Home> Gujarat
Advertisement
Prev
Next

નિસ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ: પત્નીની બીમારી બની અન્યોને સેવા કરવાનું કારણ

લીપણ વાળા ઘરમાં રહીને નાત જાતનો ભેદ કર્યા વિના ગરીબ દર્દીઓની કરે છે સેવા

નિસ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ: પત્નીની બીમારી બની અન્યોને સેવા કરવાનું કારણ

આણંદઃ સમાજમાં ઘણા લોકો એવા હોય છે જે પોતાનું જીવન બીજા માટે જીવતા હોય છે. જે કોઇને કોઇ પ્રકારે મદદ કરતા હોય છે. આવી જ એક વ્યક્તિ છે સિદ્દીકભાઇ રાણા. જેઓ છેલ્લા 17 વર્ષથી ગરીબ દર્દીઓની સેવા કરી રહ્યાં છે. બીજાને ત્યાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા સિદ્દીકભાઇના જીવનમાં એક ઘટના ઘટી અને ત્યારથી તેમણે આ સેવા પ્રવૃત્તિ ચાલુ કરી છે. પોતાની પત્નીની બીમારી દરમિયાન પડી રહેલી મુશ્કેલીમાંથી તેઓ સમજ્યા કે અન્ય લોકોને કેવી સમસ્યા આવતી હશે. અત્યાર સુધીમા તેઓ 50થી 60 હજાર જેટલા દર્દીઓની નિસ્વાર્થભાવે સેવા કરી ચૂક્યા છે.

fallbacks

પત્નીની બીમારી બની અન્યોને સેવા કરવાનું કારણ
સિદ્દીકભાઇના પત્નીની લીવરની બીમારીથી પિડાઇ રહ્યાં છે. આ અસાધ્ય રોગને મટાડવા માટે તેમણે એકપણ હોસ્પિટલ બાકી રાખી નથી. પોતાના અનુભવના આધારે દવાખાને આવતા અન્ય દર્દીઓ સાથેની વાતચીત અને અનુભવથી તેમણે નક્કી કર્યું કે મારે જીવનભર ગરીબ દર્દીઓની સેવા કરવી છે અને આજે પણ ગુજરાતભરમાંથી સિદ્દીકભાઇ સાથે દર્દીઓ આવે છે અને તેમની સેવા કરે છે.

fallbacks

ગરીબ વ્યક્તિ ગરીબોની કરે છે સેવા
સિદ્દીક રાણા કોઇ લાખોપતિ નથી એક સામાન્ય ગરીબ છે, તેઓ આજે પણ લીપણવાળા ઘરમાં રહે છે. છતાં અનેકવાર ગરીબ દર્દી પાસે પૈસા ન હોય તો તેમની સારવારનો ખર્ચ ઉઠાવે છે. માત્ર દર્દીઓને દવાખાને નથી લઇ જતાં પરંતુ જ્યાં સુધી દર્દીને સારુ ન થાય ત્યાં સુધી દર્દીની કાળજી પણ રાખે છે.

વધુ વાંચો...ગુજરાતમાં દિલ્હીની જેમ ખેડૂત કરશે સરકાર વિરોધી પ્રદર્શન, 150 સંગઠન આપશે સાથ

છેલ્લા 17 વર્ષથી કરે છે ગરીબોની સેવા
સિદ્દીક રાણા પોતાના વિસ્તારમાં ગરીબોના મસિહા સાબિત થયા છે, તેઓ છેલ્લા 17 વર્ષથી ગરીબ દર્દીઓની સેવા કરી રહ્યાં છે. કોઇપણ પ્રકારની નાત-જાતનો ભેદભાવ રાખ્યા વગર સેવાનો દીપ પ્રકટાવી રહ્યાં છે. બીજાને પણ સેવા કરવા માટે પ્રેરિત કરી રહ્યાં છે. વર્ષો સુધી દર્દીઓ સાથે રહ્યાં બાદ મોટાભાગની બીમારીમાં કઇ દવા વપરાય છે અને ઓપરેશનની જરૂર છે કે નહીં એ અંગે મહત્વની વાતો દર્દીઓ સાથે કરે છે અને તેમને સમજાવે છે, જેથી ઓછા ખર્ચમાં સારી સારવાર થઇ શકે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More