નવી દિલ્હી : Glenmark Pharmaceuticals દ્વારા કોરોના વાયરસની સારવાર માટે એન્ટીવાયરલ દવા ફેવિપિરાવીર કૉ ફેબિફ્લુ બ્રાંડ પ્રસ્તુત કરી છે. કંપનીએ આ અંગે જણાવતા કહ્યું કે, તેણે DGCI પાસેથી દવાના નિર્માણ માટેની પરવાનગી માંગી હતી. જે તેમને મળી ચુકી છે. ડીજીસીઆઇ દ્વારા માર્કેટિંગ અંગેની પરવાનગી પણ આપવામાં આવી છે.
હાઇકોર્ટનાં આદેશ બાદ જગન્નાથ મંદિરે કાઢ્યો વચગાળાનો રસ્તો, આ પ્રકારે થશે રથયાત્રાનું આયોજન
ગ્લેન માર્ક દ્વારા લોન્ચ કરવામાં આવેલી ફેબીફ્લુ નામની આ દવા એન્ટિવાયરલ ડ્રગ છે. જે વાયરલ રોગો સામે રક્ષણ આપે છે. જેના કારણે કોરોના સામે લડવામાં પણ તે ખુબ જ અસરકારક સાબિત થઇ રહી છે. સામાન્ય અને મધ્યમ લક્ષણો ધરાવતા દર્દી પર તે ખુબ જ સારી અસર કરતી હોવાનો પણ કંપનીનો દાવો છે. આ દવાની 34 ટેબ્લેટનું પેકેટ 3500 રૂપિયામાં બજારમાં મળશે. એટલે કે પ્રતિ ટેબ્લેટ 103 રૂપિયા જેટલી રહેશે.
નાથને નડ્યો કોરોના ! હાઇકોર્ટે રથયાત્રાના આયોજન પર પ્રતિબંધ લગાવ્યો
ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા દવાના ઉત્પાદન અને વેચાણને મંજૂરી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના માહામારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે ત્યારે ભારતીય કંપનીએ ખુબ જ મોટી સફળતા મેળવી છે. જ્યારે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીની દવાની રાહ જોઇ રહ્યું હોય ત્યારે પરી એકવાર ભારત વિશ્વ ગુરૂ બનીને કોરોના રૂપી સંકટમાંથી બહાર કાઢશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે