ઝી બ્યૂરો, અમદાવાદ: દાઉદ ઈબ્રાહિમના ગુનાઓનો હિસાબ થશે અને જરૂર થશે. પરંતુ અમે તમને એ જણાવીશું કે તેના માટે ભારત પાસે કયા વિકલ્પ છે. દાઉદ પર કાર્યવાહી કરવામાં મુશ્કેલી શું આવી શકે છે? અને શું અમેરિકાએ ઓસામા બિન લાદેનનો અંત કર્યો, ઈરાનના સુપ્રિમ કમાન્ડર કાસિમ સુલેમાનીને ઠાર કર્યો તે પ્રમાણે ભારત દાઉદ ઈબ્રાહિમને કરાચીમાં ખતમ કરી શકે છે.
જનરલ કાસિમ સુલેમાની ઈરાનના અલ કુર્દીસ ફોર્સનો પ્રમુખ હતો. પરંતુ અમેરિકા તેને આતંકીવાદી સમજતું હતું. અને આથી બગદાદમાં અમેરિકાએ જનરલ સુલેમાનીનો અંત કરી દીધો. અમેરિકાએ લાદેનને પાકિસ્તાનના એબટાબાદમાં ઘૂસી મોતને ઘાટ ઉતાર્યો હતો તો શું ભારત ઈચ્છે તો દાઉદની સાથે પણ આવું કરી શકે છે.
#ZeeNewsWorldExclusive: જાણો દાઉદની 'હયાત'નું સત્ય, ભારત વિરૂધ્ધ ઝેરી 'બોલ'
દાઉદ ઈબ્રાહિમ કરાચીમાં રહે છે અને ગુજરાતના રાજકોટથી દાઉદના કરાચીવાળા ઘરનું અંતર માત્ર 480 કિલોમીટર છે. પરંતુ તેમ છતાં દાઉદને આજ સુધી પકડી શકાયો નથી. મોટી વાત એ છે કે જો ભારત રાજકોટથી પોતાની અગ્નિ-1 મિસાઈલને દાઉદના ઘર પર નિશાન બનાવીને લોન્ચ કરી દે તો આ મિસાઈલ માત્ર ત્રણ મિનિટમાં કરાચી પહોંચી જશે. અને ત્રણ મિનિટમાં જ દાઉદનો ખેલ ખતમ થઈ જશે. પરંતુ હવે સવાલ એ છે કે શું આવું થઈ શકે છે? કે પછી દાઉદને તેના અંજામ સુધી પહોંચાડવા માટે આપણે વધારે રાહ જોવી પડશે.
'ગેંગસ્ટર ગુડિયા' છે અંડરવર્લ્ડ ડોન દાઉદની સૌથી મોટી નબળાઈ, જુઓ PHOTOS
ભારતની પાસે શક્તિ છે. અને જો તે ઈચ્છે તો દાઉદ પર સર્જિકલ સ્ટ્રાઈક પણ કરી શકે છે. અને તેના માટે ભારતને સરહદ પાર કરવાની પણ જરૂરિયાત નહીં પડે. પરંતુ તેમ છતાં ભારત આવું કેમ નહીં કરી શકે?
છેલ્લા અનેક વર્ષોથી ભારત આ પ્રયાસમાં હતું કે પાકિસ્તાન દાઉદની હકીકત સ્વીકારી લે અને તેના પર કાર્યવાહી કરે. ભારતનો આ પ્રયાસ નિષ્ફળ જરૂર રહ્યો પરંતુ દાઉદની હકીકત આખી દુનિયા જાણી ચૂકી છે. ધીમે-ધીમે પણ દુનિયા દાઉદની આતંકી પ્રવૃતિઓનું સત્ય જાણવા લાગી છે. અને આથી હવે દાઉદને બચાવવો પાકિસ્તાન માટે મુશ્કેલ જ નહીં પણ નામુમકીન છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે