Home> Gujarat
Advertisement
Prev
Next

મહંતે બહાર કાઢ્યાં, તો મામલતદારે પાસે રહીને ગામના દલિતોને મંદિર પ્રવેશ કરાવ્યો

ડીસાના વિઠોદર ગામે મામલતદાર દ્વારા દલિતોને મંદિર પ્રવેશ કરાવવામાં આવ્યો. વિઠોદર ગામમાં આવેલા માતાજીના મંદિરનાં મહંત દ્વારા દલિત લોકોને મંદિરમાં પ્રવેશતા અટકાવવામાં આવતા હતા. દલિતો દ્વારા આ બાબતે ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. ગામમાં ભાઈચારો બની રહે તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મામલતદાર દ્વારા દલિતોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો. આ સમયે દલિતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને એક સાથે પ્રવેશ કર્યો હતો

મહંતે બહાર કાઢ્યાં, તો મામલતદારે પાસે રહીને ગામના દલિતોને મંદિર પ્રવેશ કરાવ્યો

અલ્કેશ રાવ, બનાસકાંઠા: ડીસાના વિઠોદર ગામે મામલતદાર દ્વારા દલિતોને મંદિર પ્રવેશ કરાવવામાં આવ્યો. વિઠોદર ગામમાં આવેલા માતાજીના મંદિરનાં મહંત દ્વારા દલિત લોકોને મંદિરમાં પ્રવેશતા અટકાવવામાં આવતા હતા. દલિતો દ્વારા આ બાબતે ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. ગામમાં ભાઈચારો બની રહે તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મામલતદાર દ્વારા દલિતોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો. આ સમયે દલિતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને એક સાથે પ્રવેશ કર્યો હતો

fallbacks

fallbacks

ગુજરાતમાં થોડા જ દિવસો અગાઉ દેશની એકતા અને અખંડિતતા માટે કામ કરનાર સરદાર પટેલની વિશ્વ ની સૌથી ઊંચી પ્રતિમા બનાવવામાં આવી. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે.  ડીસા તાલુકાના વિઠોદર ગામમાં આવેલા મંદિરના મહંત દ્વારા દલિત લોકોને મંદિરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. જે મામલે ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી. પરંતુ શુક્રવારે ગામમાં ભાઈચારો અને કોમી એકતા બની રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દલિતોને મંદિરમાં પ્રવેશ કરાવવામાં આવ્યો. 

fallbacks

વિઠોદર ગામના આગમાતાના મંદિરમાં મોટી સંખ્યામાં ગામ લોકો અને દલિત સમાજના આગેવાનો પહોચ્યાં હતાં. જ્યાં તમામ લોકોને માતાજીની જય બોલાવી એક સાથે મંદિર પ્રવેશ કરવામાં આવ્યો હતો. ગામમાં દરેક સમાજ વચ્ચે સામાજિક સમરસતા બની રહે તે માટે તમામ લોકોએ સાથે પ્રવેશ કર્યો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More