Home> Gujarat
Advertisement
Prev
Next

હત્યા કરીને સાણંદની કેનાલમાં ફેંકી દેવાયો મૃતદેહ, ચહેરો દેખાડી પણ ન શકાય એવી થઈ ગઈ હાલત

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના તેલાવ ગામમાં આવેલી નર્મદા કેનાલમાંથી હત્યા કરેલી લાશ મળી આવતા ચકચાર જામી છે. ચોંકાવનારી વાત તો એ છે કે દોરડાથી લાશના હાથ અને દુપટ્ટાથી પગ બાંધેલા હતા. 

હત્યા કરીને સાણંદની કેનાલમાં ફેંકી દેવાયો મૃતદેહ, ચહેરો દેખાડી પણ ન શકાય એવી થઈ ગઈ હાલત

જાવેદ સૈયદ, અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) જિલ્લાના સાણંદ તાલુકાના તેલાવ ગામમાં આવેલી નર્મદા કેનાલમાંથી હત્યા કરેલી લાશ મળી આવતા ચકચાર જામી છે. ચોંકાવનારી વાત તો એ છે કે દોરડાથી લાશના હાથ અને દુપટ્ટાથી પગ બાંધેલા હતા. પોલીસ (Police)ની પ્રાથમિક તપાસમાં કોઇ વ્યક્તિએ  યુવતીની હત્યા કરીને પુરાવાનો નાશ કરવા મૃતદેહ  કેનાલમાં ફેંક્યો હોવાની શંકા સેવાઇ રહી છે. હજી સુધી આ યુવતીની ઓળખ મળી શકી નથી ત્યારે પોલીસે આ મામલામાં વિશેષ તપાસ હાથ ધરી છે. 

fallbacks

અમદાવાદમાં 31મા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે પ્રારંભ, એકથી એક ચડિયાતા છે આકર્ષણો

આ ઘટનાની વિગતો જોઈએ તો સાણંદ તાલુકાના તેલાવ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં દોરડાથી હાથ અને દુપટ્ટાથી પગ બાંધી દીધા હોય એવો 25 વર્ષીય યુવતીની મૃતદેહ મળી આવ્યો હતો. પહેલી નજરે આ મામલો હત્યાનો જણાતો હતો. આ મામલે પોલીસને જાણ કરતા ઉચ્ચ પોલીસ અધિકારી સહિત સાણંદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસને શંકા છે કે પુરાવાનો નાશ કરવાના હેતુથી લાશને કેનાલમાં ફેકી દેવામાં આવી છે.

અનાથ દીકરીઓની સારસંભાળ લઈને ખ્યાતનામ બનેલા સુરતના મહેશ સવાણી સપડાયા મોટા કાંડમાં

પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફુટેજ આધારે  હત્યારાઓની તપાસ હાથ ધરી છે તેમજ યુવતીની ઓળખપરખ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસ બાદ કોઇક અંગત  અદાવત કે પછી અન્ય કારણોસર હત્યા કરવામાંઆવી છે તે બહાર આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More