Home> Gujarat
Advertisement
Prev
Next

સુરક્ષિત ગુજરાતમાં બની અપહરણની ઘટના: લાખોની ખંડણી, વેપારીને માર્યો ઢોર માર

ગુજરાતમાં કાયદાની સ્થિતી સતત કથળી રહી હોય તેમ એક પછી એક ચોંકાવનારા ઘટનાક્રમો સામે આવતા રહે છે

સુરક્ષિત ગુજરાતમાં બની અપહરણની ઘટના: લાખોની ખંડણી, વેપારીને માર્યો ઢોર માર

વડોદરા : બોડેલીમાં લક્ષ્મીમાર્બલના વેપારીના અપહરણનો મામલો સામે આવ્યો છે. જો કે આ કિસ્સામાં મિત્રએ જ પોતાનાં મિત્રનું અપહરણ કરાવ્યું હોવાની વાત સામે આવી છે. આ ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર વેપારીનાં મિત્ર રવિ આહીર નામના શખ્સે જ અપહરણ કરીને 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હોવાનું ખુલ્યું હતું. રવિ આહિરે પોતાનાં સાગરિતો સાથે મળીને અપહરણ કર્યા બાદ નાણા માંગતા. અપહ્યત યુવકના પિતા ઘરમાં રહેતા તમામ પૈસા ગણ્યા વગર જ ઇનોવા કારમાં લઇને ચુકવવા માટે ગયા હતા. 

fallbacks

મગજમાં આત્મહત્યાના વિચારો આવતા હોય તો આ યુવકની જિંદગીમાં એકવાર ડોકિયુ કરજો

Video : ભાજપા નેતા સ્મૃતિ ઈરાનીએ બંને હાથમાં ખુલ્લી તલવાર સાથે કર્યા કરતબ
જો કે અપહરણકર્તાઓએ ઇનોવાની ચાવી પણ લઇ લીધી હતી અને તેના પિતાને કાઢી મુક્યા હતા. પૈસા આપવા છતા પુત્ર નહી મળતા તેના પિતાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. ઇનોવા કાર બહાદુરપુર પાસેથી મળી આવી હતી. જો કે પિતાએ પોલીસને જાણ કરતા ખીજાયેલા અપહરણ કારો વેપારીને ઢોર માર મારીને નાસી છુટ્યા હતા. હાલ અપહરણ કરનાર રવિ આહીર અને અન્ય બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે રવિની સાગરીતો સહિત ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More