Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતના વરાછામાં ચીન વિરુદ્ધ પ્રદર્શન, ચાઇનાના ટીવી તોડીને નોંધાવ્યો વિરોધ

સુરતના વરાછા વિસ્તારમાં અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. અહીં પંચરત્ન ગાર્ડનના રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લોકોએ ચાઇનાનું ટીવી તોડીને વિરોધ નોંધાવ્યો હતો.
 

સુરતના વરાછામાં ચીન વિરુદ્ધ પ્રદર્શન, ચાઇનાના ટીવી તોડીને નોંધાવ્યો વિરોધ

ચેતન પટેલ/સુરતઃ ગલવાન ઘાટીમાં ચીન સાથે થયેલી ઝડપમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. તો સામા પક્ષે ચીનના પણ 43 જવાનોના મોત થયા છે. ચીનની આ હરકત બાદ સમગ્ર દેશમાં લોકો ગુસ્સામાં છે. ચીન વિરુદ્ધ દેશભરમાં પ્રદર્શનો થઈ રહ્યાં છે. તો લોકોએ ચાઇનાની વસ્તુનો બહિષ્કાર કરવાનું નક્કી કહ્યું છે. ત્યારે સુરતમાં પણ લોકોમાં ગુસ્સો જોવા મળ્યો છે. અહીં લોકોએ વિરોધ કર્યો હતો.

fallbacks

વરાછા વિસ્તારમાં વિરોધ પ્રદર્શન
ભારતીય જવાનોની શહીદી બાદ લોકો આક્રમક જોવા મળી રહ્યાં છે. તો સુરતના વરાછા વિસ્તારમાં અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. અહીં પંચરત્ન ગાર્ડનના રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લોકોએ ચાઇનાનું ટીવી તોડીને વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે ચાઇનાની વસ્તુનો બહિષ્કાર કરવાની વાત કરી હતી. 

અનલૉક-1માં પણ મચ્છી માર્કેટ બંધ રહેતા સુરત મનપા કચેરી ખાતે મહિલાઓના ધરણા

શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી
લોકોએ ચાઇનાની વસ્તુ ન ખરીદવાની પણ અપીલ  કરી હતી. પ્રજામાં ચાઇનાને પાઠ ભણાવવાનો રોષ જોવા મળી રહ્યો છે. અહીં લોકો દ્વારા શહીદ થયેલા જવાનોને મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સાથે ચાઇના હાયહાયના નારા લગાવવામાં આવ્યા હતા. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More