બ્રિજેશ દોશી/અમદાવાદ: ગુજરાતના આઇએએલ અધિકારી ગૌરવ દહીયા સામે દિલ્હીની મહિલાએ છેતરપીંડીની ફરિયાદ કરી છે. દિલ્હીની મહિલા લિનુ સિંહ નામની મહિલાએ ગુજરાતના આઇએએસ અધિકારીએ છેતરપિંડીની ફરિયાદ કરી છે. આ મહિલાએ આરોપ લગાવ્યો છે, કે ગૌરવ દહીયાએ મને લગ્ન કરવાની લાલચ આપી અને મારી સાથે છેચરપીંડી કરવામાં આવી છે. મહિલાએ આરોપ લગાવ્યો છે, કે મારી સાથે શારિરીક શોષણ કરવામાં આવ્યું છે.
મહત્વનું છે, કે આ અંગે IAS અધિકારી ગૌરવ દહીંયાએ પણ ગાંધીનગર ખાતે મહિલા વિરૂદ્ધ બ્લેકમેલની અરજી કરી છે. અને મહિલા દ્વારા કરવામાં આવેલા વાયરલ ફોટા ખોટા છે, મહિલાએ ફોટા વાયરલ કરીને મારી પાસે રૂપિયાની માગણી કરી છે. બ્લેકમેલ કરીને મહિલા મારી પાસે રૂપિયા પડાવી રહી છે. આ મહિલાનું નામ લીનું સિંઘ છે અને તેમણે પાયા વિહોણા આક્ષેપ કર્યા છે.
જુઓ LIVE TV:
ત્યારે મહિલા દ્વારા દાવો કરવામાં આવ્યો છે, કે ગૌરવ દહીયાએ સાથે તેની મુલાકાતા વર્ષ 2017માં સોશિયલ મીડિયા સાઇટ ફેસબુકના માધ્યમથી થઇ હતી. ત્યારબાદ બંન્ને દિલ્હીની શાગીલા હોટલમાં મળ્યા હતા. મહિલાએ આરોપ લગાવ્યો કે, ગૌરવ દહીયા પરણિત હોવા છતા મારી સાથે સબંધ બાંધ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે