Gujarat Weather Forecast : બંગાળની ખાડીમાં બનેલ લો પ્રેશર ગુજરાત પહોંચ્યું છે. લો પ્રેશરને કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. રાહતના સમાચાર એ છે કે, હાલ સૌરાષ્ટ્ર અને કચ્છ પરથી વરસાદની ઘાત ખસી ગઈ છે. ગુજરાત પર જે ઓફ શૅર ટ્રફ, મોનસુન ટ્રફ, શિયર ઝોન સિસ્ટમ ભેગી થઈ છે, તે અનેક જિલ્લાઓને રમણભમણ કરી દેશે. બંગાળની ખાડીનું લો પ્રેશર હવે ગુજરાત પહોંચી ગયું છે. પરંતું આ સિસ્ટમ સતત પોતાનો રુટ બદલી રહી છે. ત્યારે આ વીડિયો જોઈ લો, કે કયા કયા જિલ્લાઓ પર મેઘતાંડવ થશે.
ભયાનક મોટા ડીપ્રેશનનો આવો છે રુટ, 5 દિવસ ગુજરાત પર કરશે વરસાદી તાંડવ#gujarat #rain #heavyrainfall #weatherforecast #zee24kalak pic.twitter.com/amX7flPvDm
— Zee 24 Kalak (@Zee24Kalak) September 3, 2024
ગુજરાતમાં ચોમાસાનો ત્રીજો રાઉન્ડ શરૂ
બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે અને ભારે વરસાદની આગાહી પણ છે આ ડિપ્રેશન ગુજરાતમાં 3 તારીખના રોજ સવારે ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે અને રાજ્યમાં તબાહી મચાવવાનું શરૂ કરી દીધું છે. ગઈકાલે દક્ષિણ ગુજરાતથી આ ડીપ્રેશનની એન્ટ્રી થઈ હતી. જેની અસરથી સુરત, નવસારી, વલસાડમાં પૂર જેવો વરસાદ ખાબક્યો છે. ત્યારે સુરતથી આગળ મધ્ય ગુજરાતમાં આ સિસ્ટમ તાંડવ મચાવશે.
ગુજરાતના આ શહેરને કોની નજર લાગી! એક જ મહિનામાં ત્રીજીવાર પૂર આવ્યું! શાળાઓમાં રજા જાહેર
આજે ક્યાં ક્યાં એલર્ટ
આગામી 4 દિવસ સુધી ગુજરાતમાં અતિ ભારેથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ઓફ શૅર ટ્રફ, મોનસુન ટ્રફ, શિયર ઝોનના કારણે રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. આજે ભરૂચ અને સુરતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ અપાયું છે. તો ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપાવામાં આવ્યું છે. અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુરમાં છુટા છવાયા વરસાદની સાથે યલો એલર્ટ અપાયું છે.
પાલનપુરમાં 3 ઈંચ વરસાદ ખાબકતા લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી, ઘરવખરી પાણીમાં તણાઈ#palanpur #rain #heavyrain #monsoon #heavyrainfall #GujaratRain #viral #viralvideo #ZEE24KALAK pic.twitter.com/dGikS2sZTu
— Zee 24 Kalak (@Zee24Kalak) September 3, 2024
પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની વરસાદને લઇને આગાહી કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં 3 થી 9 સપ્ટેમ્બર દરમિયાન પડશે વરસાદ 65% વિસ્તારને આવરી લેશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં પણ પાટણ, મહેસાણા, બનાસકાંઠા પર વરસાદની આગાહી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમા પણ સામન્ય કરતા વધારે વરસાદની આગાહી છે. વરસાદના આ રાઉન્ડમા અતિભારે વરસાદ નહિ.
ગુજરાતના એકસાથે 18 જિલ્લાઓમાં ડેન્જર આગાહી, ભયાનક ડીપ ડિપ્રેશન માથા પરથી થશે પસાર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે