આણંદ : શહેરના બાકરોલ ખાતે આજે સ્વાતંત્ર્ય સંગ્રામની વિરાંગના ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ જન્મ જયંતી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં રાજયપાલ અને ઝાંસીની રાણીની છઠ્ઠી પેઢીનાં વંશજનું ઝાંસીની રાણી રજત મુદ્રાથી સન્માન કરાયું હતું. સ્વાતંત્ર્યસંગ્રામના વિરાંગના ઝાંસીના મહારાણી લક્ષ્મીબાઇ જન્મ જયંતી નિમિત્તે ઝાંસીનાં મહારાણી લક્ષ્મીબાઇ વંશજોનું બહુમાનસહિતના કાર્યક્રમોમાં ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, દેશને આઝાદી મળીએ સમયગાળામાં ૫૬૨ રજવાડાઓનું શાસન હતું.
વડોદરા ગેંગરેપ કેસમાં નવુ નામ ખૂલ્યું, યુવતીએ કોને મેસેજ કરીને કહ્યું-I KIDNAPPED, PL SAVE ME...
આ પૈકી ઘણા રાજવીઓ ભલા અને ઉમદા ઇન્સાન હતા. જે રાજવીઓએ પ્રજાજનોના દિલમાં શાસન કર્યું તેવા રાજવીઓને આજે પણ લોકો યાદ રાખે છે. એમાંથી એક હતા ઝાંસીની રાણી. તેમની વીરતાઓની ગાથાઓ આજે પણ ગાવામાં આવે છે. અંગ્રેજો સામે સ્વાતંત્ર્ય સંગ્રામ છેડતા પહેલા મેં અપની ઝાંસી નહીં દુંગીનો નારો અનેક લોકો માટે પ્રેરણારૂપ છે. તે ગુલામી નહીં સ્વીકારવાનો અને બલીદાનનો નારો હતો.
અમદાવાદમાં રાજકોટ જેવો ઘાટ સર્જાયો, ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં મેયરનું નામ જ કપાયુ
આ પ્રસંગે આચાર્ય દેવવ્રત તેમજ ઝાંસીની રાણીનાં છઠ્ઠી પેઢીનાં વંસજ યોગેશ ઝાંસીવાળાને ઝાંસીની રાણીની રજત મુદ્રા એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. વિવિધ સંસ્થાઓ દ્વારા આચાર્ય દેવવ્રતજી, યોગેશ ઝાંસીવાળા તેમજ રાજયનાં શિક્ષણમંત્રી જીતુ વાધાણીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વ્રજરાજકુમાર મહારાજ, સંતશ્રી ગુરુપ્રસાદ સ્વામીએ આશીર્વચન આપ્યા હતા.
આભાર સુરતીઓ... ફરી એકવાર સુરત બન્યું દેશનું બીજુ સૌથી સ્વચ્છ શહેર
જ્યારે,જાણીતા કટાર લેખક અને વક્તા જય વસાવડાએ સ્વાતંત્રતા સંગ્રામ ઉપર રસપ્રદપ્રવચન આપ્યું હતું. કલાકાર ભરતદાન ગઢવીએ ગીતો પ્રસ્તુત કર્યા હતા. ભાવેશ સુતરીયાએ ઝાંસીની રાણીનાં વંશજોની તપાસ હાથ ધરી હતી. તેમની છઠ્ઠી પેઢીનાં વંશજ મળી જતા તેઓને આણંદ લાવી નવી પેઢી સાથે તેઓની ઓળખ કરાવી હતી. જેને ઉપસ્થિત સૌએ બિરદાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે