીય કોસ્ટગાર્ડ ના જવાનોએ દરિયામાં રાતમાં અંધકારમાં કરેલા આ દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન અંગે દમણ કોસગાર્ડના કમાન્ડિંગ ઓફિસર એસ.વાજપાઈએ મીડિયાને માહિતગાર કર્યા હતા. અને ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોના પરાક્રમને બિરદાવ્યું  હતું.

ગુજરાતમાં ભુક્કા કાઢી નાંખે તેવી આગાહી! આ તારીખથી આ વિસ્તારોમા શરૂ થશે અતિભારે વરસાદ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More