અમદાવાદ: અમદાવાદમાં GTU સ્થાપિત બોયઝ હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યનાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહે બોય્ઝ હોસ્ટેલનું લોકાર્પણ કર્યુ હતું. મહત્વનું છે કે બોયઝ હોસ્ટેલમાં 72 રૂમ બનાવાયા છે. 144 વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા કરાઇ છે. અંદાજીત રૂપિયા 7 કરોડનાં ખર્ચે બોયઝ હોસ્ટેલ બનાવાઇ છે.
વધુમાં વાંચો: પીએમ મોદીની ગુજરાતને વધુ એક ભેટ, દાંડી યાત્રાના ઐતિહાસિક મ્યુઝિયમનું કરશે ઉદ્ધાટન
હોસ્ટેલને લઇને શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાણકારી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં વિદ્યાર્થીઓને આ સુવિધાનો લાભ મળી શકશે. સાથે જ એકબાજુ નીતિનભાઇ પટેલે અનામત મુદ્દે પણ જણાવ્યું કે ભારત સરકારનાં નોટિફિકેશન બાદ સવર્ણોને અનામત મુદ્દે નવી પ્રક્રિયા હાથ ધરાશે. સાથે કોંગ્રેસ પર તમામ નિર્ણયમાં વાંધા કાઢવાનો આક્ષેપ લગાવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે