ગૌરવ પટેલ/અમદાવાદ :નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે યુ.એન.મહેતા હોસ્પિટલની મુલાકાત લઈને દર્દીઓને દાખલ થવાની કામગીરી અને બેડ વધારવાની સુવિધા અંગેનો રીવ્યુ કરી સમીક્ષા કરી હતી. જેના બાદ પત્રકારો સંબોધન કરતા નાયબ મુખ્યમંત્રી (nitin patel) એ કહ્યુ હતું કે, રાજ્ય અને દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા અચાનક છેલ્લા 10 થી 12 દિવસમાં વધ્યા છે. ગુજરાતમાં પણ 9000 દર્દી પોઝિટીવ આવી રહ્યાં છે. પહેલા પીકમાં ગુજરાતના માત્ર કેટલાક વિસ્તારમાં જ કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું હતું. પરંતુ બીજા પીકમાં ગુજરાતનો કોઇ જિલ્લો બાકી રહ્યો નથી. અમારી વ્યવસ્થા સામે દર્દીની સંખ્યા વધારે છે. જે બેડ ઉભા કરીએ તેની સામે કેસ વધતાં વધારે વ્યવસ્થાની સુવિધા ઉભા કરવાનો પડકાર આવે છે. ઓક્સિજન, બેડ વધારવા, ઈન્જેક્શન વધારવાનો સરકાર દ્વારા સતત પ્રયાસો થઇ રહ્યાં છે.
હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઈન અમને પણ ગમતી નથી, પણ એ મજબૂરી છે
તેમણે કહ્યું કે, સરકારની, કોર્પોરેશનની અને ખાનગી હોસ્પિટલો એ તમામ જગ્યાએ પથારીઓ ભરેલી છે. તેથી જ વિનંતી છે કે, જરૂરિયાત મુજબના દર્દી જ હોસ્પિટલમાં દાખલ થવાનો આગ્રહ રાખો. સિવિલ હોસ્પીટલ સરકારની સૌથી મોટી હોસ્પિટલ છે. તેથી આરોગ્ય વિભાગની જવાબદારી છે કે હોસ્પિટલ આવેલ દર્દીને દાખલ કરવાનો ડોકેટર પ્રયત્ન કરે છે. બીજી હોસ્પીટલ વધતી ઓછી જવાબદારી નિભાવતા હોય, પણ સરકાર તમામ દર્દીને સિવિલમાં દાખલ કરવા કટીબદ્ધ છીએ. તેથી 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં અહી ભલે લાઈન લાગે, આ ચિત્ર સારુ નથી, આ શોભતુ નથી, પણ આ અમારી મજબૂરી છે. 108 માં પણ દર્દી હોય, તો પણ તેમાં ઓક્સિજન ચાલુ રાખીને દર્દીનો જીવ બચાવવાનો પ્રયાસ કરીએ છીએ. જેમ બેડ ખાલી થાય તેમ અમે દર્દીને દાખલ કરીએ છીએ.
108 પર ભારણ વધ્યું - નીતિન પટેલ
નાયબ મુખ્યમંત્રીએ રાજ્યની હોસ્પિટલની માહિતી આપતા કહ્યું કે, દર્દીઓને રાખવા માટે જગ્યા ઓછી પડી રહી છે. તેથી જેટલું બને તેટલી વધુ બેડ ઉભા કરવામાં આવી રહ્યાં છે. 108 એમ્બ્યુલન્સમાં ફોનનું પ્રમાણ વધી રહ્યું છે. 108 પર બે પ્રકારનું ભારણ વધ્યું છે. કોરોનાની સાથે સામાન્ય દર્દીઓ જેમ કે રોડ અકસ્માત અને બીજી બીમારીના દર્દીઓ પણ ફોન કરી રહ્યાં છે. અનેક ફોન આવવાને કારણે લાઈન બિઝી મળી રહી છે. હાલ દર્દીઓને એમ્બ્યુલન્સ મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે. મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ પર ભારણ વધી રહ્યું છે. હાલ તમામ તબીબો રજા માંગ્યા સિવાય તમામ લોકો કામ કરી રહ્યાં છે. હાલ જે વેવ ચાલી રહી છે, તેને કારણે અમારી કેપેસિટી કરતા મોટી જરૂરિયાત વધી છે. તેથી અમે વ્યવસ્થા વધારવાનું કામ અમે કરી રહ્યાં છે. બીજા ફેઝનો વાયરસ સીધો ફેફસા પર અસર છ. જે દર્દી અહી આવે છે તે શ્વાસની તકલીફ વાળા આવે છે. નર્સીગ અને ડોકેટર સ્ટાફ સાથે અત્યારથી ભરવાની ૧૦૮ ને સૂચના અપાઇ છે. મંજુશ્રી હોસ્પિટલમાં વધુ ૮૦ પથારીની સુવિધા ઉભી કરાઇ છે. કુલ 240 નવી પથારી ઊભી કરી છે. કેન્સર હોસ્પીટલમાં આવતીકાલ। સાંજ સુધી માં ૩૦ પથારી ઊભી કરાશે. જીએમડીસીમાં ૯૦૦ બેડની હોસ્પિટલ એક અઠવાડિયામાં પ્રાપ્ત થશે.
ગુજરાતમાં તમામ હોસ્પિટલમાં કોરોનાની સારવાર વિનામૂલ્યે આપીએ છીએ. ખર્ચની ચિંતા કરતા નથી. પ્રધાનમંત્રી વાત્સલ્ય યોજના એ ભારત સરકારની યોજના છે, તેથી તેમા કોરોનાની સારવારને લગતો જે પણ નિર્ણય કરવાનો હોય તે નિર્ણય ભારત સરકારે કરવાનો રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે