Home> Gujarat
Advertisement
Prev
Next

આ ગરમીએ તો જીવ લઈ લીધો! 6 દિવસમાં ગુજરાતમાં 1200 થી વધુ લોકો બીમાર પડ્યા

Heat Stroke Death In Gujarat : ગુજરાતમાં 6 દિવસમાં 1200થી વધુ લોકો ગરમીથી બીમાર પડ્યા...જેમાં 100થી વધુને હીટસ્ટ્રોકની સારવાર લેવી પડી.... કાળઝાળ ગરમી વચ્ચે સખત તાવના સૌથી વધુ 933 કેસ નોંધાયા... જ્યારે 88 લોકોને પેટમાં દુખાવો અને ઝાડા-ઉલટીની સમસ્યા

આ ગરમીએ તો જીવ લઈ લીધો! 6 દિવસમાં ગુજરાતમાં 1200 થી વધુ લોકો બીમાર પડ્યા

Heat Stroke In Gujarat : પહેલીવાર એવું જોવા મળ્યું છે કે, ગુજરાતમાં ગરમીથી લોકોના મોત થઈ રહ્યાં છે. આ વર્ષે મોટાભાગના શહેરોમાં 45 થી વધીને પારો જતા મોતના કેસ વધી રહ્યાં છે. સાથે જ આ ગરમી અનેકોને બીમાર પાડી રહી છે. લેટેસ્ટ માહિતી અનુસાર, ગુજરાતમાં 6 દિવસની હીટવેવમાં માત્ર અમદાવાદ શહેરમાં 1200 થી વધુ લોકો ગરમીથી બીમાર પડ્યાં છે. તો 100 થી વધુ લોકોને હીટસ્ટ્રોકથી સારવાર લેવી પડી છે. આ સાથે સખત તાવના સૌથી વધુ 933 કેસ આવ્યા છે. આ ઉપરાંત 88 થી વધુ લોકોને પેટમાં દુખાવો, ઝાડા ઉલટીની સમસ્યા થઈ છે. 

fallbacks

ગરમીનો પારો ઘટ્યો, પણ હીટ સ્ટ્રોક તો છે જ
વડોદરા શહેરમાં ગરમીનો પારો વધુ એક ડિગ્રી ઘટ્યો છે, પરંતુ હિટ સ્ટ્રોકનું જોખમ યથાવત છે. રવિવારે, વડોદરા કોર્પોરેશનના પ્યુન રાજેશ સોલંકીનું ગરમીના કારણે શંકાસ્પદ મોત નિપજ્યુ છે. તો બાજવાના 26 વર્ષના જગદીશ પાવાને હિટ સ્ટોક લાગતા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા. વાઘોડિયાના ફાર્મમાં 22 વર્ષના સુનિતા ગૌર અચાનક બેભાન થઇ જતા સારવાર અર્થે ખસેડાયા છે. સયાજી હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક માટે બનાવેલ અલગ વોર્ડમાં હાલ 18 દર્દી સારવાર હેઠળ છે. 

રાજકોટ આગકાંડમાં 28 હોમાયા બાદ ગુજરાત સરકાર જાગી, પહેલીવાર 6 સરકારી બાબુઓ સસ્પેન્ડ

ઈમરજન્સી સેવા દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, 19 થી 25 મે અનુસાર, ગુજરાતમાંથી પેટમાં દુખાવાના 10, પેટમાં દુખાવા સાથે ઝાડા ઉલટીના 88, હીટ સ્ટ્રોકના 104, સખત તાવના 933, માથામાં સખત દુખાવાના 3, મૂર્છિત થઈને ઢળી પડવાના 48 જ્યારે, અન્ય સમસ્યાના 16 કેસ નોંધાયા છે. હીટ સ્ટ્રોકના 24 મેના રોજ સૌથી વધુ 28 કેસ આવ્યા હતા. 

આ સીસીટીવી ફૂટેજ છે રાજકોટ ગેમઝોન આગના પુરાવા, વેલ્ડીંગના એક તણખાએ વિનાશ નોતર્યો

ગરમીમા આ રીતે ધ્યાન રાખો
દિવસેને દિવસે વધતી જતી ગરમીના કારણે હાર્ટ એટેક, ડિહાઈડ્રેશનના કેસ વધી રહ્યાં છે. ગરમીમાં બેભાન થઈ જવું, હીટસ્ટ્રોક લાગવો, વોમેટિંગ સહિતના કેસ વધ્યા છે. અતિશય ગરમીને લોકો હવે સહન નથી કરી શક્તાં નથી. આ કાળઝાળ ગરમીમાં લોકો માટે બહાર નીકળવું મુશ્કેલીભર્યું બન્યું છે. તબીબોની સલાહ મુજબ, કામ વગર ગરમીમાં નીકળવાનું ટાળવું જોઈએ. 

fallbacks

 

રેડ/ઓરન્જ એલર્ટ દરમ્યાન આટલું કરો

  • શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટર પર ઓ.આર.એસ. પેકેટસ ઉપલબ્ધ છે. 
  • દરેક વોર્ડના સ્લમ વિસ્તારો, કડિયાનાકા તેમજ ભીડભાડવાળી જગ્યાઓ પર પ્રચાર-પ્રસાર તથા પત્રિકા વિતરણ કરવામાં આવેલ છે.  
  • સફાઇ કામદારોને બપોરના ૧૨:૦૦ થી ૦૪:૦૦ કલાક સુધી કામ ન કરવા દેવા સુચના આપેલ છે. 
  • તમામ બસ સ્ટેન્ડ, રીક્ષા સ્ટેન્ડ, લારી-ગલ્લા, પોલીસ પોઇન્ટ પર ઓ.આર.એસ. પેકેટ તથા આઇ.ઇ.સી. પત્રિકાનુ વિતરણ કરવામાં આવેલ છે. 
  • શહેરની હોસ્પિટલોમાં હીટ રીલેટેડ સારવારની વ્યવસ્થા ઉપલ્બધ છે. 

જો નીચે મુજબ લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબની સલાહ લેવી ઇમરજન્સીમાં ૧૦૮ નો ઉપયોગ કરવો

ત્રણ દિવસ બચ્યા છે! ગુજરાત હાઈકોર્ટમાં થશે બમ્પર ભરતી, પગાર પણ ઉંચો મળશે

આ છે હીટવેવના લક્ષણો

  • માથુ દુખવુ, પગની પીંડીમા કળતર
  • શરીરનું તાપમાન વધી જવુ
  • ખુબ તરસ લાગવી
  • પરસેવો, પેશાબ ન થવો
  • ચામડી લાલ,સુકી થવી
  • ઉલટી,ઝાડા,ઉબકા ચક્કર આવવા
  • આંખે અંધારા આવવા,બેભાન થઇ જવુ
  • મુંઝવણ થવી
  • ખેંચ આવવી.
  • સ્નાયુઓમાં દુખાવો થવો
  • ખૂબ પરસેવો અને અશક્તિ આવવી. 
  • અળાઇઓ નીકળવી. 

ગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાય

અતિશય ગરમીથી બચવા નગરજનોને નીચે મુજબ ઉપાય કરવા સુચવવામાં આવે છે

  1. હીટ વેવ દરમ્યાન બહાર ન નીકળવુ
  2. ખુબ પાણી પીવુ 
  3. સફેદ, સુતરાઉ કપડા પહેરવા
  4. છત્રી/ટોપી/સ્કાફનો ઉપયોગ કરવો.
  5. લીંબુ શરબત, મોળી છાશ,નાળિયેરનું પાણી ઓ.આર.એસ પુષ્કળ પીવું.
  6. બહારનું ખાવાનુ ટાળવું.
  7. ઉપવાસ ટાળવો.
  8. ભારે શારીરિક પવૃત્તિ ટાળો.
  9. બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી. 
  10. તાજા ફળો અને શાકભાજી ખાવા. 
  11. તીખું ખાવાનુ ટાળવું. 
  12. આહારમાં વધુ પળતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનુ ટાળવું. 
  13. ચા-કોફી અને સોડા વાળા પીણા પર નિયંત્રણ રાખવુ. 
  14. કામ કરતી વખતે થોડા થોડા સમયે વિરામ લેવો. 
  15. ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો. 
  16. નાના બાળકો, વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું.

ગરમીએ કહેર વર્તાવ્યો 
ભારે ગરમીને કારણે ગુજરાતમાં માંદગીનું પ્રમાણ વધ્યું છે. લોકોને ગરમીને કારણે તાવ આવવાની ફરિયાદો વધી છે. તો સાથે જ પેટમાં દુખાવો, ઝાડા ઉલટીના કેસ પણ વધી રહ્યાં છે. લોકોને ગરમીની અસર થવાથી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસના કોલ પણ વધી ગયા છે. ગુજરાતમાં એમ્બ્યુલન્સ સર્વિસને ગરમીને લગતી વિવિધ બીમારીના ૫૨૯ ઈમરજન્સી કોલ્સમા વધારો થઈ રહ્યો છે.

વાવાઝોડું ત્રાટક્યું : રેમલ વાવાઝોડાએ એન્ટ્રી લેતા જ તબાહી મચાવી, ગુજરાતમાં પણ દેખાવા લાગી અસર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More