ઝી બ્યુરો/વડોદરા: રાજકોટમાં બનેલી દુર્ઘટના પછી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે, પરંતુ આ એલર્ટ મોડ જો પહેલાં રાખ્યો હોત તો 28 લોકોના જીવ બચી જતાં. તંત્રના અધિકારીઓ હવે અનેક સ્થળે જઈને ફાયર NOC અને સેફ્ટીના સાધનોનું ચેકિંગ કરી રહ્યા છે. જેમાં અનેક જગ્યાએ લાલિયાવાડી પણ સામે આવી છે, તો કોઈ જગ્યાએ સુચારુ વ્યવસ્થા પણ જોવા મળી જુઓ આ અહેવાલ.
લખી રાખજો! આ તારીખે આંધી-વંટોળ સાથે ગુજરાતમાં પહેલો વરસાદ, અંબાલાલે કરી નવી આગાહી
તંત્રની લાલિયાવાડી જોવી હોય તો તમારે વડોદરામાં જવું પડે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં દર્દીઓ સ્વસ્થ થવા માટે આવે છે, પરંતુ જો આ હોસ્પિટલમાં રાજકોટ જેવી કોઈ દુર્ઘટના ઘટે તો મોટી જાનહાની થઈ શકે કારણ કે આ હોસ્પિટલ પાસે ફાયર NOC જ નથી. અહીંના સત્તાધિશો અને તંત્ર એટલું નફ્ટટ છે કે ત્રણ ત્રણ વખત નોટિસ આપી છતાં પણ તેઓ NOC લઈ રહ્યા નથી.
'ફોટો પડાવવા આયા છો...', હોસ્પિટલ પહોંચેલા રૂપાલા પર મૃતકોના પરિવારજનો ધૂઆંપૂઆં
હોસ્પિટલમાં ફાયરના સાધનો દેખાડા પુરતા તો લગાવ્યા છે, પરંતુ તમામ સાધનો એક્સ્પાયર થઈ ગયેલા છે. ઝી 24 કલાકની ટીમે જ્યારે હોસ્પિટલમાં જઈને રિયાલીટી ચેક કર્યું તો અનેક ક્ષતિઓ જોવા મળી. હોસ્પિટલના સુપ્રીટેન્ડેટ અને RMO જ્યાં બેસે છે ત્યાં પણ પોલમ પોલ ચાલતી જોવા મળી.
ગૂડ ન્યૂઝ! વળી પાછો સોનાના ભાવમાં થયો ઘટાડો, પણ ચાંદીએ રોવડાવ્યા, જાણો લેટેસ્ટ રેટ
સયાજી હૉસ્પિટલના રૂક્મણી ચૈનાની પ્રસુતિ ગૃહમાં ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયરી ડેઈટના મળ્યા, તો પાણીના પ્રેશરનો ડીઝલ પંપ પણ બંધ હાલતમાં મળ્યો. ફાયર વિભાગે અવાર નવાર નોટિસ આપી છતાં હોસ્પિટલ પોતાની મનમાની ચલાવી રહ્યું છે...જો કોઈ આગનો બનાવ બને તો ગરીબ દર્દીઓનું શું થાય?
પહેલાં RBI હવે ચૂંટણી પછી LIC બનાવશે સરકારને માલામાલ! જાણો કેમ મળશે 3662 કરોડ
આ મામલે હોસ્પિટલ તંત્રના અધિકારીઓ પોતાનો લુલો બચાવ કરી રહ્યા છે. પરંતુ આવા આળસુ અધિકારીઓને કારણે જ મોટી દુર્ઘટના ઘટતી હોય છે અને પછી તેના કારણે નિર્દોષ લોકો મોતને ભેટતા હોય છે.
જૂનમાં સૂર્ય, શનિ સહિત 6 ગ્રહોની ચાલમાં થશે ફેરફાર, આ જાતકોએ રહેવું પડશે એલર્ટ
વડોદરાની આ સયાજી હોસ્પિટલમાં હજારો દર્દીઓ સારવાર માટે આવે છે, પરંતુ હોસ્પિટલની આટલી ગંભીર બેદરકારી કોઈ પણ જીવ લઈ શકે છે, તંત્રની ઘણીવાર ભૂલ થાય તે આપણે માની લઈએ, પરંતુ ત્રણ ત્રણ વખત નોટિસ આપ્યા છતાં પણ જો અધિકારીઓ કોઈ કામગીરી ન કરતાં હોય તો પછી તેમની સામે કાર્યવાહી જ થવી જોઈએ. જો સરકાર પાણી પહેલા પાળ બાંધશે તો જ રાજકોટ જેવી ઘટનાઓ અટકશે. ઘટના બન્યા પછી કાર્યવાહી કરવી એના કરતાં પહેલા જ સરકાર કડક કાર્યવાહી કરે તો, અનેક નિર્દોષોના જીવ બચી જાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે