Home> Gujarat
Advertisement
Prev
Next

પોલીસને માહિતી આપનારાઓ પણ સુરક્ષિત નથી! 2 સગીરોને સોપારી આપી કરાવ્યો જીવલેણ હૂમલો

સૌથી મોટી વાત એ છે કે આરોપીએ ચાલાકી વાપરીને પોતે નહીં પરંતુ બે નાના બાળકો પાસે હુમલો કરાવ્યો હતો. જેથી કોઈને શંકા પણ ન જાય અને બાળકોને જો સજા થાય તો પણ હળવી થાય. આરોપીએ અંગત અદાવત રાખી લઈક અંસારીએ આ આમીન કુરેશીને જાનથી મારી નાખવાનુ કાવતરૂ ઘડ્યું હતું. 

પોલીસને માહિતી આપનારાઓ પણ સુરક્ષિત નથી! 2 સગીરોને સોપારી આપી કરાવ્યો જીવલેણ હૂમલો

ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં સગીરને સોપારી આપી જીવલેણ હૂમલો કરાવનાર આરોપીની દાણીલીમડા પોલીસે ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે ઇજાગ્રસ્ત આરોપીની પોલીસ ને બાતમી આપતો હોવાની શંકાએ હુમલો કર્યો હતો. અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં પોલીસના બાતમીદાર પર હુમલો કરનાર આરોપીની ધરપકડ કરી લીધી છે. 

fallbacks

ગુજરાતની શાંતિ ડોહળવાનો પ્રયાસ કરનારાઓને હર્ષ સંઘવીનો એક લીટીમાં સંદેશ, કહ્યું કે...

થોડા દિવસો પહેલા દાણીલીમડા વિસ્તારમાં કુખ્યાત લઇક બશીરાહેમદ અંસારીએ આમીનભાઈ રમજાનભાઈ કુરેશી પર હુમલો કરાવ્યો હતો. હુમલાનું કારણ એ હતું કે આરોપીને લાગતું હતું કે ફરિયાદી તેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ગતિવિધિઓ પર નજર રાખી પોલીસ અધિકારીઓને માહિતી આપે છે અને તેના ધંધાને તોડવાનો પ્રયાસ કરતો. સૌથી મોટી વાત એ છે કે આરોપીએ ચાલાકી વાપરીને પોતે નહીં પરંતુ બે નાના બાળકો પાસે હુમલો કરાવ્યો હતો. જેથી કોઈને શંકા પણ ન જાય અને બાળકોને જો સજા થાય તો પણ હળવી થાય. આરોપીએ અંગત અદાવત રાખી લઈક અંસારીએ આ આમીન કુરેશીને જાનથી મારી નાખવાનુ કાવતરૂ ઘડ્યું હતું. 

ગાંધીનગરમાં ગણેશ વિસર્જન વખતે મોટી દુર્ઘટના! 10 યુવાનો પાણીમાં ડૂબ્યા, અફરાતફરી મચી

કાવતરાના ભાગરૂપે તેને તથા તેના અન્ય ઈસમોએ ફરિયાદી આમીનની રોજીંદી પ્રક્રીયા ઉપર વોચ રાખતા હતાં. આરોપીએ હુમલા માટે એ પ્રકારનું આયોજન કર્યું હતું કે એવી જગ્યાએ ફરિયાદી આમીન પર હુમલો કરવામાં આવે કે જ્યાં સીસીટીવી પણ ન હોય ને કોઈને હુમલા બાબતે જાણ પણ ન થાય. હુમલો કરવાની સોપારી બે નાના બાળકોને આપી હતી. જે માટે પહેલા તબક્કામાં રૂપિયા 4000 બંને બાળકોને સોપારી પેટે આપવામાં આવ્યા હતા. જે બાદ કામ પૂર્ણ થયા બાદ અન્ય રકમ પણ બાળકોને આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 

ફરી ગુજરાતમાં છોતરાં પાડશે મેઘો! જાણો શું થવાની છે નવા જૂની, ગાજવીજવાળી ભયાનક આગાહી

આરોપી લઇકે બંન્ને બાળકોને આમીનનો એક ફોટો મોબાઈલ ફોનમા બતાવી જણાવેલ કે આ આમીન નામનો ઈસમ ઇન્દિરા નગરથી નિકળી તીનબત્તી થઈ પીરકમ ચાર રસ્તાથી જમાલપુર જવાનો છે. યોજના અનુસાર 30 ઓગસ્ટે હુમલો કરવાનો પ્લાન બનાવ્યો હતો. નક્કી થયા મુજબ બંન્ને કિશોરો સવારે વહેલા ઉઠી લોખંડની પાઇપ અને લાકડાના દંડા લઈને આમીન કુરેશીની પાછળ ગયા તેની સાથે બાઈક પર કરીને પોતાની પાસે રહેલ દંડા અને પાઇપ વડે હુમલો કર્યો. 

45 દેશોના ક્ષેત્રફળથી વધુ, 15 વર્ષમાં થઈ ડબલ, જાણો વક્ફ બોર્ડ પાસે કેટલી સંપત્તિ છે?

ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ફરિયાદની તપાસ કાગડાપીઠ પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઇ ને સોંપવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સના આધારે તપાસ કરી અને સામે આવ્યો કે આ ઘટના પાછળ લઈકનો હાથ હતો. જે વાત પોલીસે આ ગુનામાં સંડોવાયેલ બંને સગીર વયના બાળકોની અટક કરી રિમાન્ડ હોમમાં મોકલી આપ્યા. ઉપરાંત મુખ્ય આરોપી લઈકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More