Surat News : આજની યુવા પેઢી સોશિયલ મીડિયામાં સતત વ્યસ્ત રહે છે. રિલ્સ બનાવવાના ચક્કરમાં પોતાની સાથે લોકોના પણ જીવ જોખમમાં મૂકતા અચકાતી નથી. સોશિયલ મીડિયા યુવા પેઢી પર હાવિ થઈ રહ્યું છે. આવામાં હવે સમય આવી ગયો છે કે, સોશિયલ મીડિયાનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. યુવાઓ રિલ્સના ચક્કરમાં ભણતરથી દૂર થઈ રહ્યાં છે. માતાપિતાએ પણ બાળકોની ગતિવિધિ પર નજર રાખવી જોઈએ. ત્યારે સુરતીઓની રીલ્સની ઘેલછા ઓછી થતી જ નથી. સુરતીઓ હવે રીલ્સ બનાવવા બેફામ બની રહ્યાં છે. સુરતમાં હવે યુવતીઓ પણ રીલ્સ બનાવવા કૂદી પડી છે. સુરતમાં રીલ્સ બનાવવાની ઘેલછા કાયદો નેવે મૂકાઈ રહ્યો છે. ત્યારે વધુ એક સુરતી દારૂબંધીવાળા રાજ્યમાં દારૂની બોટલ સાથે રીલ્સ બનાવતો નજરે આવ્યો છે.
ગોલ્ડન જાફર નામના વ્યક્તિએ દારૂની બોટલ સાથે રીલ બનાવી છે. 96 હજાર ફોલોવર્સ ધરાવતોગોલ્ડન જાફર છાકટો બન્યો હતો. પોલીસનો ડર ન હોય તે રીતે રીલ્સ બનાવી છે. પોતે દારૂની બોટલ પીતો પીતો ટેરેસ ગીત ગાવા લાગે છે. સાથે જ તે રીલ્સમાં ગાઈ રહ્યો છે કે, શરાબ પીતે પીતે જિસકે હાથ કાંપતે હો. યે સમજો વો યાર કા સતાયા હુવા હે. શું પોલીસ આ શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરશે. જોકે, આ વીડિયો સુરતના કયા વિસ્તારનો છે તેની પુષ્ટિ થઈ નથી.
પાટીદાર આંદોલન બાદ પહેલીવાર એક મંચ પર આવશે પાટીદારો, લોકસભા પહેલા શક્તિ પ્રદર્શન કરશ
તો બીજી તરફ, નવસારીમાં ચાલુ બાઈક ઉપર ડાન્સ કરતી યુવતીનો વીડિયો વાયરલ થયો છે. ઇટાળવાથી છાપરા જતા માર્ગ પર યુવતી ચાલુ બાઈક પર ગીત સંભળાતા ડાન્સ કરી રહી છે. ત્યાર પાછળ ચાલતી કારનાં ચાલકે ડાન્સ કરતી યુવતીનો વીડિયો બનાવ્યો હતો. જાહેર માર્ગ પર વાહનોની વચ્ચે સ્ટીયરિંગ પરથી બંને હાથ છોડી જોખમી રીતે યુવતી ડાન્સ કરી રહી છે. હાલ નવસારીમાં પોલીસની ડ્રાઇવ ચાલે છે, એ સમયમાં જ બે હાથ છોડી બાઈક ચલાવી, ડાન્સ કરતી યુવતીનો વીડિયો પોલીસને ચેલેન્જ ફેંકી રહ્યો છે. શું નવસારી પોલીસ આવા નબીરાઓ સામે કરશે કાર્યવાહી..?
રીલ્સના ચક્કરમાં કાયદાને ભૂલી રહ્યા છે લોકો : સુરતમાં શરાબની બોટલ સાથે રીલ બનાવીને પોલીસને આપ્યો પડકાર..
- સોશિયલ મીડિયામાં લાઈક મેળવવાની ઘેલછામાં નિયમો ભૂલાયા..#reels #surat #viral #ZEE24kalak pic.twitter.com/jto4phizsl
— Zee 24 Kalak (@Zee24Kalak) July 30, 2023
નવસારી પોલીસ કાર્યવાહી કરશે
નવસારી ટ્રાફિક પી.એસ.આઇ જાગૃત જોશીએ જણાવ્યું હતું કે, તેમની પાસે આ વાઈરલ વીડિયો આવ્યો છે અને પોલીસ દ્વારા યુવતીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે કહ્યું હતું કે, આ વીડિયો શૂટ કરનાર કાર ચાલક મળી આવે તો તારીખની જાણ થશે અને તેના આધારે સીસીટીવી ચકાસવામાં આવશે. આ વિસ્તારમાં સીસીટીવી લગાવ્યા નથી પરંતુ યુવતી આગળ અન્ય રોડ પરથી પસાર થતી નજરે પડે તો તેના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.
અંગ્રેજોના જમાનાનો ખાખી યુનિફોર્મ બદલાશે, ગુજરાત પોલીસ હવે નવા વેશમાં જોવા મળશે
સ્ટંટ કરનારાઓ સામે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યુ હતું કે, બાઈક પર સ્ટંટ કરનારની સાથે વાલીઓ પણ જવાબદાર છે. લાઇસન્સ વગર વાહન આપશો તો સખ્ત કાર્યવાહી થશે. પરંતુ ગૃહરાજ્ય મંત્રી પોતાના જ ગામના નબીરાઓને સાચવી શક્તા નથી. તથ્ય પટેલના અકસ્માતને આજે એક અઠવાડિયુ થયુ. તેની સામે ગૃહમંત્રીના જ ગામ સુરતમાં એક અઠવાડિયામાં જોખમી સ્ટંટ કરતા, રીલ્સ બનાવવા જોખમ ખેડતા વીડિયો સામે આવ્યા છે. સુરત પોલીસે આ અંગે કાર્યવાહી કરી છે. પરંતુ સુરતમાં આ ઘટનાઓને રોકવામાં પોલીસ અસફળ નીવડી છે. સુરતમાં રોજેરોજ કોઈને કોઈ યુવા આવી રીતે જીવ જોખમમાં મૂકીને રીલ્સ બનાવી રહ્યા છે. આવી ઘટનાઓ પર પોલીસનો કોઈ કાબૂ નથી. સ્પીડમાં ગાડી હંકારીને વીડિયો બનાવવામાં સુરતીઓ ઘેલા બન્યા છે.
કેનેડા-અમેરિકા કરતા બેસ્ટ ઓપ્શન છે આ 5 દેશ, અહી સેટલ્ડ થયા તો લોટરી લાગી સમજો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે