સુરત : ખોડલધામ ખાતે પાટોત્સવની તૈયારી જોરશોરમાં ચાલી રહી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા ખોડલધામમાં યોજાનારા આ કાર્યક્રમ રાજકીય રીતે ખુબ જ મહત્વની બની ચુકી છે. ખોડલધાનમા ચેરમેન નરેશ પટેલ દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અહીં તેઓ અલગ અળગ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. આ કાર્યક્રમોમાં લેઉવા પટેલો મોટા પ્રમાણમાં આમંત્રિત કરી રહ્યા છે. નરેશ પટેલે જણાવ્યું કે, એક દિવસ કામધંધો બંધ કરવો હોય તો કરી દેજો પરંતુ આ કાર્યક્રમમાં ચોક્કસ હાજર રહેજો તેવી હાંકલ કરી હતી.
ગુજરાતના પાણીપત ગણાતા ભૂચરમોરીના યુદ્ધને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યાદ કર્યુ, પુસ્તકનું વિમોચન
ખોડલ ધામના પ્રમુખ નરેશ પટેલ વાપીમાં આવ્યા હતા. ખોડલધામના પાંચમા પાટોત્સવનું આમંત્રણ આપવા નરેશ પટેલ સુરત બાદ વાપીમાં પણ આવ્યા હતા. સમાજને સંબોધનમાં નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું હતું. કોઈ પણ વાવાઝોડું નરેશ પટેલને હલાવી નહિ શકે તેવું જણાવ્યું હતું. રાજકરણ મહત્વનું પાસું છે એને ક્યારે અવગણી ના શકીએ તેવું જણાવ્યું હતું. રાજકારણ પર નરેશ પટેલનું જાહેર નિવેદન સારા માણસો આવે સમાજની વચ્ચે રહેવા વાળા માણસો આવે એને પસંદ કરજો તેવી હાંકલ કરી હતી.
ગૌણસેવા પસંદગી મંડળના પાપીઓ પર સરકાર બાદ હવે કોર્ટની કડક કાર્યવાહી, કર્યો ખાસ આદેશ
ખુરસી પર બેસી જાય અને એનું ધ્યાન સમાજ પરથી હલે નહીં એવા માણસો ને પસંદ કરી ને રાજકારણ માં મોકલજો તેવી હાંકલ નરેશ પટેલે કરી હતી. ખોડલ ધામના પ્રમુખ નરેશ પટેલના કાર્યક્રમમાં ભાજપના કોઇ જ કાર્યકર કે નેતાઓ હાજર રહ્યા નહોતા. ભાજપના નેતાઓની આ ગેરહાજરી ઉડીને આંખે વળગે તેવી છે. ભાજપ એક પ્રકારે નરેશ પટેલને દરકિનાર કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અત્રે નોંધનીય છે કે, નરેશ પટેલ રાજકારણમાં ઉતરવાની પણ આડકતરી રીતે જાહેરાત કરી ચુક્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે