ઝી ન્યૂઝ/વડોદરા: ગુજરાતીમાં કહેવત છે કે જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે. અનેકવાર ઓનલાઇન એપ અને ગેમમાં ડબલ કરવાની લાલચમાં પૈસા રોકવાથી લોકોને પૈસા ગુમાવાનો વારો આવતો હોય છે. ત્યારે આવી જ એક ઓનલાઈન એપ દાનીડેટા બંધ થઇ જતા અનેક લોકોના કરોડો રૂપિયા સલવાયા છે. વડોદરાના લોકો દ્વારા DaniData નામની ઓનલાઈન એપમાં કરોડો રૂપિયા રોકવામાં આવ્યા હતા. અચાનક જ આ એપ બંધ થઈ જતા લોકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
DaniData નામની એપમાં પૈસા એક મહિનામાં ડબલ થઇ જતા હતા. આ એપમાં યુપીઆઈ, ફોન-પે, ગગુલ-પે દ્વારા લોકો પૈસા ડિપોઝીટ કરતા હતા અને એમએલએમ સિસ્ટમથી આ એપનો પ્રચાર થતો હતો. આ એપ શેર કરવા વાળા વ્યક્તિને પણ એપ કમિશન આપતી હોવાથી લોકો દ્વારા આ એપને શેર કરવામાં આવતી હતી. દાની ડેટા એપમાં ફૂટબોલ મેચ પર સટ્ટો રમાડતા હતા. જેમાં પહેલીવખત રમનારને 1111 રૂપિયા આપવામાં આવતા હતા. એક વ્યક્તિ 10 લોકોને જોડતો તેને પણ કમિશન મળતું હતું. પરંતુ અચાનક આ એપ બંધ થઈ જતા વડોદરામાં જ 200થી 300 કરોડનું કૌભાંડ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
દાનીડેટા ફૂટબોલ એપથી લોકોને લાગ્યો કરોડોનો ચૂનો, એપ બંધ થઈ જતાં અનેક લોકોના નાણાં ફસાયા...#Vadodara #DaniApp #ZEE24Kalak pic.twitter.com/nBCUerYQXq
— Zee 24 Kalak (@Zee24Kalak) June 6, 2022
ગુજરાતમાં નવા સત્રથી ધોરણ 1 થી 3માં ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી વિષય ભણાવાશે, શિક્ષણમંત્રીની જાહેરાત
વિદેશમાંથી દાનીડેટા એપને ઓપરેટ કરવામાં આવતી હતી. આ ઘટનામાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે અનેક અધિકારી, કર્મચારીઓએ રોકાણ કર્યુ હતું. દાનીડેટા એપ કાયદેસર ન હોવાથી લોકો પોલીસ ફરિયાદ પણ કરી શકતા નથી. છેલ્લા કેટલાક સમયથી આ એપ વડોદરામાં લોકપ્રિય બની હતી. આ એપમાં લોકો પૈસા ડિપોઝિટ કરતા હતા અને એપમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફુટબોલ મેચ પર સટ્ટો રમવામાં આવતો હતો. આ એપમાં હોટ અને 3.3 નામની ગેમમાં પૈસા લગાવવાથી ખુબ ઉંચું વ્યાજ મળતું હતું. એક દિવસમાં ત્રણવાર હોટ ગેમ અને 3.3 નામની ગેમ પર 10,000 લગાવવા પર 225 રૂપિયા રોજના લોકોના એકાઉન્ટમાં જમા થતા હતા. લોકો દ્વારા ફૂટબોલ ગેમ પર પૈસા લગાવતા હતા.
આ એપમાં પાનકાર્ડ અને બેન્ક ડિટેલ એપ સાથે લિંક કરવાથી લોકોના પૈસા વિડ્રોલ પણ થતા હતા. મહિનાની 11 થી 8 તારીખ સુખી એપમાંથી પૈસા વિડ્રોલ કરવા પર 10% કપાઈ જતા હતા, જ્યારે મહિનાની 9 અને 10 તારીખે પૈસા વિડ્રોલ કરવા પર પૂરેપૂરા પૈસા એકાઉન્ટમાં જમા થતા હતા. જેથી લોકો મહિનાથી 9 અને 10 તારીખે પૈસા વિડ્રોલ કરતા હતા. આમ આ મહિને પણ લોકો 9 તારીખની રાહ જોઇને બેઠા હતા ત્યારે એપ બંધ થઈ જતા લોકોના પૈસા સલવાયા છે અને લોકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
વડોદરાના સાયબર એક્સપર્ટ મયુર ભુસાળવકરનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે. તેમણે જણાવ્યું છે કે, દાનીડેટા એપ વિદેશથી ચાલતી હતી. જેમાં 200 થી 300 કરોડનું કૌભાંડ હોવાનું મનાઈ રહ્યું છે. લોકો પોલીસ ફરિયાદ કરે, તો અનેક કૌભાંડીઓનો પર્દાફાશ થઈ શકે છે. આ ઘટનામાં અનેક અધિકારી, કર્મચારીઓએ પણ એપમાં રોકાણ કર્યું હોવાની માહિતી સામે આવી રહી છે. દાનીડેટા ફૂટબોલ એપ કાયદેસર ન હોવાથી લોકો પોલીસ ફરિયાદ કરી રહ્યાં નથી.
કઈ રીતે ફૂટબોલ મેચ પર સટ્ટો રમાડતાં?
- એપમાં હોટ અને 3.3 નામની ગેમ હતી
- પૈસા લગાવવાથી 0.75 ટકા વ્યાજ મળતું
- 1 દિવસમાં 3 વાર હોટ ગેમ અને 3.3 નામની ગેમ પર પૈસા લગાવવાના રહેતા
- 10,000 રૂપિયા લગાવવા પર 225 રૂપિયા ખાતામાં જમા થતાં
- લોકો ફૂટબોલ ગેમ પર લગાવતાં હતા પૈસા
- પાન કાર્ડ અને બેંક ડિટેઈલ એપ સાથે લિંક કરતા લોકોના પૈસા વિડ્રોલ થતાં
- 9 અને 10 તારીખે પૈસા વિડ્રોલ કરવા પર પૂરેપૂરા એકાઉન્ટમાં જમા થતાં
'તે મારી ડોર બેલ કેમ વગાડી....' કહીને આરોપીએ વૃદ્ધની હત્યા કરી, હૃદય હચમચી જાય તેવી ઘટનાની કહાની
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે