Home> Gujarat
Advertisement
Prev
Next

DANDI YATRA: દાંડીયાત્રા દરમિયાન ગાંધીજીની ધરપકડની હતી સંભાવના, આ વ્યક્તિએ અંગ્રેજો સામે અજમાવ્યો આ કિમિયો

ગાંધીજીએ 1930માં મીઠાના ભાવ માટે દાંડીયાત્રા કરી હતી. 91માં વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાંડીકૂચ કરવાના છે જેનો 12 તારીખથી પ્રારંભ થશે. આઝાદીનો અમૃત મહોત્સવ 75 અઠવાડિયા સુધી ઉજવાશે. જ્યારે ગાંધીજીએ દાંડીયાત્રા કરી હતી ત્યારે એક અદિભુત કિસ્સો થયો હતો.

DANDI YATRA: દાંડીયાત્રા દરમિયાન ગાંધીજીની ધરપકડની હતી સંભાવના, આ વ્યક્તિએ અંગ્રેજો સામે અજમાવ્યો આ કિમિયો

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગાંધીજીએ 1930માં મીઠાના ભાવ માટે દાંડીયાત્રા કરી હતી. 91માં વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાંડીકૂચ કરવાના છે જેનો 12 તારીખથી પ્રારંભ થશે. આઝાદીનો અમૃત મહોત્સવ 75 અઠવાડિયા સુધી ઉજવાશે. જ્યારે ગાંધીજીએ દાંડીયાત્રા કરી હતી ત્યારે એક અદિભુત કિસ્સો થયો હતો. દાંડીયાત્રાના 91માં વર્ષે ફરી દાંડીયાત્રા યોજાશે જેમાં પ્રધાનમંત્રી સહિત,CM,DyCM સહિત દાંડીયાત્રામાં ધારાસભ્યો પણ જોડાશે. ગાંધીજીએ 241 માઈલ યાત્રા કરી હતી. આ યાત્રામાં સપરદાર પટેલને અંગ્રેજોએ ઝડપી લીધા હતા જો ગાંધીને ઝડપી લેવામાં આવત તો દાંડીયાત્રા સફળ ના થતા જે માટે આ વ્યક્તિએ આ પ્રકારનો કિમિયો અપનાવ્યો હતો.

fallbacks

Dandi Yatra: કોણ હતા તે લબરમૂછિયા યુવાનો? જેમણે ગાંધીજી સાથે મળીને અંગ્રેજ સરકારને ઘૂંટણિયે પાડી દીધી...

 

દાંડીયાત્રામાં  પહેલા સરદારની થઈ હતી ધરપકડ
મીઠાના સત્યાગ્રહથી સ્વરાજ મળે તેવી ગાંધીજીની વાતમાં નહેરુ,સરદાર કે તે સમયના ઘણા બધા નેતાઓને શ્રદ્ધા ન હતી. આશ્રમમાં મીઠાના સત્યાગ્રહ માટે મળનારી બેઠકોમાં સરદાર પટેલ ભાગ પણ લેવા જતા ન હતા.ગાંધીજીને બારડોલી સત્યાગ્રહનો સરદાર માટેનો પૂરો અનુભવ હોવાથી દાંડી યાત્રાની પાયાની જવાબદારી સરદાર પટેલેને સોંપવામાં આવી આમ યાત્રા પહેલાં જ ભરૂચમાં ખેડાના રાસ ગામે સરદારે ઐતિહાસીક સભા યોજી સરદારની અગ્રેજ સરકારે ધરપકડ કરી.સરદાર પકટેલની આ પ્રથમ જેલ યાત્રા હતી.

Dandi Yatra: આજે પણ દાંડીયાત્રાના સમયને યાદ કરીને વડીલોની આંખો થઈ જાય છે ભીની...

આ વ્યક્તિ ના હોત તો ગાંધીજીની થાત ધરપકડ
સરદાર પટેલની જેમાં ગાંધીજીને પણ પકડવાની યોજના અગ્રેજ સરકારે બનાવી હતી. ધારાસભાના પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલે અગ્રેજ સરકારને ઉંધે રવાડે ચડાવી.વાઈસરોયને વિઠ્ઠલભાઈએ કહ્યું કે ગાંધીજી ખૂબ વૃદ્ધ છે અને તે દાંડીયાત્રા પુરી કરી શકશે નહીં. ગાંધીજીની ધરપકડ કરીને શું કરવા કાલી ટીલી લગાવવી?. વાઈસરોયને વિઠ્ઠલભાઈની આ વાત સાચી લાગી. આવું કહેવાનો વિઠ્ઠલભાઈનો આશય એ હતો કે ગાંધીજીની હાજરીમાં દાંડીયાત્રા સફળ થશે તો તેના પડઘા દુનિયાભરમાં સફલ થશે અને થયું પણ એવું જ અંતે વિઠ્ઠલભાઈ સાચા ઠર્યા..

Dandi March: કેમ કોંગ્રેસના સભ્યોને બદલે ગાંધીજીએ દાંડીયાત્રા માટે કરી હતી આશ્રમના સભ્યોની પસંદગી? જાણો રસપ્રદ કહાની

દાંડીયાત્રામાં પહેલાં તરુણોની ટુકડી રહેતી
12 માર્ચે 1930માં અનદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાની શરૂઆત થઈ હતી.આ યાત્રા 25 દિવસ ચાલી હતી. ગાંધીજી 25 ઈંચની લાંબી અને એક ઈંચની જાડી લાકડી રાખતા હતા. સમગ્ર યાત્રામાં વચ્ચે આવતા ગામોમાં યાત્રા પહેલાં ગુલામ રસુલ કુરેશીની આગેવાનીવાળી તરુણોની ટુકડી પહોંચી જતી હતી. આટુકડી ગામની દરેક માહીતી એકત્ર કરીને ગાંધીજીને આપતી હતી. અંગ્રેજ સરકાર સામે પત્રવ્યહાર થકી સમાધાનનો માર્ગ ખુલ્લો રાખ્યો. સત્યાગ્રહ કેવો હોયને સત્યાગ્રહીઓ માટે કેવા કડક નિયમો હોય તેનો પાયો ગાંધીજીએ નાખ્યો. સાદું ભોજન,સાદી રહેવાની વ્યવસ્થા હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More