તેજશ મોદી/સુરત :બે દિવસથી ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ ચાલી રહી છે. એક તરફ ઉમેદવારોના નામની જાહેરાતો, અને બીજી તરફ જાહેર થયેલા ઉમેદવારોનો ફોર્મ ભરવાનો ઉત્સાહ. બે દિવસથી ઉમેદવારો સભા તથા સરઘસો કાઢીને રંગેચંગે ફોર્મ ભરવા જઈ રહ્યા છે, ત્યાં સુરતના સાંસદ દર્શના જરદોશે ગૂપચૂપ જઈને ફોર્મ ભર્યું હતું.
ચૌદશને કારણે ફોર્મ ભર્યું
રિપીટ ન થવાની શક્યતા વચ્ચે મંગળવારે સુરતથી દર્શના જરદોશને રિપીટ કરાયા હતા. ત્યારે બુધવારે દર્શના જરદોશે કલેક્ટર સામે ફોર્મ ભર્યું હતું. જોકે, ગુરુવારે ચૌદશ હોવાથી દર્શના જરદોશે બુધવારે ફોર્મ ભર્યું હતું. જોકે, ચૂપચાપ આવીને પણ તેમણે વિજય મુહૂર્તમાં જ ફોર્મ ભર્યું હતું. તેમણે ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી, ધારાસભ્ય અરવિંદ રાણા સાથે ફોર્મ ભર્યું હતું.
આ એક ક્લિક પર મેળવો લોકસભા ચૂંટણીના ગુજરાતના તમામ અપડેટ્સ
આજે રંગેચંગે શક્તિ પ્રદર્શન કરીને ઉમેદવારી ફોર્મ ભરશે
જોકે, ગુરુવારે તેઓ વાજતેગાજતે રેલી ગાઢીને ફોર્મ ભરશે. ઉમેદવારી ફોર્મ ભરવાની સાથે તેઓ ભાજપનું શક્તિ પ્રદર્શન પણ કરશે. ઉલ્લેખનીય છે કે, દર્શના જરદોશની સામે કોંગ્રેસે અશોક અધેવાડાને ટીકિટ ફાળવી છે. ગત લોકસભા ચૂંટણીમાં જર્શના જરદોશ જંગી લીડથી જીત્યા હતા, ત્યારે આ વખતે ભાજપ તેમને રિપીટ કરવાના મૂડમાં લાગતુ ન હતું, તેમ છતાં ભાજપે તેમના નામ પર જ પસંદગીનો કળશ ઢોળ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે