કેતન બગડા/અમરેલી: શહેર જિલ્લાનું વડું મથક છે. અમરેલી જિલ્લાના લોકો હીરા ઉદ્યોગ તેમજ ખેતી સાથે સંકળાયેલ છે. ખાસ કરીને જિલ્લામાંથી મોટાભાગના હીરાના વેપારીઓ સુરત સ્થાઈ છે. ત્યારે અઢી વર્ષ પહેલાં અમરેલી જિલ્લાના હીરાના વેપારીના સહયોગથી વેંચુરા નામની કંપની દ્રારા અમરેલીથી સુરત હવાઈ સેવા શરૂ કરવામાં આવી છે.
અમરેલીનું એરપોર્ટ ઘણા સમય માટે ખાલી પડ્યું રહ્યું હતું. સ્થાનિક લોકોએ અનેક વખત હવાઈ સેવાની માંગ કરી હતી. સુરતમાં સ્થાઈ અને જિલ્લાના હીરાના વેપારીના સહયોગથી અઢી વર્ષ પહેલાં હવાઈ સેવા શરૂ કરવામાં આવી હતી. આ હવાઈ સેવા અમરેથી સુરત શરૂ કરવામાં આવી છે. સવારે સુરતથી એક ફલાઇટ અમરેલી આવે છે ત્યારે બાદ બપોરે 4:30 કલાકે બીજી ફલાઇટ આવે છે.
આમ અમરેલીથી સુરત જવાનું અમરેલીના લોકો માટે સરળ બન્યું છે.પહેલા હવાઈ સેવા શરૂ નહોતી ત્યારે લોકોને ખાનગી બસમાં તેમજ એસટી બસમાં સુરત જવું પડતું હતું.જેનો સમય અંદાજે 12 કલાક જેટલો લાગતો.ત્યારે અમરેલીના સ્થાનિક લોકો સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે અમરેલીથી સુરત હવાઈ સેવા શરૂ થઈ છે તે ખરેખર સારી વાત છે. પરંતુ અમરેલીથી અમદાવાદ,બરોડા,દમણ જેવા શહેરો માટે જો હવાઈ સેવા શરૂ કરવામાં આવે તો લોકોનો સમય બચે.
ત્યારે સુરતથી અમરેલી ફલાઈટમાં આવેલ મુસાફર સાથે વાત કરતા તરણે જણાવ્યું હતું કે સુરત સિવાય બીજા શેહેરોમાં પણ આ રીતે હવાઈ સેવા શરૂ કરવામાં આવે તો અમરેલી જિલ્લાના લોકોને મોટો ફાયદો પણ થાય અને સમયનો પણ બચાવ થાય. અમરેલી જિલ્લાના મોટાભાગના લોકો મોટા શહેરો સાથે જોડાયેલ છે.ત્યારે અન્ય શહેરમાંથી આવતા લોકો પણ અમરેલી શહેરમાં ઝડપથી પહોંચી શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે